Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાડકા માટે હાનિકારક છે વાયુ પ્રદૂષણ, ફ્રેક્ચર થવાનું જોખમ વધી શકે છે

- ઑસ્ટિયોપોરોસિસથી પીડિત દર્દી માટે વાયુ પ્રદૂષણ વધારે ઘાતકી સાબિત થઇ શકે છે

- વાયુ પ્રદૂષણથી બોન ડેન્સિટીને ઘણું નુકશાન થાય છે

અમદાવાદ, તા. 13 નવેમ્બર 2017, સોમવાર
 
ઑસ્ટિયોપોરોસિસથી પીડિત દર્દીઓ માટે વાયુ પ્રદૂષણ વધારે ઘાતકી સાબિત થઇ શકે છે. અમેરિકામાં થયેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે હવામાં રહેલા નાના-નાના કણ (પીએમ 2.5)થી બોન ડેન્સિટીને નુકશાન થાય છે અને ફ્રેક્ચર થવાનું જોખમ વધી શકે છે. ન્યૂયૉર્કના કોલંબિયા વિશ્વવિદ્યાલયના મેલમેન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું છે. રિસર્ચ અનુસાર, સિગરેટના ધુમાડામાં રહેલ ઝેરી પદાર્થની જેમ વાયુ પ્રદૂષણ સોજો અને ઑક્સીડેટિવ તણાવ સર્જી શકે છે, જેનાથી હાડકાઓને નુકશાન પહોંચી શકે છે. 
 
આ વાતને સામે લાવવા માટે શોધકર્તાઓએ બે સ્ટડી કરી. પહેલા તેમણ વર્ષ 2003થી લઇને 2010 સુધી ઑસ્ટિયોપોરોસિસથી થતા ફ્રેક્ચરના કારણે હૉસ્પિટલમાં ભર્તી થયેલા લોકોની આંકડાકીય માહિતી એકઠી કરી. આ દર્દીઓની ઉંમર 60 વર્ષથી ઉપર હતી. નિષ્કર્ષ મળ્યું છે કે વાયુમંડળના નાના કણ હાડકાઓને નુકશાન પહોંચાડે છે જે વૃદ્ધ લોકોમાં ફ્રેક્ચર થવાની શક્યતાઓ વધારી દે છે. 
 
બીજા અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ બોસ્ટન ક્ષેત્રમાં 692 પુરુષો પર સર્વે કરવામાં આવ્યું હતું. આ સહભાગીઓનું સરેરાશ આયુષ્ય 47 હતી. તેમણે જાણ્યું કે મોટરના ઉત્સર્જનના પ્રદૂષિત કણો અને કાળા કાર્બનના ઉચ્ચ સ્તરવાળા ક્ષેત્રોમાં રહેતા એડલ્ટ્સમાં પેરાથાઇરૉઇડ હૉર્મોનનું સ્તર ઘણું નીચું છે. જે એક મહત્વપૂર્ણ કેલ્શિયમ અને હાડકાથી સંબંધિત હૉર્મોન છે. તેનો અભાવ હાડકાને નબળા બનાવી દે છે. શોધકર્તાઓએ પણ પાયું કે જે પુરુષ આ પ્રદૂષણના ઓછા સંપર્કમાં આવે છે, તેમની બોન ડેન્સિટીમાં ઓછું નુકશાન થયું છે અને તેમનામાં ફ્રેક્ચર થવાની સમસ્યા પણ ઓછી જોવા મળી છે. 
 
શોધ દરમિયાન જાણવા મળ્યું કે અમેરિકામાં દર વર્ષે લગભગ 20 લાખ ઑસ્ટિયોપોરોસિસથી થતા ફ્રેક્ચરના કેસ સામે આવ્યા છે. શોધકર્તાઓએ નિષ્કર્ષ કાઢ્યું છે કે સિગરેટના ધુમાડા અને વ્યાયામ ન કરવાની સાથે જ ફ્રેક્ચર થવાનું એક સૌથી મોટું કારણ વાયુ પ્રદૂષણ પણ છે. 

Post Comments