Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

NIDના સ્ટુડન્ટસની ફિલ્મ ચીનના યુથ ફેસ્ટિવલમાં દર્શાવાઇ

ચીન યુથ ફિલ્મ પ્રોજેક્ટ-૨૦૧૮માં ફિલ્મ અને વિડિયો વિભાગના સ્ટુડન્ટસ ચીન ગયા હતા

હાલમાં ચીનમાં 'ચીન યુથ ફિલ્મ પ્રોજેક્ટ-૨૦૧૮' યોજાઇ ગયો, જેમાં વિશ્વભરનાં ૧૦૦ ફિલ્મ મેકિંગ સ્ટુડન્ટે ભાગ લીધો હતો. ૧૦૦ સ્ટુડન્ટમાં એનઆઇડી અમદાવાદનાં બે સ્ટુડન્ટ વરૃણ શર્મા અને પ્રમતી આનંદ સાથે પ્રોફેસર અરૃણ ગુપ્તા જોડાયા હતા. યુથ ફિલ્મ પ્રોજેક્ટનું આયોજન ચીન દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. જેમાં જુદા જુદા વિષયો પર ફિલ્મ બનાવવાની ટાસ્ક આપવામાં આવે છે.

વર્ષ ૨૦૧૮માં કુદરત, વિજ્ઞાાન, સંસ્કૃતિ અને માનવજીવન વચ્ચેનાં સંબંધો પર સ્ટુડન્ટસને શોર્ટ ફિલ્મ બનવવાની ટાસ્ક અપાઇ હતી. આ પ્રોગ્રામમાં પ્રો. અરૃણ ગુપ્તા ઇન્ટરનેશનલ ફેકલ્ટી સુપરવાઇઝર તરીકે જોડાયા હતા.

ઐતિહાસિક શહેર સુઝ્હુની મુલાકાત લીધી હતી

સ્ટુડન્ટસ ફિલ્મ બનાવવામાં મદદરૃપ થાય તે માટે ચીનનાં ઐતિહાસિક શહેર સુઝ્હુની મુલાકાત લીધી હતી. આ શહેર ગાર્ડન, કેનાલ, તળાવ, બ્રીજ અને બોનસાઇ માટે ઓળખાય છે. આ વર્ષની જેમજ વર્ષ ૨૦૧૭માં પણ એનઆઇડીનાં બે સ્ટુડન્ટસ સાથે ચીનમાં યોજાયેલા ફિલ્મ પ્રોજેક્ટમાં ભાગ લીધો હતો.

'પાથ વે' અને 'ઇન સર્ચ ઓફ ફાયરફાઇલ્સ' શોર્ટ ફિલ્મ

વરૃણ શર્મા દ્વારા બનાવવામાં આવેલી શોર્ટ ફિલ્મ 'પાથ વે'માં માર્ગદર્શક રસ્તા વિશેની વાત કહેવામાં આવી હતી. નેચર દ્વારા બનેલો રસ્તો અને ગાર્ડન માનવીના જીવનમાં કેટલા ઉપયોગી છે. જ્યારે પ્રમતી આનંદની ફિલ્મ'ઇન સર્ચ ઓફ ફાયરફાઇલ્સ'માં ફોરેસ્ટ સ્કૂલની વાત કરાઇ હતી. સ્કૂલ સિંગલ મધર દ્વારા ચલાવવામાં આવતી હોય છે.

Post Comments