Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મિત્રનાં માતા પિતાનું ગેસ દુર્ઘટનામાં મૃત્યુ થતાં સેન્સર બનાવવાનો વિચાર આવ્યો

ગેસ કનેક્શન સાથ જોડી શકાતું એલાર્મ ડિવાઇસ લિકેજથી થતી દુર્ઘટનાને ટાળવામાં મદદરૃપ થશે

ગેસ લિકેજની ઘટનાથી અત્યાર સુધી ઘણા લોકોનાં મૃત્યુ થયા છે. ત્યારે વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજનાં સ્ટુડન્ટસે ગેસ સિલિન્ડર અને ગેસ પાઇપ લાઇન સાથે જોડી શકાય તેવું એલાર્મ ડિવાઇસ વિકસાવ્યું છે. જેના દ્વારા જ્યારે ગેસ લિકેજ હશે ત્યારે એલાર્મ દ્વારા સંદેશ મળશે અને  દુર્ઘટના ટાળી શકાશે.

આ ડિવાઇસમાં એલાર્મ, એક્ઝોસ્ટર ફેન અને ટ્રીપીંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. ઉપરાંત  સેન્સર ગેસને સેન્સ કરી એક્ઝોસ્ટર ફેનને ઓટોમેટિક શરૃ કરશે.  એક્ઝોસ્ટર ફેન ચાલુ થવાથી ઘરની અંદર જમા થયેલો ગેસ બહાર નીકળી જશે જેથી મોટી દુર્ઘટના ટાળી શકશે.

સાથે એલાર્મ વાગવાથી આસપાસના લોકોને ગેસ લિકેજની જાણકારી મળી શકશે. જેનાં દ્વારા ફાયર સ્ટેશનને જાણ કરી શકાય. સ્ટુડન્ટસે આઇડિયા વિશે વાત કરતા કહ્યું કે, તેમના ગૂ્રપમાં એક મિત્રનાં માતા-પિતા ગેસ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા ત્યારે બીજા લોકોને બચાવવા માટે આવું કોઈ ડિવાઇસ વિકસાવવાનો વિચાર આવ્યો હતો.

મોબાઇલ સાથે પણ જોડી શકાશે

વર્તમાન સમયમાં પ્રોજેક્ટમાં સેન્સર હોવાથી ગેસ લિકેજ થતા જ એક્ઝોસ્ટ ફેન શરૃ થાય છે અને ટ્રીપીંગ સિસ્ટમ ગેસ કનેક્શનને બંધ કરે છે. જ્યારે એલાર્મ દ્વારા લોકોને જાણકારી મળે છે. પરંતુ આગામી સમયમાં બીજા કેટલાક સેન્સર ઉમેરવાથી સિસ્ટમને મોબાઇલ સાથે જોડીને ગમે ત્યાથી ઓપરેટ કરી શકાશે. જેનાં દ્વારા સુરક્ષામાં વધારે થશે.

ગેસ સાથે સહેલાઇથી લગાવી અને દૂર કરી શકાય

ગેસ દુર્ઘટનામાં લોકોનાં મૃત્યુઆંક કેવી રીતે ઘટાડી શકાય અને લોકોને સુરક્ષા આપી શકાય તે વિશે કામ કરવાનું શરૃ કર્યું. હાલમાં અમે 'એઇડ બાય ઇલેક્ટ્રોનિક્સ' પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી દુર્ઘટના ટાળી શકાય તેવું ડિવાઇસ વિકસાવ્યું છે. સિસ્ટમને ગેસ સિલિન્ડર અને ગેસ લાઇન સાથે સહેલાઇથી લગાવી અને દૂર કરી શકાય છે. - ફેનિલ, ગોપાલ, શ્રીજીત અને સાકિબ

Post Comments