Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભૂલથી ચાલુ રહી ગયેલી લાઇટ એપથી બંધ થશે

VGECનાં બે વિદ્યાર્થીએ આઇઓટી બેઝ્ડ ઇલેક્ટ્રિક સિસ્ટમ બનાવી

ઘણી વખત ભૂલથી કે આળસનાં કારણે ઘરમાં લાઇટ કે પંખો ચાલુ રહી જતા હોય છે. જેથી વીજળીનો વ્યય થાય છે અને આર્થિક નુકસાન પણ થાય છે. વિશ્વકર્મા કોલેજના ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનાં સ્ટુડન્ટ આશિષ મેકવાન અને તુષાર પરમારે વીજળી બચાવવાનાં ભાગરૃપે એક આઇઓટી બેઝ્ડ સિસ્ટમનું ઇનોવેશન કરાયું છે. આઇઓટી સિસ્ટમ દ્વારા ઘરની ઇલેક્ટ્રિસિટીને કોઇપણ બીજી જગ્યાએથી મોબાઇલ એપ દ્વારા ઓપરેટ કરી શકાશે.

ઉપરાંત દિવ્યાંગ અને વૃદ્ધ લોકો એપ્લિકેશન દ્વારા વોઇસ સિસ્ટમથી પણ પંખો, લાઇટ, એસી, ફ્રિઝ વગેરે ઓપરેટ કરી શકશે. સિસ્ટમ દ્વારા ઘરમાં ભૂલથી ચાલુ રહી ગયેલા ઉપકરણ વિશેની માહિતી મોબાઇલમાં નોટિફિકેશન સ્વરૃપે મળશે. ઇનોવેશનને એસએસઆઇપી અંતર્ગત સહાયતા પણ મળેલી છે.

 

મહિના દરમિયાન થયેલા સેવિંગની માહિતી મળશે

આઇઓટી ડિવાઇસ લગાવવાથી ક્યું ઉપકરણ ખામીયુક્ત છે તેની માહિતી પણ મળી શકે છે. જ્યારે એપ્લિકેશન દ્વારા મહિના દરમિયાન થયેલા સેવિંગની માહિતી પણ મળી જશે. વર્તમાન સમયમાં મોટી કંપનીઓ દ્વારા આ પ્રકારની સર્વિસ આપવામાં આવે છે. જે પ્રમાણમાં ઘણી મોંઘી છે, જ્યારે અમે ૭૦૦૦નાં ખર્ચે પંખા અને લાઇટની સર્વિસ આપી શકીએ છીએ. - આશિષ અને તુષાર

વોઇસ રેક્ગનાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ

પ્રોજેક્ટમાં વાઇફાઇ મોડયુલનો ઉપયોગ કરાયો છે. જેની મદદથી સ્વીચબોર્ડને મોબાઇલ અથવા લેપટોપ સાથે જોડી શકાય છે. ઉપકરણને અવાજથી સંચાલિત કરવા માટે વોઇસ રેક્ગનાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાયો છે.

 

Post Comments