Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દીકરીને ભણાવવા માટે માતા-પિતાએ શહેર છોડયું

ડિપ્રેશનની અસર હેઠળ ખુશાલી પોતાનો અભ્યાસ છોડવા પણ તૈયાર થઈ ગઈ હતી પણ દીકરીનું ભવિષ્ય ન બગડે માટે મક્કમ ઈરાદા સાથે હિતેષભાઈ અને પ્રફુલ્લાબહેને આણંદ વિદ્યાનગર શિફ્ટ થઈ જવાનું નક્કી કર્યું
સાબરમતી રહેતા હિતેષભાઈ દરજીકામ કરે છે અને તેમના પત્ની પ્રફુલ્લાબહેન હાઉસવાઈફ છે. આ દંપત્તિને સંતાનમાં એક જ દીકરી છે. પણ હિતેષભાઈને પહેલેથી દીકરીને સારું ભણાવવાનો હોંશ હતો. તેથી દસમા ધોરણ બાદ તેમણે દીકરી ખુશાલીને ડિપ્લોમા એન્જિનયરીંગમાં મૂકી હતી અને ડિપ્લોમા પત્યા બાદ ખુશાલીને વિદ્યાનગર આણંદ ખાતે ડિગ્રી એન્જિયરીંગમાં પ્રવેશ મળતાં તે ત્યાં હોસ્ટેલમાં શિફ્ટ થઈ ગઈ. ક્યારેય માતાપિતાથી અલગ ન થયેલી ખુશાલીને હોસ્ટેલજીવન, ત્યાંનું વાતાવરણ, ખોરાક વગેરે માફક ન આવ્યા. હિતેષભાઈએ ખુશાલીને અમદાવાદની કોલેજમાં ટ્રાન્સફર કરાવવાના પ્રયત્નો પણ કર્યા. પણ એમાં લાખો રૃપિયાની ફી જતી કરવી પડે એમ હોવાથી તે મધ્યમવર્ગીય પરિવાર માટે શક્ય ન બન્યું. ડિપ્રેશનની અસર હેઠળ ખુશાલી પોતાનો અભ્યાસ છોડવા પણ તૈયાર થઈ ગઈ હતી પણ દીકરી ભવિષ્યમાં પોતાના પગ પર ઊભી રહી શકે તે માટે તેને કંઈક બનાવવાના મક્કમ ઈરાદા ધરાવતા હિતેષભાઈ અને પ્રફુલ્લાબહેને દીકરીનો અભ્યાસ બગડે નહીં તે માટે પોતે જ વિદ્યાનગર શિફ્ટ થઈ જવાનુ નક્કી કર્યું. અને એક જ અઠવાડિયામાં તેઓ વિદ્યાનગરમાં ઘર ભાડે રાખી ત્યાં રહેવા જતા રહ્યા. પોતાનો બિઝનેસ અમદાવાદમાં ધરાવતા હિતેષભાઈને વિદ્યાનગરથી રોજ અપડાઉન કરવું પડતું. રોજ સવારે ઘરેથી સાત વાગે નીકળતા હિતેષભાઈ રાતે સાડા નવે ઘરે પહોંચતા. પણ આ અને આવી અનેક બીજી તકલીફો તેમણે દીકરીના ભવિષ્ય માટે હસતા મોંઢે વેઠી લીધી. ખુશાલી કમ્પ્યૂટર એન્જિનિયર બની જતા હવે આ પરિવાર પાછો અમદાવાદ આવી ગયો છે.
 

Post Comments