Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટેન્શનમાં આટલું કરો

આધુનિક જીવનશૈલીમાં માત્ર શહેરીજનો જ નહીં, નાના નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો પણ ભારે માનસિક તાણનો અનુભવ કરે છે. તેમાંય નોકરી કરતી માનુનીઓને આખું અઠવાડિયું ઘર-પરિવાર, ઓફિસ અને પ્રવાસ વચ્ચે શટલ-કોકની જેમ  અથડાતાં રહેવું પડે છે.

આવી સ્થિતિમાં વીક-એન્ડમાં જો ઘરે મહેમાન આવવાના હોય તો અઠવાડિયાના બાકી રહી ગયેલાં કામ  સાથે મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવાની, તેમના સ્વાગતની અન્ય તૈયારી કરવાની વધારાની જવાબદારી તેમના ઉપર આવી પડે છે. સ્વાભાવિક રીતે જ જે તે માનુની ખૂબ ટેન્શનમાં આવી જાય છે, પરંતુ ટેન્શનને કારણે કામ કરવાની ગતિ ઘટે છે અને ભૂલ થવાની ભીતિ વધે છે. નિષ્ણાતો કહે છે  કે માનસિક રીતે સ્વસ્થ રહીને કામ કરવા આટલું કરો.

=    દર કલાકે પાંચ મિનિટ માટે બ્રેક લો. એક બ્રેક વખતે તમારું મનગમતું સંગીત સાંભળો, બીજા બ્રેકમાં થોડું વાંચી લો અને ત્રીજા અંતરાલમાં આંખ મીંચીને પડયા રહો. આ સમય દરમિયાન કામ આટોપવાના વિચારો કોરાણે મૂકી દો. હળવા થવાં તમને ગમતી બીજી કોઈ પ્રવૃત્તિ કરી શકાય. કાંઈ નહીં તો બારીની બહાર નજર નાખો.

=    કામ શરૃ કરવાથી પહેલા કયું કામ પહેલાં કરવું અને કયું પછી તે નક્કી કરી લો. મોટા મોટા કામ પહેલા આટોપી લો જેથી થાકી જવાય તોય નાના નાના કામ કરવામાં ઝાઝી મુશ્કેલી ન નડે.

=    જે કામ તમને એકલાને જ કરવાનું હોય તેને પ્રધાન્ય આપો. જે કામમાં પતિ-બાળકો કે પછી ઘરકામવાળી બાઈનો સાથ લેવાનો હોય તે કામનું એડજસ્ટમેન્ટ તેમના સમય મુજબ કરો.

=    ગમે તેટલું કામ હોય તોય જમવાનું ન ટાળો. બલ્કે ભોજન લેવા માટે વધારાની પાંચથી ૧૦ મિનિટ ફાળવો. આરામથી ટીવી જોતાં જોતાં કે કશુંક વાંચતા વાંચતા જમો. આમ કરવાથી તમે સારી રીતે જમી શકશો અને તમારામાં નવી શક્તિ અને ઉર્જાનો સંચાર થશે.

Post Comments