Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇડીઆઇઆઇ અમદાવાદ ખાતે ઇન્ડક્શન વીકનો પ્રારંભ

- ડેવલપમેન્ટ સેક્ટરમાં રિસોર્સ પર્સન તૈયાર કરવાની જરૃર છે

ઇડીઆઇઆઇ ખાતે ૩ જુલાઇના રોજ ૯૫ સ્ટુડન્ટે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ-બિઝનેસ એન્ટરપ્રિન્યોરશીપ (પીજીડીએમ-બીઇ) અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ-ડેવલપમેન્ટ સ્ટડીઝ(પીજીડીએમ-ડીએસ)માં પ્રવેશ મેળવ્યો છે.  ઇન્ડક્શન વીક દરમિયાન પીજીડીએમ-બીઇ પ્રોગ્રામના સ્ટુડન્ટસને કારોબારની મૂળભુત બાબતો અંગે સમજ અપાશે.

આ પ્રોગ્રામનો હેતુ નવા અને ઉભરતા ક્ષેત્રોમાં વૈવિધ્યસભર બિઝનેસ, એન્ટરપ્રાઇઝની પહેલ અને વિસ્તરણ, પારિવારિક બિઝનેસનું વિસ્તરણ કરવું તથા કોર્પોરેટ સેક્ટર માટે એન્ટરપ્રિન્યોરલ મેનેજર્સ તૈયાર કરવા વગેરે પાર પાડવામાં આવશે.  કેટલાંક મોડયુલ્સમાં ટ્રેન્ડ્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇમર્જીંગ અપોર્ચ્યુનિટિઝ, કમશયલ એક્યુમેન, એમએસએમઇ ઉપર જીએસટીની અસર, માર્કેટિંગ બેઝિક્સ, બિઝનેસ કોમ્યુનિકેશન, ઇન્ટ્રોડક્શન ટુ એક્સલ અને ઔદ્યોગિક વૃદ્ધિ અને સાતત્યતા માટે સરકાર દ્વારા ઘટાડેલી નીતિથી પણ વાકેફ કરવામાં આવશે. પીજી કોર્સના એક્ટિંગ ચેરપર્સન ડૉ. મનોજ મિશ્રા કહે છે કે, સંસ્થાને ડેવલપમેન્ટ સેક્ટરમાં રિસોર્સ પર્સન તૈયાર કરવાની જરૃરિયાત સમજાઇ કે જેઓ અસરકારક રીતે પ્રોજેક્ટ્સનું અમલીકરણ અને આયોજન કરી શકે. આ કોર્સ વિદ્યાર્થીઓને સામાજીક સમસ્યા, ગ્રામિણ અને શહેરી ગરીબો માટે આજીવિકા, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલ તથા સોશિયલ એન્ટરપ્રાઇઝના નિર્માણ માટે એન્ટરપ્રેનિયરશીપના ઉકેલો પૂરા પાડવા માટેની ક્ષમતા આપે છે. પીજીડીએમ-ડીએસ કોર્સ પ્રોફેશનલને સોશિયલ ચેન્જ લીડર બનવાની તક આપે છે.

૪ ફોરેન સ્ટુડન્ટ્સ સાથે ૯૫ સ્ટુડન્ટે પ્રવેશ મેળવ્યો
ગુજરાત, મહારાષ્ટ્ર, નવી દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, ઓરિસ્સા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, તામિલનાડુ અને કેરળના ઉભરતા ઉદ્યોગ સાહસિકો આ બંન્ને પીજી કોર્સ સાથે જોડાયા છે. ૭૯ વિદ્યાર્થીઓએ પીજીડીએમ-બીઇ પ્રોગ્રામ અને ૧૨ સ્ટુડન્ટે પીજીડીએમ-ડીએસ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો છે. આ ઉપરાંત ૪ ફોરેન સ્ટુડન્ટ્સે પણ પીજી પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો છે.
 

Post Comments