Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિકલાંગતાની વિઘ્નદોડથી સિદ્ધિઓના શિખર સુધી

આપણાં શરીરનું એક અંગ એકાએક કામ કરતું અટકી જાય તોકોઇ અકસ્માતમાં હાથમાં કે પગમાં ફેક્ચર થઇ જાય તો તો આપણું જીવન જાણે અટકી જાય. આપણે ઘાઘા થઇ જઇએ. અને હાથનો કે પગનો પાટો ક્યારે છૂટશે તેના દિવસો ગણવા લાગીએ. જ્યારે પાટામાંથી મુક્તિ મળે ત્યારે જિંદગીની જંગ જીતી ગયા હોય એમ ખુશીનો પાર ન રહે. પણ એ પાટો ક્યારેય છૂટવાનો જ ન હોય, આપણે આપણા પગ ઉપર ક્યારેય ઊભા રહી શકવાના જ ન હોય તો..બધું જ જાણે થંભી જાય. તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે જે લોકો આપણા જેવા જ સાજા સારા હોય અને અકસ્માતમાં કાયમ માટે ડિસેબલ બની જાય તેમની સ્થિતિ કેવી થતી હશે? આજે ઇન્ટરનેશનલ ડે ઓફ ડિસેબલ પર્સનના દિવસે આવા લોકોની વ્યથા એમના શબ્દોમાં જાણીએ.
વિષ્ણુભાઇએ પગ ગુમાવ્યા પરંતુ હિમ્મત અને આવડતથી ધારી સફળતા મેળવી
ખામીનો સ્વીકાર કરી પગભર બની પ્રગતિ કરવી જોઇએ
બેવર્ષ સુધી સામાન્ય બાળકોની જેમ હરતાં ફરતાં વિષ્ણુભાઇ પટેલ માતા સાથે તળાવમાં નાહવા ગયાં. આવીને સૂઇ ગયાં. ઊઠયા ત્યારે પોલિયોગ્રસ્ત થઇ ગયા હતા. તેમના બંને પગમાં તકલીફ થઇ. અનેક દવાઓ કરાવા છતાં તેઓ સાજા ન થયા. સ્કૂલમાં મૂક્યા પણ સ્કૂલે જવાને બદલે ફરવા જતાં રહે, સ્કૂલ છૂટે ત્યારે ઘરે પહોંચે. વિષ્ણુભાઇ કહે છે,'મારા માતાપિતાની સ્થિતિ સારી નહોતી. તેઓ ખેતરમાં મજૂરી કરતા. મને ભણવું ગમતું નહી, પણ ગામના બે-ચાર વડીલોએ મને સમજાવ્યો કે તું ભણીશ તો જ તારો ઉદ્ધાર થશે. મને તેમની વાત સ્પર્શી ગઇ. તેથી મેં અભ્યાસમાં ધ્યાન આપવાનું શરૃ કર્યું અને ક્લાસમાં હંમેશા પહેલો નંબર લાવતો. હું સામાન્ય બાળકોની જેમ ચાલી શકતો નહીં. મારે ચાલવા બે લાકડીનો ઉપયોગ કરવો પડતો. અમારી સ્કૂલ તળાવને પેલે પાર હતી. એક કાકા રોજ મને સ્કૂલે લેવા મૂકવા આવે. જેથી મને તકલીફ ન પડે અને બાકીના વિદ્યાર્થીઓ મારું દફતર લઇ લેતાં. આમ કરતાં કરતાં એસએસસી પાસ કર્યું. પી.ટી.સી કરતો હતો ત્યારે સરકારી નોકરીની જાહેરાત આવી. મેં એમાં ફોર્મ ભરી ઇન્ટરવ્યૂ આપ્યું. જેમાં મારું સિલેક્શન થઇ ગયું. થોડા સમય પછી ગાંધીનગરમાં બદલી થઇ. હું અમદાવાદ આવીને સ્થાઇ થયો. એ દરમિયાન લગ્ન થયા અને બે બાળકોનો પિતા પણ બન્યો. અત્યારે બંને સંતાનોના લગ્ન પણ થઇ ચૂક્યા છે. રોજ અમદાવાદથી ગાંધીનગર સચિવાલયમાં અપડાઉન કરતો હતો. બધું સેટલ થઇ જતાં મેં વીઆરએસ લઇ લીધું. નોકરી કરતો હતો ત્યારે બિલીંગ, એકાઉન્ટ, ટેન્ડરની તપાસ વગેરે વર્ક કોમ્યુટરમાં કરતો હતો. હવે એ શીખેલી વસ્તુનો ઉપયોગ કરી પાર્ટ ટાઇમ કામ કરું છું.'પાંચ દાયકા વટાવી ચૂકેલા વિષ્ણુભાઇને અનેક તકલીફો પડી પણ હિંમત હાર્યા વગર તેઓ આગળ વધતા ગયાં. તેઓ કહે છે, 'આપણામાં જે ખામી હોય તેનો સ્વીકાર કરીને પગભર બની, પ્રગતિ કરવી જોઇએ. કોઇની ઉપર ડિપેન્ડ ન રહેવું જોઇએ.
