Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જ્યેષ્ઠોનું શ્રેષ્ઠ ભ્રમણ - Veena World

સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહ પંચાવન-સાઈઠ વર્ષથી વધુ બધા માટે તે છે. ઊલટું, અહીં તો તમને, એટલે કે, પુરુષોને પુરુષ-મહિલાઓને મહિલા પાર્ટનર આપવાની જવાબદારી વીણા વર્લ્ડને માથે લઈએ છીએ. આથી જ 'નો સિંગલ સપ્લીમેન્ટ ચાર્જ-સંપૂર્ણપણે રૃમ શેરિંગ ગેરન્ટી.'

મેડિસીન રિવોલ્યુશનને લીધે માનવીની આયુષ્ય મર્યાદા વધી છે. આથી અઠ્ઠાવન અથવા સાઇઠમા વર્ષે વ્યાવસાયિક નિવૃત્તિ પછી કમસેકમ પંદર વર્ષ, જીવનમાં જે પણ કરવા મળ્યું નહીં હોય તો કરીને ખુશી ખુશી વિતાવવાનું. પોતાને માટે જીવવાનું, પોતાના સાથી અને સહયોગીઓ જોડે જીવવાનું, દુનિયા જોવાની, જે અશક્ય લાગતું હોય તે શક્ય કરવાનું.

આ લેખ લખી રહી છું ત્યારે લેહ વુમન્સ સ્પેશિયલ સહેલગાહ પર છું. સિનિયર સ્પેશિયલ સહેલગાહોમાં હું ખાસ હાજર રહું છું, કારણ કે આ સહેલગાહમાં અમે વીણા વર્લ્ડ ટીમ પર આશીર્વાદની ખેરાત થાય છે. પંચાવન વર્ષથી પંચ્યાશી વર્ષ સુધીના પર્યટકો એવી ધમાલ કરે છે કે તેમને જોઈને તમે પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ જશો.

અહીં ઘરે આપણે અમસ્તાજ 'અરે મમ્મી તું આ નહીં કર', 'પપ્પા, તમે આ ઝીલી નહીં શકશો, નાહક સાહસ નહીં કરો,' 'માસી, આ ઉંમરે ક્યાં પ્રવાસે નીકળી રહી છે ?' આવી જાતજાતની કાળજી દર્શાવતી સલાહ આપીને જ્યેષ્ઢોના ઉત્સાહ પર આપણે અજાણતાં જ પાણી ફેરવવાનો પ્રયાસ કરતાં હોઈએ છીએ. આજના મારા લેખનો વિષય છે 'જ્યેષ્ઢોનું શ્રેષ્ઠ ભ્રમણ.' આથી આ વિષય પર સીધી ઊતરી આવું છું.

વીણા વર્લ્ડ સાકાર થઈ ત્યારથી યુરોપ અમેરિકાથી આંદામાન કેરળ સુધી અનેક સહેલગાહ ખાસ સિનિયર સિટીઝન્સ માટે અમે આયોજિત કરી છે. આ સહેલગાહ સિંગલ હોય કે જોડી, પંચાવન વર્ષથી આગળના બધા માટે છે. ઊલટું, અહીં તો તમને સ્વતંત્ર રૃમ માટે પૈસા પણ ભરવા પડતા નથી, કારણ કે અમે તમને, એટલે કે, પુરૃષોને પુરૃષ-મહિલાઓને મહિલા પાર્ટનર આપવાની જવાબદારી વીણા વર્લ્ડને માથે લઈએ છીએ. આથી 'નો સિંગલ સપ્લીમેન્ટ ચાર્જ-સંપૂર્ણપણે રૃમ શેરિંગ ગેરન્ટી.' અર્થાત, જેમને સિંગલ રૃમ જોઈતી જ હોય તો તેઓ સિંગલ સપ્લીમેન્ટ કરીને તેવો સ્વતંત્ર રૃમ લઈ શકે છે.

હવે સિનિયર પર્યટકોની આ સહેલગાહમાં આવતી વખતે શું શું ધ્યાન રાખવું જોઈએ તેની પર એક નજર ફેરવીએ. સૌપ્રથમ સશક્ત આનંદિત મન હોવું મહત્ત્વપૂર્ણ છે. મને આ ફાવશે જ - ઝીલી શકીશ એવો આત્મવિશ્વાસ હોવો બહુ જરૃરી છે. અને તે ફાવે પણ છે.

આપણે જ મનમાંથી ગભરાતા હોઈએ છીએ. અમે દરેક બાબતમાં 'માર્ગદર્શન માટે, મદદ માટે, સંપૂર્ણપણે કાળજી લેવા માટે પડખે જ છીએ. બીજી બાબત તબિયત વિશે સતર્કતાની છે. તે સારી હોય છતાં પ્રવાસની તૈયારી કરવા પૂર્વે એકવાર પોતાના ફેમિલી ડૉક્ટરની સલાહ લેવી અને સહેલગાહમાં પ્રાથમિક દવાઓ સાથે રાખવાનું બહુ મહત્ત્વનું છે.

