Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધીરજ રાખો એમ જ સિદ્ધિઓના દ્વારે પહોંચાય છે

આઇસીએસઇ બોર્ડના ધોરણ ૧૦ અને ૧૨ (સાયન્સ-કોમર્સ)ના રિઝલ્ટ

ગઇકાલે આવેલા આઇસીએસઇ બોર્ડના ધોરણ ૧૦ અને ૧૨ (સાયન્સ-કોમર્સ)ના રિઝલ્ટમાં અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખૂબ સારા પર્સન્ટેજ સાથે ઉત્તીર્ણ થયા છે. ગુજરાત બોર્ડ અને સીબીએસઇ બોર્ડ કરતાં આઇસીએસઇ બોર્ડના ટોપર્સ વિદ્યાર્થી તેમના અનુભવ શેર કરતા કહે છે કે, પ્લાનિંગ, ધીરજ, સમજણ અને મેડીટેશન તમને ધારી સફળતા અપાવે છે. તમે વાંચન અને પ્રેક્ટિસ પાછળ ૧૦૦ ટકા આપો જ ધાર્યું પરિણામ આવી શકે છે. જે વિદ્યાર્થી આઇસીએસઇ બોર્ડમાં યોગ્ય ગોલ સેટ ન કરે તો અસફળ રહે છે. જોકે આ સાથે સાઇડ એક્ટિવિટીમાં પણ વિદ્યાર્થીએ ઇન્વોલ્વ રહેવું જોઇએ.

સ્પોટ્ર્સમાં નેશનલ લેવલ અને બોર્ડમાં પણ અવ્વલ

ઝેનાબ વેલ્ડિંગવાલા

૯૬.૮ % - ધોરણ ૧૦

આનંદનિકેતન

મેં મારી રૃટિન લાઇફમાં કોઇ બદલાવ કર્યો નહતો. પરંતુ હું પહેલેથી રાત્રે વાંચવા ટેવાયેલી છું. તેથી એક્ઝામની તૈયારી પણ મેં રાતે વાંચીને જ કરી હતી. ઓનલાઇન આવતા પેપર્સ સોલ્વ કર્યા હતા. જેનો ફાયદો મને એક્ઝામમાં થયો છે. મારા પરિવારમાં માતા-પિતા ઉપરાંત નાનો ભાઇ અને બહેન પણ છે. પિતા બિઝનેસ કરે છે. જ્યારે માતા હાઉસ વાઇફ છે.

ટયુશન નહોતા પરંતુ માર્ક્સ મેળવવાની પ્રબળ ઇચ્છા હતી

વિશ્વેસ કાનાણી

૯૩.૫ % - ધોરણ ૧૦

એસજીવીપી

હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો એટલે કોઇ પર્સનલ રૃટિન હતું જ નહી. બધાની સાથે જ અભ્યાસ કરવાનો હતો. એક્ઝામ માટે ટયુશન રાખ્યા નહોતા. પરંતુ મને બોર્ડમાં સારો દેખાવ કરવાની ઇચ્છા હતી. તેથી મેં વાંચનમાં ૧૦૦ ટકા આપ્યા જેનું પરિણામ આવ્યું છે. મારા પરિવારમાં માતા અને પિતા બંને ડૉક્ટર છે. મને પણ આગળ ડૉક્ટર બનવાની ઇચ્છા છે.

સારા માર્ક્સ મેળવવા માટે ફેન્ડ્સ સાથે પાર્ટી કરવાનું ટાળ્યું

ચાર્મી જોધપુરા

૯૫.૨% - ૧૨ સાયન્સ

આનંદનિકેતન

એક્ઝામની તૈયારી તે પુરા વર્ષ દરમિયાનની જ હોય છે પરંતુ છેલ્લા ત્રણ મહિના વધારે હતી. જેમાં હું બહાર પાર્ટી કરવા, ફ્રેન્ડ્સ સાથે આઉટીંગમાં જવાનું ટાળતી હતી. જેથી સારી રીતે એક્ઝામની તૈયારી કરી શકી. ઉપરાંત એક્ઝામમાં મારા ફેમિલીનો સપોર્ટ પણ રહ્યો હતો. માતા પોસ્ટલ વિભાગમાં કર્મચારી છે. જ્યારે પિતા સોફ્ટવેર એન્જિનિયર છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ ફક્ત સ્ટડી માટે કરતો

અનિષ પટેલ

૯૨.૬ % - ૧૨ સાયન્સ

જેજી ઈન્ટરનેશનલ

મેં બોર્ડની શરૃઆતથી જ મારી તૈયારીઓ શરૃ કરી દીધી હતી. આખું વર્ષ ફક્તને ફક્ત સ્ટડી પર જ ફોકસ રાખ્યું હતું. સોશિયલ મીડિયાનો ઉપયોગ ફક્ત સ્ટડી મટીરિયલની આપલે માટે તેમજ ટીચર્સ જોડે કોન્ટેક્ટમાં રહેવા માટે કરતો. મારે  યુએસ જઈને બાયોલોજીમાં પ્રિમેડિસીન કરવું છે. હું કાર્ડિયોલોજીસ્ટ કે ન્યુરોસર્જન બનવા માંગુ છું.

