Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવી સદીની ગુજરાતી વ્યવસાયી રંગભૂમિમાં

- ટૂચકા, ડૂસકાં અને આંચકાની સાથે આવા ઠુમકા પણ ઉમેરાય છે

- ગુજરાતી રંગભૂમિ પર રહસ્ય, સામાજિક કે પછી પ્રહસન પણ હોય તો એ શુદ્ધરૃપે ચાલતાં નથી

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે યોજાતી ભદ્રંકર વિદ્યા-દીપક વ્યાખ્યાનશ્રેણીમાં સાહિત્ય, સંગીત, નાટક, અર્થશાસ્ત્ર, કલા વિષયક વ્યાખ્યાનો યોજવામાં આવે છે. એ અંતર્ગત નાટયવિદ મહેશ ચંપકલાલનું 'નવી સદીની ગુજરાતી વ્યવસાયી રંગભૂમિઃ ટૂચકા, ડૂસકાં, આંચકા અને તેનો સર્જનાત્મક વિનિયોગ' વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. આજની વ્યવસાયી ગુજરાતી રંગભૂમિ ઉપર જુવાનિયાઓ ભલે પ્રવૃત્ત હોય પણ એ નભે છે, મધ્યમ વયસ્ક અને પ્રૌઢ પ્રેક્ષકો પર. આ નક્કર વાસ્તવિકતાને કારણે નાટકનો વિષય પણ એવો જ શોધવામાં આવે છે. જેમાં શારીરિક કે માનસિક આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાતા વરિષ્ઠોને આશ્વાસન મળી રહે એવી સામગ્રીની રજૂઆત થતી હોય છે. આ શબ્દો છે નાટયવિદ મહેશ ચંપકલાલના. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં ભદ્રંકર વિદ્યા-દીપક વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત નવી સદીની ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ વિષય પર મહેશ ચંપકલાલે વાત કરી હતી. તેઓ કહે છે કે, વાણી કે વ્યવહારમાં સુરૃચિમાં ભંગ ન થાય એની મર્યાદા સાચવીને વર્તમાનની વય ભૂલાવીને, વીતેલી યુલાનીના દિવસો જીવંત થાય એવું કશુંક ભજવવાનો વાયરો સામાજિક-પ્રહસનરૃપે આજે રંગભૂમિ પર ચાલી રહ્યો છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી કુમારપાળ દેસાઇએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અત્યારે એક નાટયકોશ તૈયાર કરી રહ્યો છે અને એની જવાબદારી મહેશ ચંપકલાલે સ્વીકારી છે અને એકાદ વર્ષમાં એનો પ્રથમ ગ્રંથ બહાર પડશે. આ બધા વિશે રસભરી શૈલીમાં વાત કરી. નાટયરસિકો અને નાટયના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતી રંગભૂમિ પર રહસ્ય, સામાજિક કે પછી પ્રહસન પણ હોય તો એ શુદ્ધરૃપે ચાલતાં નથી
આજની વ્યવસાયી ગુજરાતી રંગભૂમિ પર રહસ્ય, સામાજિક કે પછી પ્રહસન પણ હોય તો એ શુદ્ધરૃપે ચાલતાં નથી. ઘણા બધા ટૂચકા, થોડા ઘણાં ડૂસકાંને અંદરથી ખળભળાવી મૂકે એવા આંચકા- પ્રેક્ષકોની પસંદ તો આવી ભેળપૂરીની જ હોય છે! એમાં વળી 'ટેસડો' લાવવા માટે આઇટમ સોન્ગ બને તો વરિષ્ઠ કલાકારો દ્વારા ફિલ્મી અદાથી થાય તો વન્સમોરની લગભગ ખાતરી જોનાર અને ભજવનારના બન્ને પક્ષે હોય છે એટલે હવે ટુચકા, ડૂસકાં અને આંચકાની સાથે આવા ઠુમકા પણ ઉમેરાય છે. સિદ્ધાર્થની ગુજ્જુભાઇ શ્રેણીથી માંડી ફિરોઝ અપરાની ડોસા-ડોસીની વહાલ-કથા કે વાંકી ચૂકી લવસ્ટોરી પર્યંત આ સિલસિલો ચાલતો રહ્યો છે. મૃગજળની આ છલનામાં સાચી સરવાણી તો જોવા મળે છે, સૌમ્ય જોશીના કે સ્નેહા દેસાઇના અથવા તો વિપુલ મહેતાના વિશિષ્ટ નાટયસર્જનોમાં જોવા મળે છે.


 

Post Comments