Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુરુ-શિષ્યની પરંપરા આજના યુગમાં બિઝનેસ બની ગઇ છે

- ૮૩ વર્ષીય ઓડિસી નૃત્યકાર ગુરૃશ્રી સુધાકર સાહુ કહે છે કે,

શિક્ષણમાં ગુરૃ-શિષ્ય પરંપરા રહી નથી અને શિક્ષણ આજે એક બિઝનેસ બની ગયો છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય-સંગીત સાથે ભાષા જ્ઞાાન પણ આવશ્યક છે. જેને ભાષા જ્ઞાન ના હોય તે અભિનય શું કરશે? શાસ્ત્રીય નૃત્ય અને સંગીત એક તપશ્ચર્યા છે. તેમાં સમય ફાળવવો પડે. પરંતુ અફસોસ આજની પેઢી આ પરંપરાને ભૂલી ગઈ છે. આ શબ્દો છે મૂળ ઓરિસ્સાના ઓડિસી શાસ્ત્રીય નૃત્યકાર ૮૩ વર્ષીય ગુરૃશ્રી સુધાકર સાહુના. તેઓએ જે.જી. કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાયેલી ત્રિ દિવસીય 'તાલીમ શિબિર'માં સ્ટુડન્ટ્સને પોતાના અંદાજમાં અભિનય અને શાસ્ત્રીય નૃત્ય સંગીત વગેરેનું માર્ગદર્શન આપ્યું હતું.

ગુરૃશ્રી સુધાકર સાહુના પિતા દુર્યોધન સાહુ ફૉક સિંગર હતા. પિતા પાસેથી તેઓએ સંગીત અને ગાયન શીખ્યા. ત્રીજા ધોરણમાં હતા ત્યારે તેઓ  ઘર છોડીને કટ્ટક ખાતે અન્નપૂર્ણા થિયેટર ક્લબમાં ગયા ત્યાં તેમના ગુરુ ડૉ. દેવપ્રસાદ દાસ પાસે થિયેટર શીખ્યું. તાજેતરમાં તેઓને રાષ્ટ્રપતિના હસ્તે અભિનય માટેના 'સેન્ટ્રલ સંગીત નાટક અકાદમી' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારતીય શાસ્ત્રીય નૃત્ય-સંગીત અંગે વાત કરતા ગુરૃશ્રી સુધાકર સાહુ કહે છે કે, આજની પેઢી આ ક્ષેત્રમાં સમય આપી શકતી નથી. તેમના પિતા પણ તેઓને ડૉક્ટર કે એન્જિનિયર બનાવવા માંગે છે. કારણ કે આ એક સાધના છે, જેટલો સમય આપીએ એટલું શીખી શકાય. પહેલાં લોકો ભક્તિ, નિષ્ઠા અને લગનથી શીખતા પણ આજે એવું રહ્યું નથી. ગુરુ-શિષ્યની પરંપરા જ રહી નથી. પહેલાંના સમયમાં દેશમાં બે કે ત્રણ સારા ડાન્સર હતા. જેથી ચાન્સ વધારે મળતો પણ આજે ઠેર ઠેર બિઝનેસ જેવું છે.  જેમ આઈઆઈએમ મેનેજમેન્ટનું, એનઆઈડી ડિઝાઈનિંગનું કામ કરે છે તેવી રીતે દેશમાં પણ ભારતીય શાસ્ત્રીય સંગીતને લઈને પણ યુનિવર્સિટી હોવી જોઈએ એમ માનતા તેઓ કહે છે કે, સરકાર પાસે આ અંગે કોઈ અપેક્ષા રાખવી નકામી છે.

ઓરિસ્સા ગર્વમેન્ટ દ્વારા મને મહિને ૧૦૦૦ રૃપિયા પેન્શન મળે છે. નૃત્ય-સંગીતમાં ભાવ, રસ અને ભાષાનું ખૂબ જ મહત્વ છે. આ તમામ ઉમેરીને જે પ્રસ્તુતિને કરી શકાય એવી કૃત્તિઓ હૃદયને સ્પર્શી જાય છે.
 

Post Comments