Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાણો, તુલસીના રસનો કેવી રીતે સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરશો

- તુલસીનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે

નવી દિલ્હી, તા. 19 મે 2017, શુક્રવાર 
 
તુલસીના રસથી મેલેરિયા, ઉલ્ટી, હેડકી, ભૂખ ઓછી લાગવી, કાર્યક્ષમતા વધારવી, બ્લડ કોલેસ્ટ્રોલ ઓછુ કરવું, શરદી, દુખાવા, બાળકોના રોગ, હૃદય રોગ વગેરેમાં લાભ થાય છે. અડધી ચમચી તુલસીનો રસ અથવા તુલસીના પાનનું રોજ સેવન કરો. 
 
ખાંસી : તુલસીના 25 પત્તા, 10 મરી 200 ગ્રામ પાણીમાં નાંખીને ઉકાળો. તે ઠંડું થાય પછી તેને ગાળીને એક બોટલમાં ભરી લો. ત્રણ-ત્રણ ચમચી રસનું ત્રણવાર સેવન કરો. ખાંસી ઠીક થઇ જશે. 
 
કફ : તુલસીના રસથી કફમાં રાહત મળે છે, આ સાથે જ શ્વાસનળી પણ સાફ થઇ જાય છે. 
 
શક્તિવર્ધક : ખાલીપેટે દરરોજ સવારે તુલસીનો રસ પીવાથી શક્તિમાં અને યાદશક્તિમાં વધારો થાય છે. 
 
ચા : તુલસીની દસ પત્તા એક કપ પાણીમાં નાંખીને ઉકાળીને ગાળીને પીઓ. તુલસીના પાનને સુકવીને પાઉડર બનાવીને પણ રાખી શકો છો. ચામાં નાંખીને પણ તેનું સેવન કરી શકો છો. 
 
ખાંસી-શરદી, તાવ : દસ તુલસીના પાન સાથે 4 લવિંગ લઇને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ રોક સોલ્ટ નાંખીને ગરમ તુલસીના રસનું સેવન કરો. આ રસનું ત્રણ દિવસ સુધી દિવસમાં બે વાર સેવન કરો. 

Post Comments