Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વ્યવસાયોમાં લીડરશિપ કલ્ચર ઊભું કરવાની જરૃર

ઇડીઆઇઆઇ  દ્વારા કુટુંબની માલિકી ધરાવતાં વ્યવસાયોમાં આગામી પેઢીને સુકાન સોંપવા માટેની યોજનાનું મહત્ત્વ સમજાવવા ફેમિલી બિઝનેસ વર્કશોપનું આયોજન થયું
ઉદ્યોગસાહસિકતાનાં શિક્ષણ, સંશોધન, તાલીમ અને સંસ્થા-નિર્માણ માટે રાષ્ટ્રીય સંસાધનરૃપ પ્રસિદ્ધ સંસ્થા એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઇ)એ કુટુંબની માલિકી ધરાવતાં વ્યવસાયોમાં આગામી પેઢીને સુકાન સોંપવા માટેની યોજનાનું મહત્ત્વ સમજાવવા ફેમિલી બિઝનેસ વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપ સ્વયંસિદ્ધા ફાઉન્ડેશન, અમદાવાદ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ) સાથે જોડાણમાં હાથ ધરવામાં આવી હતી.  આ અંગે માહિતી આપતા ઈડીઆઈઆઈના ડિરેક્ટર ડો.સુનિલ શુક્લા કહે છે કે ભારતમાં કુટુંબથી સંચાલિત વ્યવસાયો જીડીપીમાં ૬૬ ટકા પ્રદાન કરે છે, છતાં તેમનો અસ્તિત્વ ટકાવી રાખવાનું પ્રમાણ નિરાશાજનક છે. ભારતમાં કુટુંબ આધારિત આશરે ૮૦ ટકા વ્યવસાયો ત્રીજી પેઢીથી આગળ ટકતાં નથી, જે માટે વારસદારો તૈયાર કરવાની યોજનાનો અભાવ જવાબદાર છે. ઘણાં પ્રથમ પેઢીનાં ઉદ્યોગસાહસિકોને મેનેજમેન્ટની બાગડોર છોડવામાં મુશ્કેેલી પડે છે અને તેઓ આગામી પેઢીને પ્રેરિત કરવામાં, તૈયાર કરવામાં નિષ્ફળ નિવડે છે. તેવા સમયે કુટુંબ સંચાલિત વ્યવસાયનાં માલિકોને તેમનાં વ્યવસાયોમાં લીડરશિપ કલ્ચર ઊભું કરવામાં મદદરૃપ થવા અને માર્ગદર્શન આપવાનાં ઉદ્દેશ સાથે વર્કશોપમાં આગામી પેઢીને પ્રેરિત કરવા વ્યૂહાત્મક યોજના બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
 

Post Comments