Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચામડી વગરના નિરાકાર શરીરને ચિત્રોમાં ઢાળવાનો પ્રયાસ કર્યો છેઃ સુરેન્દ્ર ૫ટેલ

અમદાવાદની ગુફા ખાતે ૧૮ માર્ચ સુધી સુરેન્દ્ર ૫ટેલના ૪૦ ચિત્રનું પ્રદર્શન

આર્કિટેક્ચર અને ઈન્ટિરિયર ડિઝાઈનના ક્ષેત્રે ૫૦ વર્ષથી કાર્યરત એવા સુરેન્દ્રભાઈ પટેલ બહુ સારા ચિત્રકાર છે અને છેલ્લા ૧૫ વર્ષથી સક્રિય રીતે ચિત્રકામ કરે છે.

૧૩થી ૧૮ માર્ચ સુધી અમદાવાદની ગુફા ખાતે સાંજે ૪ થી ૮ દરમિયાન તેમના ૪૦ ચિત્રના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

કલા પ્રત્યેનો પ્રેમ અને સમાજને કંઈક આપવાની ભાવના ધરાવતા સુરેન્દ્રભાઈ પોતાના ચિત્રોના વેચાણમાંથી પ્રાપ્ત થયેલા નાણાં ઘરે લઈ જવામાં નથી માનતા. તેમના ચિત્રો વસાવવા માંગતા કલાપ્રેમીઓ પહેલા અંધજન મંડળમાં જઈને ચિત્રની કિંમત જેટલું ડોનેશન કરી તેની પહોંચ બતાવે એટલે એ ચિત્ર એમનું થઈ જાય! 

ચિત્ર પ્રદર્શન અંગે તેમનું કહેવું છે કે, મને જીવનની સકારાત્મક અને સારી બાબત ગમે. ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં મોહમાયા અંગે કહ્યું છે કે આપણને માણસની ચામડીનો મોહ હોય છે પણ જો ચામડી કાઢી લેવામાં આવે તો બે માણસ કાગડા ઉડાવવા માટે રાખવા પડે એવું રક્તમાંસથી ભરેલું આ શરીર છે. ભગવાનની આ વાણી મને સ્પર્શી ગઈ. એક ચિત્રકાર તરીકે એ વાતનો મને મર્મ સમજાયો અને તેને મેં મારા ચિત્રોમાં ઢાળવાની કોશિષ કરી છે. ચામડી ન હોય તો અંદરના શરીરની કોઈ ઓળખ નથી. લોહી, માંસમજ્જા, હદય તો બધાના સરખા લાગે. છતાં તે જીવનથી ભરપૂર છે. એ નિરાકારમાં પણ એક વૈશ્વિક આકાર એટલે કે પરમાત્માનો વાસ હોવાનું મને અનુભવાયું. એ નિરાકાર આકારની લીલાને મેં આ ચિત્રોમાં ચિતરવાનો પ્રયાસ કર્યો છે.

 

Post Comments