Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી હોય છે લીંબૂ

- લીંબૂમાં રહેલ પોષકતત્ત્વ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે

- જાણો, લીંબૂથી થતા ફાયદાઓ વિશે...

અમદાવાદ, તા. 11 ફેબ્રુઆરી 2018, રવિવાર 
 
ગરમીઓમાં લીંબૂ પાણી પીવું હોય અથવા તો સલાડમાં લીંબૂનો તડકો લગાવવો હોય ક્યાંય પણ જો લીંબૂનો ફ્લેવર ન હોય તો બધુ ફીક્કુ ફીક્કુ લાગવા લાગે છે. લીંબૂના રસમાં કેટલાય પોષક તત્ત્વ રહેલા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જાણો, લીંબૂની છાલથી થતા ફાયદાઓ વિશે... 
 
- આપણા શરીરમાં કેટલાય ઝેરી પદાર્થ હોય છે. આ પદાર્થ ન માત્ર આપણા શરીરને અંદરથી નબળું બનાવે છે, પરંતુ આ સાથે જ આપણી અંદર આલ્કોહોલ અને અન્ય નુકશાનદાયક ખાદ્ય પદાર્થોના સેવનની લાલચ પણ વધારે છે. લીંબૂની છાલ પોતાના ખાટ્ટા સ્વાદ અને સ્વભાવને કારણે, આ ઝેરી પદાર્થને દૂર કરવામાં મદદ કરે છે. 
 
- લીંબૂની છાલ તમારા હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેમાં ઉચ્ચ માત્રામાં કેલ્શિયમ અને વિટામિન સી હોય છે, જે હાડકાંને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. 
 
- મોંના સ્વાસ્થ્યને ઠીક રાખવામાં પણ લીંબૂની છાલ ઘણી મદદગાર સાબિત થાય છે. લીંબૂની છાલમાં એવા તત્ત્વ હોય છે જેમાં કેન્સર સેલ ખત્મ કરવાની ક્ષમતા હોય છે. 
 
- લીંબૂની છાલમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે જેના કારણે હાર્ટ યોગ્ય રીતે કામ કરે છે. આ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરવામાં પણ મદદ કરે છે. 

Post Comments