Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જો હાર્ટએટેકથી દૂર રેહવુ છે? તો તમારા જ રસોડામાં છે ઉપાયો

- જરાક અમથી કાળજી રાખશે તમને તાજા-માજા

- બસ થોડાક શાકભાજી તમારી સ્વાસ્થ્ય રાખશે સ્વસ્થ

અમદાવાદ, તા. 13 ઓક્ટોબર 2017, શુક્રવાર

હાર્ટએટેકથી દુર રાખતી વસ્તુઓ આપણા રસોડામાં જ ઉપલબ્ધ છે બસ જરાક અમથી કાળજી તમને દરેક બિમારીથી દૂર રાખશે. અમુક શાકભાજી તમને બીપીની તકલીફમાં રાહત આપી શકે છે.

ડુંગળી
તેનો પ્રયોગ સલાડ ના રૂપ માં કરી શકાય છે.  તેના પ્રયોગ થી લોહી નો પ્રવાહ ઠીક રહે છે, નબળાં હ્રદય વાળા જેને ગભરામણ રહેતી હોય તે અથવા તો હ્રદય ના ધબકારાં વધી જતાં હોય તેવાં લોકો માટે ડુંગળી બહુ જ ફાયદાકારક છે.

ટામેટા
તેમાં વિટામીન સી, બીટાકેરોટીન, લાઇકોપીન, વિટામીન અને પોટશિયમ અઢળક માત્રામાં હોય છે.  જેનાથી હ્રદય ની બીમારી ઓછી થઇ જાય છે.

દુધી
તેના પ્રયોગ થી કોલેસ્ટ્રોલ સ્તર સામાન્ય અવસ્થામાં આવવું શરૂ થઇ જાય છે.  તાજી દુધીનો રસ નીકાળીને ફુદીના 4 પાન, તુલસી ના 2 પાન તેમાં નાખી ને તેને દિવસ માં બે વાર પીવું જોઇએ.

લસણ
ભોજન માં તેનો પ્રયોગ કરો.  સવાર ના સમયે ખાલી પેટે બે કળીઓ પાણી સાથે લેવાથી ફાયદો મળે છે.

ગાજર
વધતાં જતાં ધબકારા ને ઓછા કરવાં માટે ગાજર બહુ લાભદાયક છે.  ગાજર નો રસ પીવો, શાકભાજી ખાવી અને સલાડ ના રૂપે પ્રયોગ કરવો.

Post Comments