Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીવનની ગૂંચ ઉકેલવાની હિંમત દાખવો સુખ માત્ર વેંત છેટું છે

સંસારથી- દુનિયાથી ત્રાસેલા ભક્તે ભગવાનની છબિ સમક્ષ હાથ જોડીને ગળગળા સાદે ઇશ્વરને પૂછ્યું, 'હે ભગવાન, તેં મારી જિંદગી આટલી જટિલ કેમ બનાવી છે?' ઇશ્વરે તેને જવાબ આપ્યો, 'વત્સ, મેં તો તમને બધાને કેટલું સરળ અને આનંદદાયક જીવન આપ્યું હતું. તમે જ તેમાં કેટલા બધા ગૂંચવાડા સર્જ્યા. હવે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ તમારે જાતે જ શોધવો પડશે.' ભગવાનની વાત સાંભળીને ભક્ત ફસડાઈને બેસી પડયો કે હવે શું કરું?

જો તમે પણ આ શ્રેણીમાં આવતા હો તો તમારે ફસડાઈ પડવાની જરૃર નથી. નિષ્ણાતો જીવનને સરળ અને હર્યંુભર્યું બનાવવાની ટિપ્સ આપતાં કહે છે કે...
તમને કાંઈપણ કરવાની ઇચ્છા હોય તો તકની રાહ જોતાં બેસી રહેવાને બદલે 'જાત મહેનત જિંદાબાદ' મંત્ર અપનાવો. થોડું જોખમ લો, થોડું  સાહસ કરો અને સફળતા તમારા કદમ ચુમશે. તકની રાહ જોતાં બેસી રહેશો તો જ્યાં સુધી મોકો નહીં મળે ત્યાં સુધી જીવને ચેન નહીં પડે.

તમે જીવનમાં જે નથી મળ્યું તેને માટે બીજાને દોષિત ન માનો. તમારા જીવનમાં આવેલી સમસ્યાઓ અન્યોને આભારી છે એવો આરોપ મૂકવાને બદલે મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો અને આગળ વધવાનો માર્ગ શોધો. તમારી જવાબદારી બીજા કોઈને શિરે  મઢવાને બદલે તમારા માથે જ લઈ લો. તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો. માત્ર ગમતું કે ફાવતું કરવાને બદલે પડકારજનક કામ કરો. પડકાર ઝીલીને આગળ વધવાની તૈયારી રાખશો તો જ જીવનમાં પરિવર્તન આણી શકશો. પરિવર્તન વિનાનું જીવન સ્થગિત થયેલા પાણી જેવું થઈ જશે જેમાં લીલ બાઝી જાય અને  દુર્ગંધ આવે.

જીવનમાં જે થાય તેને સરળતાથી સ્વીકારી લો. જીવન સાથે થોડું સમાધાન કરો અને મુશ્કેલ પરિસ્થિતિ સામે થોડી લડત આપો. આ બંનેનો સંગમ સુખદ ક્ષણોનું નિર્માણ કરશે. વળી તમને નાની-મોટી મદદ કરનારનો પણ આભાર માનવાનું ન ભૂલો.

તમને પોતાને યોગ્ય લાગે તે કરો અને સમજીવિચારીને નિર્ણય લો. 'દુનિયા કે સમાજ શું કહેશે?' એવો વિચાર કરીને લેવામાં આવેલાં નિર્ણયો હંમેશાં ગૂંચવણો પેદા કરે છે. દરેક બાબતમાં પોતાની જાતને દોષ આપવાની રીત પણ ખોટી છે. બીજા કોઈની પ્રગતિ જોઈને પોતાને દોષી માનવાથી લઘુતાગ્રંથિ ઉદ્ભવે છે. બહેતર છે કે આત્મવિશ્વાસથી આગળ વધવાનો  પ્રયાસ કરો.

ભયને દૂર ભગાડો. કોઈપણ ડરનો હિમ્મતપૂર્વક સામનો કરો. કોઈપણ જાતનો ડર તમને તક ઝડપતાં અટકાવશે. અને લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા શા માટે જવું?
 

Post Comments