Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ત્રીસ વર્ષથી રથયાત્રાના પ્રસાદ તૈયાર કરવાની સેવા આપીએ છીએ

- આખા અમદાવાદ માટે પ્રસાદની સામગ્રી ભક્તો જ લાવી આપે છે

રથયાત્રાને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે શ્રી જગન્નાથજી મંદિર ખાતે અત્યારે રથયાત્રાની તૈયારીઓ ભરપૂર જોશમાં ચાલી રહી છે. રથયાત્રાનું અભિન્ન પાસું એટલે કે મગનો અને માલપૂવાનો પ્રસાદ.

આખા અમદાવાદને આ પ્રસાદ પૂરો પાડવાનો હોઈ શ્રી જગદીશ મંદિર ખાતે જળયાત્રાના બીજા દિવસથી જ મગ વીણવાની કામગીરી શરૃ કરી દેવામાં આવે છે. આ માટે મોટી સંખ્યામાં અમદાવાદના છેડે-છેડેથી બહેનો મગ સાફ કરવાની સેવા આપવા આવી પહોંચે છે. આશરે ત્રીસેક વર્ષથી રથયાત્રા પહેલાં અમદાવાદીઓ માટે પ્રસાદ તૈયાર કરવામાં પોતાનું યોગદાન આપતી બહેનો સાથેની વાતચીત અહીં પ્રસ્તૃત છે.

આખા અમદાવાદ માટે પ્રસાદની સામગ્રી ભક્તો જ લાવી આપે છે

રથયાત્રા દરમિયાન નગરવાસીઓને ૨૫૦૦૦ કિલો મગ, કાકડી, જાંબુ, દાડમ જેવો સ્વાસ્થ્યવર્ધક પ્રસાદ આપવામાં આવતો હોય છે. નવાઈની વાત તો એ છે કે આટલા વિપુલ પ્રમાણમાં પ્રસાદીની વહેંચણી થતી હોવા છતાં મંદિર પોતે ક્યારેય પ્રસાદ માટેની વસ્તુઓની ખરીદી કરતું નથી. ઉદ્યોગપતિથી માંડીને સામાન્ય વર્ગનો માનવી પોતાની ક્ષમતા પ્રમાણે દાન કરી જાય છે.

મગનો જ પ્રસાદ શા માટે?

બધા જ ધાન્યોમાં મગને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આર્યુવેદ પ્રમાણે મગ પાચનમાં હલકા, કફ તથા પિત્તને હરનાર, ઠંડા, નેત્રને હિતકારી અને તાવને મટાડનાર છે. અને તેથી જ રથયાત્રામાં પ્રસાદ સ્વરૃપે મગનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સેવા કરવાના ઉત્સાહમાં દુખાવો ભાગી ગયો

હું ૮૫ની સાલથી એટલે કે લગભગ ૩૩ વર્ષથી કરતાંય વધારે સમયથી રથયાત્રા વખતે મગ વીણવાની સેવા આપું છું. હમણાં જ અઠવાડિયા પહેલાં લપસી પડતા કમરમાં વાગ્યું હતું પણ સેવા કરવાના ઉત્સાહમાં દુખાવો ક્યારે ભાગી ગયો ખબર જ ન પડી.

શાંતાબેન વણકર, (ઉંમર 70)

 

ઘર અને નોકરીનું કામ પતાવીને આ કામ કરીએ

હું ત્રીસ વર્ષથી અહીં રથયાત્રા સમયે સેવા આપું છું. નોકરી અને ઘરનું બધું કામ પતાવીને અહીં આવું. ભજન ગાતા-ગાતા, સુખ-દુઃખની વાતો કરતાં કરતાં સેવા આપવાનો બિલકુલ થાક નથી લાગતો.  શારદાબેન વાઘેલા, (ઉંમર ૫૦)

 

રથયાત્રાની આગલી રાત પ્રસાદની સેવા ચાલુ હોય છતાં રથયાત્રામાં તો છેક સુધી ભાગ લેવાનો જ

અમારે રથયાત્રાની આગલી રાતે છેક સવાર સુધી પ્રસાદની સેવા ચાલતી જ હોય. જેમા પાણીની સેવા હોય, કાજુ સમારવાના હોય, પ્રસાદનું બીજું કામ હોય એ કરીએ. છતાં બીજે દિવસે છેકથી છેક રથયાત્રામાં તો ભાગ લેવાનો જ.  કપિલાબેન ભટ્ટ  (ઉંમર ૭૨)

Post Comments