Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રિટાયર્ડ ભલે થયો પણ આજીવન શિક્ષણ આપવાનું કાર્ય કરતો રહીશ

- વિદ્યાર્થીઓએ જેમને 'અર્વાચીન યુગના સાંદિપની ઋષિ'નું બિરૃદ આપ્યું છે એવા કિરીટભાઈ જોષી કહે છે

'એક સારા શિક્ષકની ફરજ માત્ર વર્ગખંડ પૂરતી સીમિત નથી હોતી. બધા વિદ્યાર્થીઓની યાદશક્તિ અલગ-અલગ હોય છે તેમજ દરેક વિદ્યાર્થી પોતાની આગવી પ્રતિભા ધરાવતો હોય છે. પ્રેરણાત્મક દ્રષ્ટાંતો પૂરા પાડી શિક્ષકે દરેક વિદ્યાર્થીને પ્રેરણા પૂરી પાડવી જોઈએ. તથા ભારતીય સંસ્કારોનું સિંચન કરવાની સાથે વિદ્યાર્થીમાં નૈતિક મૂલ્યો તથા જીવન કૌશલ્યોનું સ્થાપન થાય તે રીતે વિવિધ પદ્ધતિઓથી અધ્યાપન કાર્ય કરવું જોઈએ.' આ શબ્દો છે ૩૭ વર્ષની શૈક્ષણિક સેવા કરનાર ડૉ. કિરીટભાઈ જોશીના. દીવાન બલ્લુભાઇ શાળાના આચાર્ય તરીકે તેઓ હમણાં જ રિટાયર્ડ થયા પરંતુ શિક્ષણ કાર્યમાંથી હજુ રિટાયર્ડ થવાની વાર છે તેવું કહેનાર કિરીટભાઇ વિરમપુરથી શિક્ષક તરીકે કારકિર્દીની શરૃઆત કરી તેઓ ૧૬ વર્ષ શિક્ષક તરીકે અને ૨૧ વર્ષ આચાર્ય તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જેમાં સૌથી વધુ ૧૩ વર્ષ તેમણે કાંકરિયા ખાતે આવેલી દીવાન બલ્લુભાઈ શાળામાં આચાર્ય તરીકે સેવા આપી હતી. તેમણે કરેલી સંનિષ્ઠ કામગીરી બદલ ૨૦૦૧માં રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો તેમજ ૨૦૦૬માં તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે રાષ્ટ્રપતિનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બ્રહ્મસ્વરૃપ પ્રમુખ સ્વામીએ પણ તેમનું એવોર્ડ અને આશિર્વાદ આપી સન્માન કર્યું હતું.

કિરીટભાઈનો પરિવાર ચાર પેઢીથી શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલો છે. પિતાએ આપેલી શિખામણ અંગે તેઓ કહે છે કે,'શિક્ષક તરીકે જોડાતા પહેલાં મારા પિતાએ માર્ગદર્શક અને પ્રેરક સૂચનો કરેલા કે તમારું શિક્ષણ એ વર્ગખંડ પૂરતું સીમિત રહેવાને બદલે સમાજ ઉપયોગી બનવું જોઈએ. અને તમારી જે કોઈ ફરજો છે તેને તમારા ઉપરી અધિકારીઓ જોવે કે ન જોવે મહત્તમ રીતે તેને ન્યાય આપવા પ્રયત્ન કરવો જોઈએ.'

આજની શૈક્ષણિક પદ્ધતિ અંગે તેમણે કહ્યું કે,'આજની શિક્ષણ અને મૂલ્યાંકન પદ્ધતિમાં બહુ મોટા બદલાવની જરૃર છે. એથી વિશેષ શાળાકિય શિક્ષણ અને તેના મૂલ્યાંકન એટલે કે મેરિટને કોઈ પણ ઉચ્ચ શાખાના અભ્યાસના પ્રવેશ માટે અવશ્ય સ્થાન આપવું જોઈએ.'

કિરીટભાઈએ શિક્ષક-વાલી-વિદ્યાર્થીના સહયોગથી કરેલા સામાજિક કાર્યો

  • ૭ રોગનિદાન કેમ્પ કરી ૩૦૦૦થી વધુ દર્દીને નિષ્ણાત પાસેથી મફત પ્રાથમિક સારવાર તેમજ માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યા.
  • ૩ નેત્રયજ્ઞા દ્વારા ૭૦૦થી વધુ જરૃરિયાતમંદ દર્દીને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરાયું
  • ૨૫ જેટલા રક્તદાન કેમ્પના આયોજન દ્વારા ૨૩૦૦ વધુ યુનિટ રક્ત એકત્ર કરીને રેડક્રોસ સોસાયટીને સોંપ્યું
  • સરખેજ વિસ્તારની ૧૦ પ્રાથમિક શાળામાં ઉપયોગી વિજ્ઞાાનના સાધનો પૂરા પાડયા
  • શાળાના શિક્ષકો વચ્ચે જ્ઞાાનનું આદાન-પ્રદાન કરવાના કાર્યક્રમોનું આયોજન કર્યું
  • ૩૨ કન્યાને કન્યા કેળવણીમાં સહયોગી બનવાના હેતુથી કન્યા કેળવણી બોન્ડ પૂરા પાડયા
  • છેલ્લા આઠ વર્ષથી શાળાના વિદ્યાર્થીઓને દિવાળીના સમયે દારૃખાનું ફોડવાની જગ્યાએ ઝૂંપડપટ્ટીમાં જઈ મિઠાઈ વિતરણ તેમજ વ્યસનમુક્તિ, સ્વચ્છતાનું મહત્વ, શિક્ષણની અગત્યતા જેવા કાર્યક્રમોનું આયોજન કર્યું.
  • વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને ગ્રામ્ય વિસ્તારોમાં લઈ જઈ ગ્રામસફાઈ, અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ,ચોખ્ખા પાણીનું મહત્વ જેવા કાર્યક્રમોનું આયોજન કર્યું
     

Post Comments