જીવનના સંઘર્ષો સામે અડીખમ ઝઝૂમ્યા
જિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ...  આ ફિલ્મની કડી આપણે ચોક્કસ સાંભળી હશે પરંતુ હકીકતમાં જિંદગીની હારને જીતમાં ફેરવી દેનાર કરમસદ ગામ ખાતે રહેતા પ્રતાપભાઇ માધરને જ્યારે એક ટ્રક અકસ્માતમાં ઘૂંટણથી નીચેના બન્ને પગ ગૂમાવ્યા ત્યારે તેમને જીવનના સૌથી કપરાં ચઢાણનો સામનો કરવો પડયો હતો પરંતુ બન્ને પગ ગૂમાવી દેવા છતા તેઓને ક્યાકેય નિરાશા ન થયા તેઓ તેમના જીવનના સંઘર્ષ સામે અડીખમ ઝઝૂમતા રહ્યા અને આજે તેઓ કોઇ પણ કાર્ય કરતા અચકાતા નથી અને ઉત્સાહપૂર્વક જીવનના તમામ પ્રસંગને માણે છે. ખરેખર જિંદગીની સાચી જીત આ જ છે. આજની પેઢીના યુવાનોએ પ્રતાપભાઇની આ હિંમત અને ઝનૂનને જોઇને પ્રેરણા લેવી જોઇએ. તેઓ કહે છે કે આજે હું દરેક વસ્તુ નોર્મલ વ્યક્તિની જેમ કરી શકું છું અને સ્વસ્થ જીવન જીવું છું.
વિકલાંગતા હોવા છતાં ભાવેશભાઇ દેસાઈ દરરોજ ૧૫૦ કિ.મી. અપડાઉન કરે છે
રોજ જોબ માટે ૧૫૦ કિલો મીટરનું અંતર કાપી, ત્રણ વાહન બદલી અપ-ડાઉન કરવાનું હોય તો ક્યારેક તો કંટાળો આવી જાય. એમાં વ્યક્તિ જો ડિસેબલ હોય તો વધારે તકલીફ પડે. પણ મન મક્કમ હોય તો હિમાલય પણ સર કરી શકાય. એમાં ઘાટલોડિયામાં રહેતાં ભાવેશભાઇ દેસાઇનો સમાવેશ કરી શકાય. એમ.એ, બી.એડ, એમ.ફીલ કરી ચૂકેલા ભાવેશભાઇ ક્લાસ વન ઓફિસરની પરીક્ષાઓ આપે છે અને નળસરોવર પાસે આવેલા સાહપુર ગામની સરકારી શાળામાં શિક્ષક છે. તેઓ કહે છે, 'હું નાનો હતો ત્યારે બીમાર પડયો જેમાં મને એક પગે પોલિયો થઇ ગયો. તેથી સ્ટિક વગર ચાલી શકતો નથી. હું નોર્મલ વ્યક્તિની જેમ વિવિધ પ્રકારની રમત રમી શકતો નહીં, જેનું મને પહેલાં દુઃખ થતું, પણ હવે મેં સ્વીકારી લીધું છે, કારણ કે દુઃખી થવાથી જે તકલીફ છે તે દૂર નથી થવાની. તેના કરતાં જીવનનો ગોલ નક્કી કરી તેને એચીવ કરવા પ્રયત્ન કરવો જોઇએ. જે હું કરી રહ્યો છું. મેં અત્યાર સુધી જે એચીવ કર્યું છે એમાં પરિવારનો મને સપોર્ટ છે. હવે તો સરકાર પણ અનેક મદદ કરી રહી છે. પરંતુ વિદેશમાં વિકલાંગને જે માન સન્માન મળે છે તે આપણે ત્યાં આપવામાં આવતું નથી. વિકલાંગને દયાની દૃષ્ટિએ જોવામાં આવે છે. એવું કરવાને બદલે મિત્રભાવ રાખવો જોઇએ.
અકસ્માતમાં પગ ગુમાવનાર અમૃતભાઇ મ્યુનિ.માં સર્વિસ ઉ૫રાંત HIV અંગે જાગૃતિ ફેલાવે છે
યુવકે ભરયુવાનીમાં પગ મૂક્યો હોય, મૂછના દોરા ફૂટયા હોય અને અકસ્માતમાં બંને પગ ગુમાવવાનો વારો આવે ત્યારે એ આઘાત સહન કરવો બહુ મુશ્કેલ છે. જેમાંથી રાણીપમાં રહેતાં અમૃતભાઇ દેસાઇ પસાર થઇ ચૂક્યાં છે. તેઓ કહે છે, 'અભ્યાસ પૂર્ણ કરી મેં પ્રાઇવેટ કંપનીમાં જોબ શરૃ કરી હતી. એ દરમિયાન ટ્રેન પકડવા દોડયો અને મારો અકસ્માત થતાં ૮૦ ટકા અપંગ બની ગયો. મારા બંને પગ સાથળથી નીચે સુધી કપાવા પડયા અને જયપુર ફૂટ નાંખવા પડયા. એ પછી ઘોડીની મદદથી ચાલી શકું છું. અમારામાં નાનાપણમાં લગ્ન કરી નાંખવામાં આવે છે. મારા લગ્ન પણ થઇ ચૂક્યા હતાં પણ હું વિકલાંગ બનતાં એમણે મારી સાથે ડિવોર્સ લઇ લીધા. એ સમયે તો હું હિંમત હારી ગયો હતો પણ પરિવારનો સપોર્ટ મળતા મેં નોકરી મેળવવા અરજીઓ કરવાનું શરૃ કર્યું. તેથી મને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક વિભાગમાં સુપરવાઇઝર તરીકે જોબ મળી ગઇ છે.' જોબની સાથે સ્લમ વિસ્તારમાં એચઆઇવી અંગે જાગૃત્તિ ફેલાવવાનું કામ પણ તેઓ કરે છે. ચાલીસી વટાવી ચૂકેલા અમૃતભાઇ કહે છે,'ગમે એટલી મુશ્કેલી આવે પરંતુ આપણો વીલ પાવર મજબૂત રાખવો જોઇએ. આત્મનિર્ભર બનવાની સાથે શક્ય હોય તો સમાજ માટે કંઇ થઇ શકે તો કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.

Post Comments