૯૦ ઉપર માર્ક્સ મેળવીશ તેવી માનસિકતા પહેલેથી જ બાંધી હતી

શ્રેયશ સોનાર

૯૦.૨૦ % -- ૧૨ કોમર્સ

એસજીવીપી

હોસ્ટેલનું રૃટિન ખૂબ સરળ અને વાંચન માટે સારૃં હતું. ૯૦ ઉપર માર્ક્સ મેળવીશ જ તેવી માનસિકતા મેં બહૂ પહેલેથીજ બાંધી રાખી હતી. મને એજ્યુકેશન સિવાય ડાન્સ અને સિંગિંગ જેવા વિષયોમાં પણ રસ છે. મારા પરિવારમાં માતા-પિતા અને બે બહેનો છે. પિતા મહારાષ્ટ્રમાં જ્વેલર્સની શોપ ચલાવે છે, જ્યારે માતા હાઉસ વાઇફ અને બહેનો અભ્યાસ કરે છે.

ન્યુરોજીનેટિક્સમાં રિસર્ચ કરવું છે

ક્રિશ પટેલ

૯૪.૮ % - ધોરણ ૧૦

જેજી ઈન્ટરનેશનલ

હું એક્ઝામ પાસે આવે ત્યાર જ વધારે વાંચતો. આખું વર્ષ ભણવાની સાથે સ્પોટ્ર્સમાં તેમજ એકસ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં પાર્ટીસિપેટ કરવાનું ચાલું જ રાખ્યું હતું. બાકી તો ક્લાસમાં ફુલ એટેન્શન આપીને ભણવાથી અને રેગ્યુલર હોમવર્ક કરી લેવાથી મારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જતા જેથી બહુ વાંધો નહોતો આવતો. હવે આગળ મારે ન્યુરોજીનેટિક્સમાં રિસર્ચ કરવું છે.

ફ્રી ટાઇમમાં સ્ટોરી રાઇટીંગ કરતી

સના લોખંડવાલા

૯૬.૧૭% - ધોરણ ૧૦

ઝાયડસ સ્કૂલ

સારા માર્કસ લાવવાની હોડમાં રટ્ટો ન મારતી અને દરેક બાબતને સમજીને આગળ વધતી સના લોખંડવાલા ૯૬.૧૭ પર્સન્ટેજ સાથે ટોપર બની. મેથ્સ વિષયમાં સનાએ ૧૦૦માંથી ૧૦૦ માર્કસ  પ્રાપ્ત કર્યા છે. આ અંગે વાત કરતા સનાએ કહ્યું કે, હું સ્ટડી કરતી વખતે એક ટોપીકને ચાર વાર વાંચીને  સમજતી તેમજ તેને મનમાં વાગોળ્યા કરતી મારી તૈયારી કરવાની આજ રીત હતી. સ્ટડી કરતા મને જ્યારે પણ સમય મળતો ત્યારે હું સ્ટોરી રાઇટીંગ કરતી .

પરીક્ષામાં ચિકનપોક્સ થયા છતા હિમ્મત ન હારી

સિમરન મંડલ

૯૨.૨ % - ૧૨ સાયન્સ

ઝાયડસ સ્કૂલ

હું રોજે રોજ ટયૂશન નહોતી જતી મારો મેક્સીમમ ટાઇમ સેલ્ફ સ્ટડી હતો. આખા વર્ષ દરમિયાન ક્યારેય કોઇ ટાઇમ ટેબલ કે પ્રિપ્લાનિંગ કર્યુ નહોતું. હું રોજ સવારે ઉઠીને રોજે રોજનું પ્લાનિંગ કરતી અને રાત્રે વિચારેલો ગોલ પુરો થાય પછી જ સુતી. મને એક્ઝામ સમયે જ ચિકનપોક્સ થયા. ખાસ કરીને મેથ્સની એક્ઝામમાં છતાં મને મારા પર ભરોસો હતો કે ના હું સારી રીતે લખી શકીશ અને તે મેં કર્યું.

સફળતા માટે મહેનતની સાથે સહકાર જરૃરી

તીર્થ શાહ

૯૨.૨ % - ૧૨ કોમર્સ

ઝાયડસ સ્કૂલ

હું એક સબ્જેક્ટને સંપૂર્ણ પતાવીને જ બીજો સબ્જેક્ટ હાથમાં પકડતો. મારા રિઝલ્ટ પાછળ કોઇ રોકેટ સાયન્સ નથી. બસ મને સાયલન્ટ મોડ પર સ્ટડી કરવું ગમતું. મારા રિઝલ્ટ પાછળ મારા માતા-પિતાનો સંપૂર્ણ ફાળો છે. મારા પિતા કહેતા તું ૫૦ ટકા લાવીશ તો પણ હું બધાને પાર્ટી આપીશ તેમણે કદી પરીક્ષાનો ખોટો હાઉ ઊભો કર્યો નથી તેથી મને ફ્રી ફીલ થતું મારો ફ્યુચર ગોલ સી.એ. થવાનો છે.

Post Comments