Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પિતાએ ૮૦ અને દીકરીએ ૬૦ વાર રથયાત્રાના દર્શન કર્યા છે

રથયાત્રા વિશેષ - વડિલોના રથયાત્રા સાથેનાં અનુભવો

શનિવારે શહેરમાં ૧૪૧મી રથયાત્રા નીકળશે. અમદાવાદમાં એવા અનેક વડીલો હશે જેમણે પોતાના જીવન દરમિયાન ૭૦ કે તેથી વધુ વાર રથયાત્રા જોડાયા હોય અને દર્શનનો લાભ લીધો હોય. આજે આવા જ કેટલાક વડીલો એમના સમયમાં રથયાત્રા કેવી રીતે નીકળતી તેની વાત કરી રહ્યા છે.

૯૫ વર્ષના લક્ષ્મીશંકર કેશવલાલ નાયકે પોતાના જીવન દરમિયાન ૮૦થી વધુ રથયાત્રાઓ નિહાળી છે

ખાડિયામાં રહેતા ૯૫ વર્ષના લક્ષ્મીશંકર કેશવલાલ નાયકે પોતાના જીવન દરમિયાન ૮૦થી વધુ રથયાત્રાઓ નિહાળી છે જ્યારે તેમના ૬૮ વર્ષના દીકરી મધુકાંતાબહેન દિપકકુમાર જાનીએ પણ ૬૦ રથયાત્રાઓ જોઈ છે. હમારે જમાને કી રથયાત્રાની વાત માંડતા લક્ષ્મીશંકરદાદા કહે છે કે, હું પહેલા જમાલપુર ખાંડની શેરીમાં રહેતો એટલે ત્યાં ૪૦ રથયાત્રાઓ મેં ત્યાંથી જોઈ હતી. આઝાદી પહેલાની રથયાત્રાઓ પણ મેં જોઈ છે. એ વખતે કોમી તોફાનો બહુ થતા અને લોકોને બહુ ડર રહેતો. જમાલપુર છોડીને ૪૦ વર્ષ પહેલા અમે ખાડિયા રહેવા આવી ગયા એટલે ત્યારથી વર્ષથી અહીંની રથયાત્રાના દર્શન કરીએ છીએ. અમારા વખતે આટલી ચોરીની બીક નહોતી રથયાત્રા આવે એટલે લોકો તાળું-બાળું મારવાની જહેમત લીધા વગર ખાલી સાંકળ વાસીને દર્શન કરવા દોડી જતા. છેલ્લા બે વર્ષથી ઉંમરના હિસાબે રથયાત્રા જોવા નથી જઈ શકતો. ટીવી પર દર્શન કરીને મન મનાવી લઉં છું.  તેમના દીકરી મધુબેન રથયાત્રા અંગેના પોતાના સંસ્મરણો વાગોળતા કહે છે કે, હું દસ વર્ષની હતી ત્યારથી જ બહેનપણીઓ સાથે રથયાત્રા જોવા જતી. વળી એ વખતે ઘર મંદિરની પાસે જ હતું એટલે અમે દોણી લઈને મંદિરમાં છાશ લેવા જઈએ અને માલપૂવા, બુંદી, ગાંઠિયાના પ્રસાદની મિજબાની કરતા આવીએ.  પહેલા લોકો એવું માનતા કે રથની નીચે જઈ બહાર આવવાથી જીવનના તમામ દુખો દૂર થશે. એ વખતે તો રથ પણ અત્યાર કરતા અલગ હતા એટલે અમે બધી બહેનપણીઓ વારાફરતી રથની નીચેથી પસાર થઈને નીકળતા એવું ય યાદ છે.

એ વખતે બધુ સિમ્પલ હતું, આવો ભપકો છેલ્લા થોડા વર્ષોથી શરુ થયો છે

હું છ-સાત વર્ષની હતી ત્યારે મારા બાપુજી મને તેડીને રથયાત્રા જોવા લઈ જતા. એવી જ રીતે મારા સંતાનો નાના હતા ત્યારે અમે બિસ્કીટ-પાણી જેવી વસ્તુઓ જોડે લઈ તેમને લઈને જતા. મેં આશરે ૫૮થી વધારે રથયાત્રા જોઈ છે. રથયાત્રાની વહેલી સવારની આરતીમાં પણ ઘણા વર્ષો સુધી ભાગ લીધો છે. આરતી માટે સવારના સાડા ત્રણના અમે ત્યાં પહોંચી જતા. એ વખતમાં આટલો ભપકો નહોતો અને આવું કોમી એખલાસનું વાતાવરણ પણ નહોતું. હવે બધું બદલાયું છે રથયાત્રાનો ઠાઠ વધ્યો છે અને કોમીએક્તા પણ વધી છે.  જે સારી વાત છે.  -રન્નાબહેન સોની

રથયાત્રાના દિવસે ઘરે આવતા કોઈ મહેમાનને ભૂખ્યા પેટે ન જવા દેતી

હું લગ્ન કરીને સારંગપુરમાં આવી ત્યારે ૧૫ વર્ષની હતી ત્યારથી અહીંની રથયાત્રા જોઉં છું આજે મને ૮૪ વર્ષ પૂરા થઈ ગયા. અમારા ઘરની બારીમાંથી સીધી જ રથજાત્રા દેખાય એટલે ઓળખીતા અને અજાણ્યા એમ ઘણાં લોકો દર્શન કરવા અમારા ઘરે આવી જાય. આખું ઘર મહેમાનોથી ભરાઈ ગયું હોય એટલે મારો તો ઘણો ખરો સમય રસોઈમાં વીતી જાય પણ હું કોઈને ય ખાધા વગર ન જવા દઉં. -સુશિલાબેન રાણા

આ પર્વ પર મારા માટે આસ્થાનો વિષય છે

હું છેલ્લા ૬૫ વર્ષથી રથયાત્રાના દર્શન કરવા જાઉં છું. આજે ૭૫ વર્ષે પગની ઢાંકણીઓ ઘસાઈ ગઈ છે છતાં રથયાત્રા જોવા તો જવાનું જ. આ પર્વ પર મને અનોખી આસ્થા છે જે મારી મમ્મી પાસેથી વારસામાં મળી છે. મારા સંતાનો પણ રથયાત્રા નિહાળવા અવશ્ય જાય છે. - મૃદુલાબહેન

Keywords rathyatra,special,

Post Comments