Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈકોનોમી ગ્રોથમાં સ્ટાર્ટઅપ ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે

- માઇકા ઇન્ક્યુબેટરમાં યોજાયેલી ઇવેન્ટમાં પ્રો.યુ.ટી. રાવે કહ્યું કે

માઇકા અમદાવાદ ઈન્ક્યુબેટર દ્વારા ઉભરતા ઉદ્યોગ સાહસિકોના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એક સ્ટાર્ટઅપ શોકેસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટુડન્ટ્સ અને યંગ કોમ્યુનિટી દ્વારા તાજેતરમાં શરૃ કરેલા પ્રવર્તમાન ઈકોસિસ્ટમ સ્ટાર્ટઅપ પર રજૂઆતો પણ કરવામાં આવી હતી. સ્ટુડન્ટ્સે મોઈપોટ, અલગારી, ફ્લેસ્ટ્ર, હોસ્ટેક, લીગલવીઝ, લર્નર, ટુપિક, એનર્લીફ, ઈનરસેન્સ, સ્ટારડસ્ટ ટેક, ડ્વીક સ્ટુડિઓઝ, ક્રિકહીરોઝ, ઈન્ડોલિટિક્સ, સ્માર્ટમાસ્ક, ઓરા મશીનરીઝ અને પી ન્યુટ્રીશન વગેરે જેવા સ્ટાર્ટઅપનું પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. વિવિધ પ્રકારના ૧૫ સ્ટાર્ટઅપને માઈકાના પ્રેસિડન્ટ એન્ડ ડિરેક્ટર ડૉ. શૈલેન્દ્ર રાજ મહેતા અને માઈકાના ડિન ડૉ. પ્રીતિ શ્રોફે આવકાર્યા હતા. આ શોકેસ સ્ટાર્ટઅપમાં વિવિધ ડોમેન્સના બિઝનેસનો પણ સમાવેશ હતો.

આ ઈવેન્ટમાં સફળ સ્ટાર્ટઅપને રાઈઝિંગ સન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. પોતાના સાહસમાં મળેલી ઉત્કૃષ્ટ સફળતા માટે ડીએસવાયએચ, સિટી શોર, ઓઈઝોમ, શાશ્વત ક્લીનટેક એન્ડ ઈકોસ્મોબ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.  જ્યારે ડૉ. શ્રોફ કહે છે કે, ઈનોવેટર્સ ખરેખરમાં વાસ્તવિક જીવનના શિક્ષકો છે અને દરેક સંસ્થાએ સ્ટુડન્ટ્સને શીખવવાની જરૃર છે કે કેવી રીતે પોતાના વિચારોને વાસ્તવિકતામાં ઢાળી શકે. તો માઈકા ઈન્ક્યુબેટરના ચેરપર્સન પ્રો. યુ. ટી. રાવે કહ્યું કે, ઈકોનોમી ગ્રોથમાં સ્ટાર્ટઅપ ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે અને દરેક ઈનોવેટર્સનું પેશન તથા ગંભીરતાપૂર્વકથી લેવાયેલો સીમાચિહ્નરૃપ નિર્ણય લોકોને આદર્શ બનાવશે. પ્રેઝન્ટેશનમાં વિશિષ્ટ મહેમાનો અને ઓડિયન્સ સાથે પ્રશ્નોત્તરી સેશન પણ યોજવામાં
આવ્યું હતું.
 

Post Comments