Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાષ્ટ્રીય એક્તાનો સંદેશો આપવા કર્ણાટકથી અમદાવાદ સુધી સાઇકલ યાત્રા કરી

દેશની અખંડિતતાને વધુ મજબૂત કરવા મુંબઇથી શાંતિ, સદ્દભાવ અને એકતાનો સંદેશો લઇને નીકળેલા નાગરાજ ગૌડા થોડા દિવસ પહેલાં અમદાવાદ સાબરમતી આશ્રમ આવી પહોંચ્યા હતા
શુંતેમ માનો છો કે ૫૦ વર્ષની ઉંમર ધરાવતો વ્યક્તિ સાઇકલ લઈને એક હજાર કિલોમીટર અંતર કાપી શકે? તો જવાબ મળશે ના. પરંતુ આ વાતને સાચી કરી બતાવી કર્ણાટકના નાગરાજ ગૌડાએ. આજે દરેક વ્યક્તિને દેશ માટે કંઇક કરી શકવાની ભાવના મન હોય છે. દેશની અખંડિતતાને વધુ મજબૂત કરવા મુંબઇથી શાંતિ, સદ્દભાવ અને એકતાનો સંદેશો લઇને નીકળેલા નાગરાજ ગૌડા થોડા દિવસ પહેલાં અમદાવાદ સાબરમતી આશ્રમ આવી પહોંચ્યા હતા. તેઓ મુંબઇથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઇ સુધી અંદાજે એક હજાર કિલોમીટર જેટલું અંતર કાપશે. અને આ દરમિયાન રસ્તામાં આવતા નાના ગામડાઓ અને શહેરોમાં લોકો સર્વધર્મ સમભાવની વાત કરશે.
અમદાવાદમાં તેઓએ સાબરમતી ગાંધીઆશ્રમ ખાતે રોકાયા હતા જ્યાં તેઓએ ગાંધી આશ્રમની મુલાકાતે આવનારા લોકોને રાષ્ટ્રીય એકતા જળવાઇ રહે તે અંગે વાત કરી હતી. ઉપરાંત અમદાવાદ શહેરની વિવિધ જગ્યાએ ફરીને લોકો સાથે સર્વધર્મ સમભાવ, વિશ્વશાંતિ, રાષ્ટ્રીય એકતા, પાણી બચાવો, હરિયાળી બચાવો, ભાઇચારા જેવી બાબતો અંગે વાર્તાલાપ કર્યા હતા. આ અંગે વધુ વાત કરતા નાગરાજ ગૌડા કહે છે કે ગાંધીવાદી વિચારધારા ધરાવતા ડૉ.એસ.એન.સુબ્બારાવ ગત વર્ષે યોજાયેલી સદભાવના રેલીમાંથી પ્રેરણા લઇને હું વિશ્વશાંતિનો સંદેશો લોકો સુધી પહોંચે તે હેતુથી મુંબઇથી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી સાઇકલ યાત્રા કરી હતી. મેં આશ્રમમાં પાંચ દિવસ રોકાણ કર્યું હતું અને આશ્રમમાં આવતા મુલાકાતીઓને મળી રાષ્ટ્રીય એક્તા અને વિશ્વશાંતિ અંગેના મારા અનુભવો શેર કર્યા હતા.
 

Post Comments