Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિદ્યાર્થીઓ આવતીકાલનું ભવિષ્ય છે તેમણે પણ દેશ માટે નવું સંશોધન કરવું જોઇએ

વિદ્યાર્થીઓ આવતીકાલનું ભવિષ્ય છે તેમણે પણ દેશ માટે નવું સંશોધન કરવું જોઇએ
અમદાવાદના ફિઝિક્લ રિસર્ચ લેબોરેટરી(પીઆરએલ) ખાતે શ્રી હરિ ઓમ આશ્રમ પ્રેરિત વરિષ્ઠ વૈજ્ઞાાનિક પુરસ્કાર ૨૦૧૬ ડૉ.કે.કસ્તૂરીરંગનને અને બુટી ફાઉન્ડેશન પુરસ્કાર ૨૦૧૭ ડૉ.દુર્ગેશ ત્રિપાઠીને એનાયત થયો હતો. સાયન્સ અને ટેકનોલોજીમાં ઇનોવેટિવ અને આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન બદલ શ્રી હરિ ઓમ આશ્રમ પ્રેરિત વરિષ્ઠ વૈજ્ઞાાનિક એવોર્ડ અપાતો હોય છે. વર્ષ ૨૦૧૬ માટે આ એવોર્ડ  નેશનલ એજ્યુકેશન પોલિસીના ચેરમેન ડૉ.કે.કસ્તૂરીરંગનને એનાયત થયો હતો. તેઓએ ૧૯૯૪થી ૨૦૦૩ સુધી ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેઓએ એવોર્ડ ગ્રહણ કર્યા બાદ ભારતના એસ્ટ્રોફિઝિક્સ અને પ્લેનેટરી સાયન્સ રિસર્ચ સંદર્ભમાં વાત કરતા કહ્યું હતું કે, આજે મને મારી મહેનત દેખાઇ રહી છે. સખત રિસર્ચ અને મહેનતના પરિણામે અમે સંશોધનના તારણ સુધી પહોંચીએ છીએ. ખગોળ વિજ્ઞાાનમાં અમે ખૂબ જ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીએ છીએ. આજે જો અમારા રિસર્ચની થોડી ઘણી વાત કરું તો એસ્ટ્રોસેટને પીએસએલવી-એક્સએલના સહયોગથી ચંદ્રયાન ૧ને લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ સાવધાની અને રિસર્ચની જરૃર પડી હતી. અત્યારે ચંદ્રયાન ૨ માટે જીએસએલવી માર્ક-૨ના ઉપયોગથી રિસર્ચ અને કામ કરી રહ્યા છીએ અને ૨૦૧૮માં લોન્ચ કરાશે અને ભવિષ્યના પ્રોજેક્ટ વિશે વાત કરું તો એક્સ રે પોલિમીટર સેટેલાઇટ પણ ૨૦૧૯-૨૦ સુધી લોન્ચ કરવામાં આવશે તેમજ આદિત્ય એલ-૧ મિશનને પણ ૨૦૨૦ સુધી લોન્ચ કરાશે. વિદ્યાર્થીઓ આવતીકાલના સોનેરી ભવિષ્ય છે તેમણે પણ દેશ માટે કંઇક નવું સંશોધન કરવું જોઇએ. જ્યારે બુટી ફાઉન્ડેશન પુરસ્કાર ૨૦૧૭નો એવોર્ડ ડૉ.દુર્ગેશ ત્રિપાઠીને એનાયત થયો હતો તેઓએ હિટિંગ એન્ડ મેઇન્ટેનિંગ ધ સોલર કોરોનલ પ્લાઝમા ટુ અ મિલિયન ડિગ્રી પર વાત કરી હતી. સંશોધન અંગે વાત કરતા ડૉ. ત્રિપાઠી કહે છે કે આ ફિલ્ડમાં જો મારા સંશોધન અંગે વાત કરું તો એ કે મેં સોલર અલ્ટ્રા વાયોલેટ ઇમર્જિંગ પર વર્ક કર્યું છે તેમજ આદિત્ય એલ-૧ મિશન માટે ટેલિસ્કોપ પર રિસર્ચ કરી રહ્યા છીએ. ડૉ.દુર્ગેશ ત્રિપાઠી ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમિ એન્ડ એસ્ટ્રોફિઝિક્સ, પુણેના આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તેઓએ મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટયૂટ ફોર સોલર સિસ્ટમ રિસર્ચમાંથી ૨૦૦૫માં પીએચ.ડી. પૂર્ણ કર્યું છે.
 

Post Comments