Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં હાર્ડવેર સ્પર્ધા સામેલ કરાઈ

સરકારના વિવિધ મંત્રાલયોની સમસ્યાઓ સોફ્ટવેર અને હાર્ડવેર વિકસાવીને હલ થાય તેના માટે 'સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન ૨૦૧૮' યોજવામાં આવી રહી છે
ગજરાત  ટેકનોલોજીકલ યુનિવસટી તરફથી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન ૨૦૧૮ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ બની રહેનારી આ ટેકનોલોજીકલ સ્પર્ધામાં ભાગ રજિસ્ટ્રેશન કરાવવાની મુદત લંબાવીને ૧૫મી જાન્યુઆરી કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા જીટીયુના વાઈસ ચાન્સેલરે કહ્યું કે ગત વર્ષે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના આયોજનમાં જીટીયુ એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ વખતે પણ જીટીયુ સંલગ્ન કોલેજોની ટીમો વધુમાં વધુ પ્રમાણમાં ભાગ લે એવી આશા છે. વર્ષ ૨૦૧૮ની હેકાથોન સોફ્ટવેર અને હાર્ડવેર એમ બે ભાગમાં યોજવામાં આવશે. સોફ્ટવેર માટેની સ્પર્ધા કલાકની રહેશે જયારે હાર્ડવેર વિકસાવવા પાંચ દિવસની સ્પર્ધા યોજવામાં આવશે. ફક્ત પાંચ કેન્દ્રોમા આ સ્પર્ધા યોજાશે જેમાં દરેક કેન્દ્રમાં ૨૦થી ૨૫ ટીમો ભાગ લેશે. આ વખતે પ્રથમવાર યોજાનારી હાર્ડવેર સ્પર્ધા માટે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. દેશના વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાનાં સ્વપ્નને સાકાર કરવા અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોની સમસ્યાઓ સોફ્ટવેર અને હાર્ડવેર વિકસાવીને હલ થાય તેના માટે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન ૨૦૧૮ યોજવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજયુકેશન, આઈ૪સી અને પરસિસ્ટન્ટ સિસ્ટમ ના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધા યોજવામાં આવી રહી છે. આ સ્પર્ધાના વિજેતાઓને પહેલું ઇનામ રૃપિયા એક લાખ, બીજું ઈનામ રૃપિયા ૭૫ હજાર અને ત્રીજું ઇનામ રૃપિયા ૫૦ હજાર આપવામાં આવશે.
 

Post Comments