Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુનિ.ની ૯૦ વિદ્યાર્થિનીનું 'વન પરિભ્રમણ'

- ગુજરાત યુનિ.ની ૪૫ કોલેજની ૯૦ વિદ્યાર્થિની પ જુનથી ૨૦ જુન દરમિયાન ફોરેસ્ટ એરિયામાં ટ્રેકિંગ કરશે

ગુજરાત યુનિવર્સિટીના યુવક કલ્યાણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસ ઉપરાંત અન્ય પ્રવૃતિઓમાં પણ એક્ટિવ રહે તે હેતુથી વર્ષ દરમિયાન વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવતી હોય છે. આ વેકેશનને ધ્યાનમાં રાખીને યુવક કલ્યાણ વિભાગ દ્વારા ૪૫ કોલેજમાંથી ૯૦ વિદ્યાર્થિનીને આબુમાં 'વન પરિભ્રમણ' (ટ્રેકિંગ) માટે મોકલવામાં આવી રહી છે. જેમાં પ્રથમ ૨૮ વિદ્યાર્થિનીની બેચ પાંચ જુને માઉન્ટ આબુ પહોંચી વિવિધ એક્ટિવિટી  કરવાનું શરુ કરી દીધું છે. જ્યારે અન્ય બે ટીમ ૧૦ અને ૧૫ તારીખે માઉન્ટ આબુ પહોંચશે.

આ અંગે વિગતે વાત કરતા યુવક કલ્યાણ વિભાગના વડા ડૉ.વી.કે. ચાવડા કહે છે કે કોલેજમાં અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ અન્ય એક્ટિવિટીમાં એક્ટિવ રહે તે હેતુથી ટ્રેકિંગ કેમ્પનું આયોજન થતું હોય છે. અત્યારે ઉનાળાની ગરમીમાં પણ ટ્રેકિંગની શોખીન વિદ્યાર્થિનીઓને યુનિવર્સિટીએ પોતાના ખર્ચે માઉન્ટ આબુમાં મોકલી છે. જ્યાં તેઓ જંગલ પરિભ્રમણ, રેપ્લિંગ, ક્લાઈમ્બિંગ, પક્ષી દર્શન, આકાશ દર્શન, ઝીપ લાઈન, નાઈટ કેમ્પ ફાયર જેવી વિવિધ એક્ટિવિટી પાંચ દિવસ દરમિયાન કરશે અને એક ગુ્રપ પરત આવશે એટલે બીજુ ગુ્રપ અહીંથી રવાના થશે.

વિશેષ માહિતી આપતા ટ્રેકિંગની તાલીમ આપતા રાજેન્દ્રસિંહ જાડેજા કહે છે કે અહીં આ ટ્રેક નોર્મલ ટ્રેક કરતા અલગ છે. ચંદ્ર કુંડ, સૂર્ય કુંડ, ગૌતમ ઋષિ, ભીમાલય જેવા આબુના વિવિધ સ્થળો જ્યાં બહુ ઓછા લોકો જાય છે તેવા ટ્રેક પર આ વિદ્યાર્થિનીઓ ટ્રેકિંગ કરી રહી છે. જંગલ પરિભ્રમણ દરમિયાન ક્યારેક તો દિવસના ૨૦ કિમીથી પણ વધુનો ટ્રેક આ વિદ્યાર્થીનીઓ પૂર્ણ કરતી હોય છે ટ્રેક  દરમિયન રસ્તામાં પર્વતો તો ખરાજ  પણ કપરા ચઢાણ ચડવા પડતા હોય છે. રાત્રી દરમિયાન વિદ્યાર્થિનીઓમાં છૂપાયેલા ટેલેન્ટને બહાર લાવવા કલ્ચરર એક્ટિવિટી અને કેમ્પ ફાયરનું પણ આયોજન થાય છે.
 

Post Comments