Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેદસ્વી મહિલાઓની સમસ્યા

નકારાત્મક અભિગમને પગલે તેમને વધુ ભૂખ લાગે છે અને તેઓ વધુ ખાય છે. પરિણામે તેમની સ્થૂળતા પણ વધતી જાય છે

મહિલાઓનો માસ ઇન્ડેક્સ ૨૭ સુધી પહોંચે તોય તેની કાયામાં આવેલો ફેરફાર તરત જ તેના જીવનમાં ઘણો ફેરફાર કરી નાખે છે.

સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે સ્થૂળકાય લોકો આળસુ હોય છે. તેઓ આખો દિવસ ખા ખા કરે છે અને તેમનામાં શિસ્તનો અભાવ હોય છે. અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં તાજેતરમાં કરવામાં આવેલા સંશોધનમાં જણાઈ આવ્યું હતું કે આ બીબાઢાળ માન્યતા પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ લાગુ પડે છે. માનુનીનું થોડું વજન વધે તોય તેને તરત જ એ વાતનો ખ્યાલ આવી જાય છે, જ્યારે પુરુષોનું થોડુંઘણું વજન વધે તોય તેમને તેનો આભાસ નથી થતો. તેઓ જ્યારે વધારે પડતા સ્થૂળકાય થઈ જાય ત્યારે તેમને પોતાનું વજન વધી ગયાનો અહેસાસ થાય છે.

'ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબેસિટી'માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માનુનીઓનો બોડી માસ ઇન્ડેક્સ ૨૭ સુધી પહોંચે તોય તેની કાયામાં આવેલો ફેરફાર તરત જ તેના જીવનમાં ઘણો ફેરફાર કરી નાખે છે. જેમ કે ઓફિસમાં સહકર્મચારીઓ તેની હાંસી ઉડાવે છે.

અથવા તેના અંગત સંબંધોમાં પણ પરિવર્તન આવી જાય છે. કહેવાની જરૃર નથી કે પત્ની અથવા સ્ત્રીમિત્ર જ્યાં સુધી એકવડા બાંધાની હોય ત્યાં સુધી પતિ અથવા પુરુષ મિત્ર તેના તરફ ખેંચાણ અનુભવે છે. પરંતુ જો તેના શરીર પર ચરબીના થર જામવા માંડે તો તેનું આકર્ષણ ઘટી જાય છે.

જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે માનુની ભારે માનસિક તાણ અનુભવે છે. તેને કંટાળો આવે છે, તે ઉદાસ-હતાશ થઈ જાય છે. વળી વાતવાતમાં તેમને ગુસ્સો આવે છે. આ પ્રકારના નકારાત્મ અભિગમને પગલે તેમને વધુ ભૂખ લાગે છે અને તેઓ વધુ ખાય છે. પરિણામે તેમની સ્થૂળતા પણ વધતી જાય છે. આ વિષચક્રમાં ફસાયેલી સ્ત્રી માટે વજન ઓછું કરવાનું વધુ મુશ્કેલ બની જાય છે.

સ્થૂળકાય મહિલાઓમાં હતાશાનું પ્રમાણ બમણું હોય છે. તેમનો આત્મ વિશ્વાસ ઘટી જાય છે. સંશોધન મુજબ આવી પરિસ્થિતિનો સામનો દર પાંચ સ્ત્રીએ એક પુરુષ કરે છે.

Post Comments