Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદની રથયાત્રા શરૂ થયાનું સાચું વર્ષ કયું 1869 કે 1878 ?

- અમદાવાદનો લોકોત્સવ એટલે રથયાત્રા

અમદાવાદનો લોકોત્સવ એટલે રથયાત્રા. અત્યારે રથયાત્રાની તૈયારીઓ રંગેચંગે ચાલી રહી છે. જગન્નાથ મંદિરની આ રથયાત્રા ૧૪૧મી હોવાનું માને છે પણ સત્તાવાર ડોક્યુમેન્ટ્સ એટલે અંગ્રેજોની જીઓગ્રાફિકલ ડિક્શનરી 'ગેઝેટીયર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી' પ્રમાણે ગુજરાતની સૌથી મોટી રથયાત્રાનું ૧૪૯મું વર્ષ છે. પહેલાંના જમાનામાં છાપાં કે અન્ય માધ્યમો નહોતા અને ઈતિહાસ સાચવવાની તકેદારી આપણા પૂર્વજો લેતા નહોતા. બ્રિટીશરો એ આપણો ઈતિહાસ સાચવવાની જહેમત લીધી છે અને તેમણે બનાવેલા ગેઝેટિયરમાં જે-તે જગ્યાની નાની-નાની વિગતો પણ સચવાયેલી જોવા મળે છે. આજે પણ જૂની કોઈ માહિતીની વાત હોય કે જૂના કોઈ રેકોર્ડ જોઈતા હોય તો તેના માટે ગેઝેટિયરમાં લખેલા લખાણને જ સત્તાવાર માનવામાં આવે છે અને એ જ ગેઝેટિયરે રથયાત્રાની શરૃઆત ૧૮૬૯માં હોવાનું નોંધ્યું છે.

ગેઝેટિયર પ્રમાણે ૨૦૧૯માં રથયાત્રાને ૧૫૦ વર્ષ પૂરાં થશે

ગેઝેટિયર પ્રમાણે જો રથયાત્રાની શરૃઆત ૧૮૬૯મા થઈ હતી તો આવતા વર્ષે રથયાત્રાને ૧૫૦ વર્ષ પૂરા થશે. રસપ્રદ વાત એ છે કે મહાત્મા ગાંધીનો જન્મ પણ યોગાનુયોગ ૧૮૬૯માં થયો હતો અને અત્યારે ૨૦૧૯ના આખા વર્ષ દરમિયાન દેશભરમાં તેમની ૧૫૦મી જન્મજયંતી ઉજવાઈ રહી છે. એ રીતે આવતા વર્ષે જો રથયાત્રાનું ૧૫૦મું વર્ષ હોય તો તેની ઉજવણી ભવ્ય રીતે થવી જોઈએ.

ગેઝેટિયરમાં શું લખેલું છે?

ગેઝેટિયર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી વોલ્યુમ-૪ના પાના નંબર ૩૦૪ પર અમદાવાદમાં ઉજવાતા હિંદુ તહેવારોની માહિતી આપેલી જોવા મળે છે, જેમાં રથયાત્રા ઉર્ફે રથજાત્રા અંગે લખેલું છે કે જમાલપુર દરવાજેથી, આસો સુદ બીજ (જુલાઈ)ના રોજ, આશરે ૨૦૦૦ હિંદુઓ જગન્નાથની રથયાત્રામાં જોડાય છે. આ પ્રથાની શરૃઆત ૧૮૬૯માં જગન્નાથના હનમાનદાસ બાવાએ કરી હતી. ઉલ્લેખનીય છે કે મંદિરના કહ્યા પ્રમાણે રથયાત્રાની શરૃઆત ૧૮૭૮માં નરસિંહદાસજી મહારાજના હસ્તે કરવામાં આવી હતી.

ગેઝેટિયરમાં દર્શાવેલી વિગત જ સત્તાવાર ગણાય

ગેઝેટિયરની વિગતને જ સત્તાવાર માનવી જોઈએ. કારણ કે આપણી પાસે ૧૮૭૮માં રથયાત્રા શરુ થઈ તેનું કોઈ પ્રુફ નથી. વળી રત્નમણિરાવ ભીમરાવ સહિતના જૂના ઈતિહાસકારો પણ ગેઝેટિયરમાં લખેલી માહિતીને જ સત્તાવાર માનતા. અમદાવાદનો ઈતિહાસ વર્ણવતા રત્નમણિરાવના પુસ્તક ગુજરાતનું પાટનગર અમદાવાદમાં પણ ૧૮૬૯માં જ રથયાત્રા શરુ થવાનું લખેેલું છે. હા એવું બની શકે કે હનુમાનદાસ મહારાજે ૧૮૬૯માં રથયાત્રાની શરુઆત કરી હોય અને દિનપ્રતિદિન તેમાં ભક્તોની સંખ્યામાં વધારો થતો ગયો હોય. અને નરસિંહદાસજી મહારાજના વખતમાં રથયાત્રા વધારે લોકભોગ્ય બની હોય અને વધારે પ્રસિધ્ધિ પામી હોય.          

-ડૉ. રિઝવાન કાદરી, ઈતિહાસકાર

લોકોની માન્યતા જે ચાલી આવે છે તેને અમે ચાલવા દઈએ છે

ગેઝેટિયરમાં રથયાત્રા શરૃ થવા અંગે અલગ વર્ષ છે તે અંગે મને પણ માહિતી છે. પણ આપણે જે ચાલે છે તેને ચાલવા દઈએ છે. ૨ જુલાઈ ૧૮૭૮ના રોજ અમદાવાદમાં પહેલી વખત રથયાત્રા નીકળી હતી તેવું મનાય છે તે જ આપણે માનીએ છીએ. કામ વગર વિવાદ ઊભો કરવાનો મતલબ નથી. વળી ઈતિહાસ સાચવી રાખવાની શરૃઆત ૪૦-૫૦ વર્ષ પહેલા થઈ બાકી સંસાર ત્યજીને બેઠેલા આપણા સાધુ-સંતોને તો એવી ક્યાંથી પડેલી હોય?         -મહેન્દ્રભાઈ ઝા, જગન્નાથજી મંદિર ટ્રસ્ટી મંડળ

Post Comments