Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'સ્વાદ' નહિ, શરીરને પોષે તે જ ખરું ભોજન

તાણને લીધે તન-મનને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે એન્ટિઓક્સિડન્ટ લો. ઘેરા લાલ, કેસરી, લીલા  રંગના ફળો અને શાકભાજી ખાઓ

શિયાળાની ઋતુમાં સુકા મેવા આપણા શરીરને હૂંફ આપે છે. વળી આ સિઝનમાં પાચનશક્તિ સારી હોવાથી તેને પચાવવાં પણ અઘરાં નથી પડતાં. આમ છતાં ઘણાં લોકોને સુકા મેવા ઝટ પચતા નથી.

નિષ્ણાતો કહે છે કે જો કાજુ, બદામ, પિસ્તા જેવા પૌષ્ટિક સુકા મેવા ન પચતા હોય તો તેને રાત્રે પલાળી રાખો. સવારના તેને મસળીને ખાઈ જાઓ અને તેનું પાણી પણ પી જાઓ. અથવા તે એકદમ ચાવી ચાવીને ખાઓ.

આ ઉપરાંત શિયાળાની મોસમ એટલે આખા વર્ષ માટે તબિયત બનાવી લેવાની ઋતુ. આખું વર્ષ સ્વસ્થ રહેવા માટે સૌથી પહેલા જંક ફુડ ખાવાનું બંધ કરો. માત્ર ઠંડીના દિવસોમાં જ નહીં, બારેય માસ. જો તમને સમજ ન પડતી હોય કે જંક ફુડ કોને કહેવું તો બહારનું ખાવાનું સદંતર બંધ કરી દો.

પ્રિ-પેકેજ્ડ કે કેન્ડ ફુડ ખાવાનું ટાળો, તેમાં પુષ્કળ કેલેરી, પ્રિઝર્વેટિવ્ઝ અને સોડિયમ હોય છે જો પચવામાં ખૂબ ભારે પડે છે. તેને કારણે એસિડિટી પણ થાય છે અને ક્યારેક ત્વચા પર ફોલ્લીઓ થવાની શક્યતા પણ રહે છે.

ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્યપ્રદ હોય છે એ વાતમાં શંકાને સ્થાન નથી. આમ છતાં તે પ્રમાણભાન જાળવ્યા વિના ખાવામાં આવે તો ત્વચા પર ફોલ્લીઓ ઉપસી આવે છે.

વળી જો તમે માનસિક તાણની સ્થિતિમાં કે પછી બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે વધારે સ્પ્રાઉટ્સ ખાઈ લો તો તે હાનિકારક  પુરવાર થાય છે. આમ છતાં જો તમને ફણગાવેલાં કઠોળ ખાવાં જ હોય તો બાફીને ખાઓ.

વધારે પડતી શર્કરા લેવાનું ટાળો. તેનાથી યુરિક એસિડનું સંતુલન ખોરવાય છે, તેવી જ રીતે એકી વખતે એક કરતાં વધારે ફળ ખાવાને બદલે એક જ ફ્રુટ ખાઓ. ફળોના રસમાં શર્કરા વધુ હોવાથી જ્યુસ પીવાને બદલે ફળ સમારીને ખાઓ.

માનસિક તાણને લીધે તન-મનને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે એન્ટિઓક્સિડન્ટ લો. ઘેરા લાલ, કેસરી, લીલા રંગના ફળો અને શાકભાજી ખાઓ. શિયાળાની સવારમાં ફણગાવેલા કઠોર શરીરને બારે માસનું પ્રોટિન પુરુ પાડે છે.

ખાસ કરીને ઠંડીનું પ્રમાણ વધવાથી તેની સીધી અસર પાચન શક્તિ પર પડતી હોય છે તેથી એવો ખોરાક લેવો જોઇએ કે પાંચન શક્તિને સુદ્રઢ કરવા સાથે શારીરિક તંદુરસ્તીમાં પણ વધારો કરે છે. આમ તો કઠોરનો રોજિદા આહારમાં ઓછો ઉપયોગ કરવામાં આવે છે. જો કે ઉંમર ,ઋતુ અને શારીરિક ઉપાધીઓને ધ્યાનમાં રાખી નિયમિત કઠોર આહાર લેવો.

Post Comments