જો તમે કોઈ ઓપરેશન કરાવ્યું હોય અથવા તમને કોઈ એલર્જી હોય અથવા તમારી તબિયત સંબંધે કોઈ સાવધાની રાખવાની હોય તો તેવું ફેમિલી ડૉક્ટર પાસેથી મેડિકલ હિસ્ટરી તરીકે લખાવી લઈને તે પેપર જોડે રાખવું અને મોબાઈલમાં તેનો ફોટો સેવ કરી રાખવો અને તે અહીં ભારતમાં પોતાના વહાલાજન પાસે પણ રાખવાનું જરૃરી છે.

આ પછી દરેક પર્યટકે, પછી તે આઠ વર્ષનું બાળક હોય કે એંશી વર્ષના જ્યેષ્ઢ નાગરિક હોય, ટ્રાવેલ ઈન્શ્યુરન્સ કરીને સહેલગાહ પર નીકળવું જોઈએ. તમારા બુકિંગ પછી જે તે સહેલગાહની, વિદેશ સહેલગાહ હોય તો વિઝા સંબંધી માહિતી અને માર્ગદર્શન તમને અપાશે. સો ! પર્યટકો નોટ ટુ વરી વીણા વર્લ્ડ હૈ ના !'

વીણા વર્લ્ડ સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહ જ્યેષ્ઢ નાગરિકો માટે આજકાલ એક 'મસ્ટ' બાબત બની ચૂકી છે. પર્યટકો 'સિનિયર્સ આર નો મોર સિનિયર્સ ! હવે તેઓ વિશ્વ પર્યટન માટે યુવાનીના ઉત્સાહ સાથે સજ્જ થઈ ગયા છે. પીઠદર્દ, સાંધાના દર્દની કટકટ હવે ક્યાંય દૂર ભાગવા લાગી છે, કારણ કે સહેલગાહનો નવો મકસદ મળી ગયો છે ને.

આપણે આવી સહેલગાહમાં આવીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે અરે હજુ તો 'હમ બહુત કુછ કર સકતે હૈ !' દરેક સહેલગાહમાં બધાને હું બે દાખલા આપું છું. એક, આપણા સન્માનનીય વડાપ્રધાનનો. પાંસઠ વર્ષની વ્યક્તિના હાથોમાં આપણો દેશ હવાલે કર્યો છે અને યુવાનોને પણ શરમાવે અથવા સિરિયસ્લી વિચાર કરાવે એવું તેમનું દિવસનું અને પ્રવાસનું સમય પત્રક છે. બીજો દાખલો મારા પિતાનો છે.

ઉંમરના છોત્તેરમા વર્ષે તેમણે એન્ટાર્કટિકાની સફર જોશભેર પાર પાડી. તેમણે સવાર કે સાંજનું કોઈપણ એક્સકર્શન છોડયું નહીં. ભલાભલા લોકો એન્ટાર્કટિકા ડ્રેક પેસેજ પાર કરતી વખતે શસ્ત્રોહેઠાં મૂકી દે છે. જોકે મારા પિતા એકદમ ખમતીધર છે. આપણે આ કરી શકીએ એવો આત્મવિશ્વાસ સૌથી મહત્ત્વનો છે.'

હિમાલય કી ગોદમાં જ રહેલો અને આખી દુનિયાનું ધ્યાન આકર્ષનારો આપણો પાડોશી એટલે નેપાળ... સિનિયર્સ સ્પેશિયલ નેપાળ ટુર પણ એક ઉત્તમ વિકલ્પ છે. નેપાળની ઐતિહાસિક વાસ્તુ, ધાર્મિક સ્થળો, શહેરો અને મનમોહક નિસર્ગ આપણને બોલીવૂડની ફિલ્મોને લીધે પરિચિત થઈ ગયો છે. વીણા વર્લ્ડ પાસે આગામી ૨ ઓક્ટોબરે નેપાળ માટે નેપાળ પોખરા ચિતવન આઠ દિવસ સાત રાતની મસ્ત સહેલગાહ છે.

આથી આપણી સંસ્કૃતિ સાથે એકરૃપ થયેલા નેપાળની મહેમાનગતી માણવા માટે સુસજ્જ બનો. આ જ રીતે કાયમ ફિલ્મોમાં જોયેલું યુરોપ જીવનમાં એક વાર નજીકથી જોવું જોઈએ એવી સુપ્ત ઈચ્છા આપણા બધાના જ મનમાં હોય છે. તો આ લાર્જર ધેન લાઈફનો અનુભવ આપનાર યુરોપની પ્રત્યક્ષ મુલાકાત લેવા માટે વીણા વર્લ્ડ પાસે ૨૬ ઓક્ટોબરની અમેઝિંગ યુરોપ ટુર છે.

જ્યેષ્ઢો માટેની શ્રેષ્ઢ સહેલગાહના આખા વર્ષનો ખજાનો તમારી સામે અહીં આપ્યો છે. ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધી, યુરોપથી ન્યૂઝીલેન્ડ સુધી, રાજસ્થાનથી આંદામાન સુધી... તમારી પસંદગી અનુસાર સુવિધા અનુસાર અને બજેટ અનુસાર સહેલગાહ પસંદ કરો અને નીકળો સહેલગાહ પર ! એકાદ સહેલગાહ પર અચૂક મળીશું !

જાહેરાત

 

Post Comments