Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જંગલો ખૂબ ઓછા બચ્યા છે જો તે રિઝર્વ નહી થાય તો ખતરો ઊભો થશે

સાયન્સ સિટી ખાતે વર્લ્ડ વેટલેન્ડ ડે સંદર્ભમાં અવેરનેસ કાર્યક્રમ યોજાયો, જેમાં ઇન્ડિયન એન્વાયરમેન્ટ સાયન્ટિસ્ટ અફરોઝ અહમદે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ૨ ફેબુ્રઆરી, ૨૦૧૮ એ વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગ રૃપે શહેરમાં આવેલી સાયન્સ સિટી ખાતે એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની વિવિધ શાળાના ૩૦૦થી વધુ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓને સમજ અપાઈ હતી કે વેટલેન્ડમાં જમીનમાં થતા પાક, પાણીમાં રહેતા જીવો આ બધાનો પણ સમાવેશ થાય છે. વેટલેન્ડનું રક્ષણ કરવું બધી રીતે ખૂબ જરૃરી છે. વેટલેન્ડ બાયોડાઇવસટી માટે ખૂબ જરૃરી છે. તેવું આ પ્રોગ્રામ દરમિયાન વિદ્યાર્થીઓને સમજાવાયું હતું. આ કાર્યક્રમમાં અફરોઝ અહમદ (ઇન્ડિયન અન્વાયરમેન્ટ સાયન્ટિસ્ટ) હાજર રહ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે આવનારી પેઢી માટે આ ખતરા સમાન છે. જે આપણા  જૈવિક ચક્ર પર અસર કરશે. પહેલાના સમયમાં જેટલા જંગલો હતા તેની સરખામણીમાં હવે જંગલો ખૂબ ઓછા બચ્યા છે. નદી, નળ, તળાવ, સરોવર વગેરેનું રક્ષણ કરવું ખૂબ જરૃરી છે. દર વર્ષની જેમ આ વર્ષે આ દિવસની થીમ આપવામાં આવી હતી.  જેમાં શહેરી વિસ્તાર માં વેટલેન્ડ નું રક્ષણ કેમ કરી શકાય તેની પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ખૂબ ગંભીર સમસ્યા આવનારા વર્ષો માં થઇ શકે છે. આવનારી પેઢી આ બાબત ને ધ્યાનમાં રાખીને કુદરતી સંસાધનોનો ઉપયોગ કરે તેવી મારી વિનંતી છે.
 

Post Comments