Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહેનત રંગ લાવે જ છે બસ તેની રાહ જોવી જરૃરી છે

RESULT-2017UPSC

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) સિવિલ સર્વિસ એક્ઝામિનેશન ૨૦૧૬નું પરિણામ જાહેર થયું જેમાં ગુજરાતના ઉમેદવારોની અનોખી સિદ્ધિ દેખાઈ આવી છે. સ્પીપાના ૧૫ ઉમેદવારમાંથી ૭ ઉમેદવાર બી.ઈ. બી.ટેકની ડિગ્રી ધરાવે છે જ્યારે ચાર ઉમેદવાર મેડિકલ કે પેરામેડિકલની ડિગ્રી ધરાવે છે અને બે ઉમેદવાર બી.એ. તેમજ એમ.એ.ની ડિગ્રી ધરાવે છે. આમાંથી કેટલાક ઉમેદવારો તો સરકારી નોકરી કરે છે અને કેટલાક ઉમેદવારોએ યુપીએસસી માટે લાખો રૃપિયાના પેકેજ છોડીને તૈયારી શરૃ કરી હતી આવા અનોખા વિદ્યાર્થીઓની યુપીએસસીમાં મળેલી સિદ્ધિ અને સિદ્ધિ માટે કરેલા તપની વાત અહીં પ્રસ્તુત છે.

નોકરીમાં રાજીનામુ આપી યુપીએસસીની તૈયારી કરવા લાગ્યો

મિરાન્ત પરીખ
B.tech,
Ele. Engg. Nirma


ALL INDIA RANK -67

GUJARAT RANK -02

મે ઈલેક્ટ્રીક એન્જિનિરીંગમાં બી.ટેક નિરમા યુનિવર્સિટીમાંથી કર્યું છે. અભ્યાસ બાદ સારી ઓફર મળતા ચેન્નાઈમાં એક કંપનીમાં નોકરી કરી, પરંતુ રોજનું એક જ શિડયુલ અને એક જ કામ કરીને લાગ્યું કે મારે એ.આઈ.એસ. બનવું છે. મે તરત રાજીનામુ  આપ્યું અને સ્પીપા જોઈન કર્યું. પ્રિલિમરી પાસ કર્યા બાદ વધુ મહેનત માટે દિલ્હી ગયો અને એક જ વર્ષમાં યુપીએસસીની પરીક્ષા ક્લીયર કરી. મેં કોલેજ દરમિયાન વાંચેલા અખબારો અને છેલ્લા એક વર્ષની મહેનત મારા આ પરિણામ માટે જવાબદાર છે. છેલ્લા એક વર્ષ દરમિયાન મેં ૧૩ કલાક વાંચન કર્યું હતું.


ખેડુત પુત્રએ ગુજરાતીમાં યુપીએસસી પાસ કરી

સંદિપ મોરડીયા
B.A.M.S.
અખંડાનંદ આર્યુવેદ કોલેજ

ALL INDIA RANK -1095

GUJARAT RANK -14


અભ્યાસ બાદ ઈન્કમટેક્ષ આગળ એક હોસ્પિટલમાં આસિસ્ટન ડૉક્ટરમાં જોબ કરી અને તે સમય દરમિયાન યુપીએસસીની તૈયારી શરૃ કરી દીધી હતી. આ તૈયારીમાં બેથી અઢી વર્ષ લાગ્યા છે. પપ્પા ખેતી અને સુરતમાં ટેક્સટાઈલનો બિઝનેસ કરે છે જ્યારે મમ્મી હાઉસ વાઈફ છે. ગુજરાતીમાં પરીક્ષા અને હિન્દીમાં ઈન્ટરવ્યૂ આપીને પાસ થનાર ૨૦૧૬ની બેચનો હું પ્રથમ વિદ્યાર્થી છું. મેં તૈયારી માટે 'ડિજિટલ' ટેકનિક અપનાવી હતી. જોબમાંથી સમય મળે એટલે હું તરત જ ટેબલેટ નિકાળીને વાંચવા બેસી જતો હતો.


રોજ આઠ કલાક વાંચતો અને સર્વિસ પણ કરતો હતો

સુશીલ અગ્રવાલ

B.tech,
Mechanical, Delhi

ALL INDIA RANK -224

GUJARAT RANK -05


અત્યારે ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ તાપી જિલ્લામાં કરી રહ્યો છું. ૨૦૪૧ની બેચમાં હું આઈ.એફમાં જોડાયા બાદ પણ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની મહેનત ચાલુ રાખી હતી જે આખરે રંગ લાવી છે. બી.ટેક બાદ યુપીએસસીની તૈયારી ચાલુ કરી દીધી હતી. શરુઆતમાં તો વધુ મહેનત હતી પરંતુ અત્યારે રોજના ૭થી ૮ કલાકની મહેનત અને સર્વિસ બન્ને ચાલુ છે.



હિમ્મત હાર્યા વિના મહેનત કરતા રહો ધારેલું પરિણામ મળે છે

પદ્મિની સોલંકી

B.A.

ALL INDIA RANK - 170

GUJARAT RANK - 04


રાજસ્થાનની વતની છું પણ ગુજરાતમાં લગ્ન થતા સસરાને જોઈ પ્રેરણા મળી અને મે યુપીએસસી પાસ કરવાનું નક્કી કર્યું. પતિનો સ્પોર્ટ મળતા ૨૦૧૪માં પ્રથમ ટ્રાયલ આપ્યો પણ નાપાસ થઈ હતી.ત્યારબાદ પણ સતત મહેનત બાદ ચાલુ રાખતા આખરે ૨૦૧૬માં આપેલી પરીક્ષાનું પરિણામ આવ્યું જેમાં સતત પ્રયત્ન કરવાથી આખરે ત્રીજા પ્રયત્ને હું ગુજરાતમાં ૪ ક્રમે પાસ થઈ છું. મહેનત બાબતમાં હું એટલું જ કહીશ કે હિમ્મત હાર્યા વગર મહેનત કરતા રહેવાથી ધારેલું પરિણામ મળે જ છે.
 

Keywords RESULT,-,2017,UPSC,

Post Comments