Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હત્યાના આરોપીઓ ગણેશોત્સવ અગાઉ ગણેશની મૂર્તિઓ બનાવવા પોતાના ઘરે આવે છે

- અમારી કળાથી પરિવારનું ગુજરાન ચાલે છે

- અમદાવાદના ગુલબાઈ ટેકરા કે જેને અમદાવાદીઓ હોલિવૂડના હુલામણા નામથી ઓળખે છે. અહીં અનેક કલાકારો વિવિધ

અમદાવાદના ગુલબાઈ ટેકરા કે જેને અમદાવાદીઓ હોલિવૂડના હુલામણા નામથી ઓળખે છે. અહીં અનેક કલાકારો વિવિધ મૂર્તિઓ બનાવવાનું કામ પેઢીઓથી કરી રહ્યાં છે. નવાઈની વાત એ છે કે, આ વિસ્તારમાં મૂર્તિ બનાવતા બે કલાકાર એવા છે કે જેઓ હત્યાના ગુનાના આરોપી છે. ગણેશભાઈ ભાટી અને કિશનભાઈ ભાટી નામના આ બંને કલાકાર સગા ભાઈ છે અને ૨૦૧૨થી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પેરોલ પર નીકળીને ખાસ મૂર્તિ બનાવવા માટે પોતાના ઘરે આવે છે. જેલના સત્તાધીશો પણ તેઓની આ કારીગરીથી આશ્ચર્યચકિત થયા અને તેઓને જેલમાં પણ માટીની મૂર્તિ બનાવવાનું કામ સોંપ્યું અને આજે તેઓએ જેલના ૭ કેદીને પણ મૂર્તિ બનાવવાની ટ્રેનિંગ આપી. જેલમાં પણ તેઓએ માટીની ગણપતિની ૧૦૧ મૂર્તિ બનાવી છે. આ બંને કલાકારોમાંથી કિશનભાઈ ભાટીએ જેલની સજા પૂરી કરી છે અને હાલ તેઓ વડોદરા ખાતે મૂર્તિઓ બનાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે ગણેશભાઈ ભાટીને પેરોલની રજા પૂરી કરવાની હોય તેઓ હાલ સજા હેઠળ છે પણ દર વર્ષે ગણેશ ચતુર્થીના તહેવારના થોડા સમય પહેલાં પેરોલ પર ઘરે આવી જાય છે અને તહેવાર પૂરો થાય તે પહેલાં તેઓ જેલમાં જતા રહે છે. આ અંગે વાત કરતા ગણેશભાઈ ભાટી કહે છે કે, ૨૦૧૨થી હું અને મારો ભાઈ પેરોલ પર જેલમાંથી બહાર આવીને મૂર્તિઓ બનાવીને પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. આ વખતે રક્ષાબંધને જ મારી પેરોલ પૂરી થાય છે અને મૂર્તિઓ બનાવવાની બાકી છે.   જો ગણેશ ચતુર્થીના ત્રણેક મહિના અગાઉ જેલમાંથી બહાર આવવાની રજા મળે તો આખા વર્ષની કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવી શકું.

Post Comments