Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મીઠાંના વિવેકપૂર્ણ ઉપયોગનો સંદેશો આપવા ન્યૂઝીલેન્ડના કૃષ્ણભક્તની દાંડીયાત્રા

મીઠાંના વિવેકપૂર્ણ ઉપયોગનો સંદેશો આપવા ન્યૂઝીલેન્ડના કૃષ્ણભક્તની દાંડીયાત્રા
હું એકલો નથી, કૃષ્ણ મારી સાથે છે, ગુજરાતી લોકોની મહેમાનગતી માણીશ ઃ જોન હર્બિનસ
ન્યુઝીલેન્ડના નાગરિક જોન હર્બિસન મીઠાંના વિવેકપૂર્ણ ઉપયોગ માટે 'ઈનફ સોલ્ટ' નામની ઝૂંબેશ કરી છે. આ માટે તેઓ ૧૨મી નવેમ્બરથી દાંડીયાત્રાએ નીકળશે. જોન હર્બિનસ જોકે તેમનું ન્યૂઝીલેન્ડનું નામ છે. પરંતુ ઈસ્કોન સંપ્રદાય અપનાવ્યા પછી તેમને યશોદા દુલાલ એવું ભારતીય નામ મળ્યું છે. અત્યારે પશ્ચિમ બંગાળમાં રહેતા દુલાલ ચારેક વર્ષ પહેલા દ્વારકાધીશના દર્શને આવ્યા હતા. ત્યારથી તેમણે દાંડીયાત્રા કરવાનું નક્કી કર્યું હતું. ગાંધીજીએ મીઠાંનો કાયદો ભંગ કરવા માટે અમદાવાદના સાબરમતી આશ્રમથી દક્ષિણ ગુજરાતના દાંડી સુધીની કૂચ કરી હતી. એ રસ્તે જ દુલાલ સફર કરશે.
દાંડીયાત્રા વિશે વાત કરતા દુલાલે કહ્યું હતું કે અમારા સ્વામી પ્રભુપાદનો સંદેશો છે કે જીવનમાં કંઈ વધુ કે ઓછુ ન હોવું જોઈએ. દરેક ચીજ માફકસરની હશે તો જ સારી લાગશે. મીઠાંનું પણ એવુ જ છે. મીઠું શરીરમાં વધે તો નુકસાન કરે, ઘટે તો પણ નુકસાન કરે. માટે મીઠાંને માત્ર ખાવાની ચીજ તરીકે જોવાને બદલે આધ્યાત્મિક રીતે જોવું જોઈએ. એ રીતે તેઓ મીઠાંને એક નવતર દૃષ્ટિથી જોઈ રહ્યાં છે. દુલાલ આ પ્રવાસ એકલા જ કરશે. રસ્તામાં જ્યાં જરૃર પડશે ત્યાં ગુજરાતી લોકોની મદદથી ખાવા-રહેવાની વ્યવસ્થા કરશે. એ કહે છે કે આમ તો હું એકલો દેખાવ છું, પણ મારી સાથે કૃષ્ણ છે પછી કોઈનો ડર નથી. ૬૨ વર્ષના દુલાલ અગાઉ પણ ગુજરાત આવી ચૂક્યા હોવાથી ગુજરાતી પ્રજાની મીઠાશનો પણ અનુભવ છે. તેમના ગુરુ એ જ તેમને ચાલવાની સલાહ આપી હતી. એટલે એ ચાલીને નવેક વખત ભારત ભ્રમણ કરી ચૂક્યા છે. ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરના મૂળ વતની દુલાલે ગુજરાતી મહિલા સાથે લગ્ન કર્યા છે. પરંતુ એ પરિવાર વર્ષો પહેલા જ કલકતા શિફ્ટ થયો હતો. એ પરિવારનું મૂળ વતન કરાડી હતું, જ્યાં દાંડીયાત્રા સમાપ્ત કર્યા પછી ગાંધીજી રહ્યા હતા. માટે સાસરા પક્ષ તરફથી પણ દુલાલને ગાંધીવિચાર અને દાંડીની માહિતીનો વારસો મળ્યો છે. ચાલીને યાત્રા પર નીકળેલા દુલાલનો ઈરાદો આગામી માસની પૂનમ સુધીમાં દાંડી પહોંચવાનો છે.

Post Comments