Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશભરની મહિલા તબીબોની કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદ મેડિકલ એસોસિએશનની મહિલા પાંખ દ્વારા શહેરમાં દેશભરની જુદી જુદી તબીબી શાખાઓની જાણીતી મહિલા ડોકટરોની એક કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં તેઓએ તેઓ જે તબીબી શાખાના નિષ્ણાત છે તેમના પર વર્તમાન વિશ્વમાં કેવી વિકસીત સ્થિતિ છે તેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેમાં મહિલા વિશ્વના સંદર્ભમાં ગાયનેક, લિવર, હાડકા, વિટામીનની ઉણપથી માંડી કોસ્મેટિક સર્જરીના વિષયો આવરવામાં આવ્યા હતા. નિવૃત્ત મહિલા જજ જ્યોત્સના યાજ્ઞિાકે મહિલા ડોકટરો મહિલા પરની અને મહિલા દ્વારા થતી ગુનાખોરી કઇ રીતે અટકાવી શકે તેના પર તલસ્પર્શી વક્તવ્ય આપ્યું હતું. આ રાષ્ટ્રવ્યાપી તબીબોને આવરતી કોન્ફરન્સને આયોજક સમિતિના ચેરપર્સન ડૉ. મોના દેસાઈ તેમજ સેક્રેટરી ડો. મરિઅમ મન્સુરીની ટીમે સફળ બનાવી હતી. વર્લ્ડ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. કેતન દેસાઇએ આ પ્રકારની કોન્ફરન્સ મહિલા તબીબોએ તેમની આગવી સૂઝ, દ્રષ્ટિ અને પ્રદાનની ભાવના સાથે યોજી તે બદલ ખુશી વ્યક્ત
કરી હતી.

Post Comments