Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શું તમે પણ રેસ્ટોરન્ટમાં પીરસાતા અથાણાં ખાવાના શોખીન છો?

- જો જો ક્યાંક હોટલનાં અથાણાંનો ચસકો તમારું સ્વાસ્થ્ય ન બગાડે

અમદાવાદ, તા. 02 ઑગષ્ટ 2017, બુધવાર 
 
આજકાલની ફાસ્ટ લાઇફમાં ભાગદોડ સાથે રિફ્રેશમેન્ટ પણ જરૂરી છે. દરરોજ ઘરના એક જ ટેસ્ટથી કંટાળીને લોકો અલગ-અલગ રેસ્ટોરન્ટમાં અવનવી વાનગીઓ ટેસ્ટ કરવી તે સામાન્ય વાત બની ગઇ છે. ગુજરાતીઓને તો ગુજરાતી થાળી વગર ચાલે જ નહીં! પરંતુ, સ્વાદના શોખીન ગુજરાતીઓ વિવિધ રેસ્ટોરન્ટમાં વિવિધ પ્રકારના વાનગીઓ ટેસ્ટ કરતા હોય છે.  પરંતુ આ અવનવા ટેસ્ટ માણવામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. 
 
આજે રેસ્ટોરન્ટમાં દુનિયાભરની વેરાયટી મળી રહે છે. ઇન્ડિયન ડિશ ઉપરાંત ચાઇનીઝ, મેકિસકન, થાઈ કે ઇટાલીયન જેવી અનેક પ્રકારની વેરાયટિઝ લગભગ દરેક રેસ્ટોરન્ટમાં ઉપલબ્ધ હોય છે. કોઇ પણ રેસ્ટોરન્ટમાં પોતાની મનપસંદ ડિશ હજુ તો ઓર્ડર જ કરી હોય છે ત્યાં તો ટેબલ પર ડુંગળીની સ્લાઈસ અને ખાટાં અથાણાંનો બાઉલ ધરવામાં આવે છે. સ્વાભાવિક છે કે ભૂખ્યા તરસ્યા વ્યક્તિ ડિશની આવવાની રાહ જુએ ત્યાં સુધી અથાણાં અને ડુંગળી ખાવાનું શરૂ કરી જ દેતા હોય છે. કેટલાક વિસ્તારમાં મળતા અથાણાંના કન્ટેનર હોટલના અથાણાંની એસિટીક સાક્ષી પૂરે છે. 
 
ખાસ કરીને મરચા, ગાજર અને કેરીના અથાણાં નાંખીને સેસિટીક એસિડ દ્વારા ખટાશ ઉભી કરીને બનાવેલા આ અથાણાંની ખારાશ એટલી તીવ્ર હોય છે કે પેટમાં ગયા પછી તેનો કડવો અનુભવ થાય છે. મોટાભાગના વ્યક્તિઓએ આ પ્રકારના અથાણાં ખાવાના શોખીન હોય છે. ઘરે બનાવવામાં આવતા ખાટા અથાણામાં લીંબૂ નાંખવામાં આવે છે. જે નેચરલ એસિટીક એસિડ છે. પરંતુ રેસ્ટોરન્ટમાં મળતા ખાટા અથાણાંમાં કેમિકલયુકત એસિટીક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
રેસ્ટોરન્ટમાં કેમિકલયુક્ત ખાટા અથાણાં શરીરમાં એસિડિટી ઉભી કરે છે. બ્લડ પ્રેશરની તકલીફવાળા દર્દી દ્વારા આ પ્રકારનાં અથાણાં ખાવાથી શરીરમાં મીઠાનું પ્રમાણ વધે છે. જેના લીધે બ્લડ પ્રેશર વધવાનું જોખમ રહે છે. ઘણીવાર આ પ્રકારના અથાણાં લાંબા સમયથી સંગ્રહી રાખ્યા હોવાથી પેટ ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે. વધારે પ્રમાણમાં આ પ્રકારના ખટાશયુક્ત અથાણાં બનતા હોવાથી ઘણીવાર અશુદ્ધીઓ પણ રહી શકે છે. 
 
એસિડિટીની સમસ્યાથી પીડાતા લોકોમાં પણ અથાણાંના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જમ્યા પછી થતી એસિડિટી પણ વધી શકે છે. આખો દિવસ અપચો અને બેચેની પણ થઇ શકે છે. માટે જો અથાણું ચાખતા વધારે એસિડીક અસર મહેસુસ થાય તો અથાણું ખાવાનું ટાળો. સસ્તામાં મળતા આ પ્રકારના અથાણાં હોજરી માટે ઘણાં જોખમી પુરવાર થઇ શકે છે. લાંબા સમયથી સંગ્રહી રાખેલાં અથાણાં પણ શરીર માટે નુકશાનકારક છે.  

Post Comments