Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

છેલ્લા ત્રણ દશકથી ચીન દુનિયાના વિવિધ દેશો સાથે વ્યાપારી યુદ્ધમાં ઉતર્યું છે

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં'ટ્રેડ વૉર' વ્યાખ્યાન યોજાયું

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં યોજાયેલા વ્યાખ્યાનમાં પ્રો.રમેશભાઇ.બી.શાહે અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર યુદ્ધના 'ટ્રેડ વૉર' વિશે વાત કરતા કહ્યું કે, આ વ્યાપાર યુદ્ધની શરૃઆત અમેરિકાએ  કરી છે. અમેરિકાએ પહેલી માર્ચથી પોલાદ ઉપર ૨૫ ટકા અને એલ્યુમિનિયમ ઉપર ૧૦ ટકા જકાત નાખી હતી. ત્યારે એ સમયે લાગતું હતું કે અમેરિકા દુનિયાના બધા દેશો સાથે વ્યાપાર યુદ્ધમાં ઉતરવા માંગે છે પણ પછીના દિવસોમાં અમેરિકાએ ચીન સામે મોરચો માંડયો હતો.

અમેરિકાએ ચીનથી આયાત થતી ૧૩૦૦ ચીજ પર જકાત નાખવાની જાહેરાત કરી છે એની સામે ચીને પણ અમેરિકામાંથી થતી આયાતો ઉપર જકાત નાખવાની  જાહેરાત કરી છે. આમ વ્યાપાર યુદ્ધની શરૃઆત અમેરિકાએ કરી હોવાથી તે  એક ખલનાયક તરીકે ઉપસી આવે છે. છેલ્લા ત્રણ દસકાથી ચીન છૂપી રીતે દુનિયાના અન્ય દેશો સાથે વ્યાપારી યુદ્ધમાં ઉતરેલું છે એટલે કે ચીન પોતાની  નિકાસો  વધારવા માટેના બધા જ નુસખાઓ અપનાવીને આયાતોને સીમિત રાખવા માટેના પગલાં ભરે છે.

દુનિયાની નિકાસોમાં ચીનનો હિસ્સો ૧૪ ટકા છે જ્યારે આયાતોમાં  ૧૦ ટકા છે. આમ નિકાસોની સરખામણીમાં  આયાતો ઓછી કરે છે અને એ રીતે પોતાના દેશમાં રોજગારી વધારે છે અને બીજા દેશોમાં રોજગારી ઉપર પ્રતિકૂળ અસર પહોંચાડે છે. અમેરિકા અને ચીનની 'ટ્રેડ વૉર' જો વધુને વધુ વિશ્વવ્યાપી બની તો ભારતને એની માઠી  અસર થવાનો સંભવ છે, કારણ કે આઠથી દસ ટકાના દરે ભારતે વૃદ્ધિ કરવી હોય તો તેની નિકાસમાં પંદરથી વીસ  ટકાનો વધારો કરવો પડે, જે અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર યુદ્વના  ટ્રેડ વૉરના માહોલમાં શક્ય નથી.

Post Comments