Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રીમદ્ રાજચંદ્રજીએ માનવજાતિને ઉત્તમકક્ષાનું આધ્યાત્મિક જ્ઞાન આપ્યું હતું

મહાત્મા ગાંધીજીના ધર્મવિચાર પર પ્રબળ પ્રભાવ પાડનાર અને એમની આધ્યાત્મિક ભીડ સમયે માર્ગદર્શક બનનાર શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને તત્ત્વજ્ઞાાનને આવરી લઈને 'શ્રીમદ્ રાજચંદ્ર કથા-દર્શન' નામના એક વિશિષ્ટ કાર્યક્રમનું અમદાવાદમાં સર્વ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. પોતાના ટૂંકા આયુષ્યકાળ દરમિયાન શ્રીમદ્ રાજચંદ્રજીએ માનવજાતિને આધ્યાત્મિક પ્રગતિ કરી શકે એ દિશામાં ગદ્ય અને પદ્ય દ્વારા તથા ઉપદેશ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. એમણે લખેલું 'આત્મસિદ્ધિશા' કાવ્ય એ આત્માના ઉપનિષદ તરીકે પ્રસિદ્ધ છે. શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, કવન અને આધ્યાત્મિક વિચારો અંગે એમને વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં ગ્રંથ રચના કરનાર અને પ્રવચનો આપનાર પ્રસિદ્ધ સાહિત્યકાર અને ચિંતક પદ્મશ્રી ડા. કુમારપાળ દેસાઈની અમદાવાદના ચીનુભાઈ ચીમનભાઈ સભાગૃહ(એચ. કે. કોલેજ કેમ્પસ આશ્રમ રોડ)માં ચાર દિવસની વ્યાખ્યાનમાળાનું આયોજન ૧૮મી નવેમ્બર અને ૨૫મી નવેમ્બરને શનિવારે રાત્રે ૮-૦૦ વાગ્યે તેમજ ૧૯મી નવેમ્બર અને ૨૬મી નવેમ્બરને રવિવારે સવારે ૯-૪૫ વાગ્યે કર્યું છે જેમાં તેઓ એમનાં પ્રવચનોમાં આની પ્રભાવક પ્રસ્તુતિ કરશે. શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવન આજના માનવીને માટે સ્વયં એક સંદેશ બની ગયું છે. બાહ્ય ઉપાધિ અને પ્રબળવ્યાધિ વચ્ચે જીવતા માનવીને માટે એમનું જીવન સમતાનો શીળો છાંયડો બની રહ્યું. એમનાં વચનોમાં હૃદયપરિવર્તનની તાકાત હતી અને એમના આત્મલક્ષી ચિંતનમાં ભીતરમાં ખોજ કરવાનું આવાહન હતું. સવિશેષ તો આ પ્રસંગે અમદાવાદમાં પ્રથમવાર રાજપરિવારની સંસ્થાઓ શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહાર ભવન ટ્રસ્ટ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (કોબા), શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ (સાયલા), શ્રીમદ્ રાજચંદ્ર મિશન (ધરમપુર) જેવી વિવિધ સંસ્થાઓ આમાં સહભાગી બનશે. તેમજ ગુજરાત વિદ્યાસભા તેમજ ઇન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજી પણ આમાં જોડાઈ છે. વળી આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાાનના મર્મજ્ઞા એવા પૂ. સંતશ્રી આત્માનંદજી, પૂ. ભાઈશ્રી નલિનભાઈ કોઠારી, પૂ. શ્રી ગોકુળભાઈ ઉપસ્થિત રહેશે.

Post Comments