Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આઇન્સ્ટાઇનનું સાયન્ટિફિક નોલેજ અર્થનો ખ્યાલ અને પ્રકૃતિના વૈજ્ઞાાનિક સિદ્ધાંતો પર નિર્ધારિત છે

એલ.ડી. ઇન્ડોલોજી ખાતે 'ચેતના- પ્રાચીન અધ્યતન અને પાશ્ચાત્ય અભિગમ' વિષય પર ૭ જેટલા રિસર્ચ પેપર રજૂ થય

એલ.ડી. ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડોલોજી અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચના ઉપક્રમે ઇન્ડોલોજીમાં 'ચેતના- પ્રાચીન અધ્યતન અને પાશ્ચાત્ય અભિગમ' વિષય પર આ નેશનલ સેમિનારનું આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રો.એસ.આર. ભટ્ટ, પ્રો. હિમાંશુ પંડયા, ડૉ.એ.વી. શ્રીનિવાસ, ડૉ. જે.બી. શાહ, ડૉ.પ્રશાંત દવે હાજર રહ્યા હતા.

હ્યુમન માઇન્ડમાં ઘણી વખત જીવંત અને મૃત શરીર વચ્ચેના તફાવતનો પ્રશ્ન ઉદ્ભવે છે. આ કોન્સેપ્ટને સમજવા ઇન્ડિયન ફિઝિયોલોજીના બે ટર્મ 'ચેતના અને આત્મા'ને સમજવા જરૃરી છે. આ વિષયને હિન્દુ, જૈનિઝમ અને બુદ્ધિઝમમાં વિવિધ પોઇન્ટ ઓફ વ્યૂહથી દર્શાવવામાં આવેલા છે ત્યારે આ સેમિનારમાં દરેક રિસર્ચને સાથે લઇને ચર્ચા કરવામાં આવી હતી તેમજ નવી રૃઢિઓથી ચેતનાનો કોન્સેપ્ટ જાણવા મળ્યો હતો, જેમાં સંશોધકોએ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. આ સેમિનારના ક્રમ મુજબ રવિવારે ૮ જેટલા રિસર્ચ પેપર રજૂ થશે.

 

સેલ્ફ રિસ્પેક્ટ અને રિસ્પેક્ટ અધરનો નિયમ બનાવવાની જરૃર છે

દેશમાં ચેતના વધે તો જ દેશનો વિકાસ થશે. આપણે હાલ ચેતના વિહીન થઇ ગયા છીએ જેનાથી દેશનો વિકાસ અટકશે. આપણે સેલ્ફ રિસ્પેક્ટ અને રિસ્પેક્ટ અધરનો નિયમ બનાવવાની જરૃર છે તેમજ અવેરનેસ અને અન્ડરસ્ટેન્ડિંગની લાઇફ ટાઇમ પ્રેક્ટિસ કરવાની જરૃર છે. -  હિમાંશુ પંડયા, વાઇસ ચાન્સેલર-ગુજરાત યુનિવર્સિટી

ચેતના પદાર્થની શોધ સાથે સંકળાયેલા છે

પ્લેટો અને એરિસ્ટોટલના સમયથી ફિલોસોફીની ઉપલબ્ધી થઇ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું સાયન્ટિફિક નોલેજ બે બાબત પર આધાર રાખે છે જેમાં અર્થનો ખ્યાલ અને પ્રકૃતિના વૈજ્ઞાાનિક સિધ્ધાંતોને યોગ્ય રીતે નિર્ધારિત કરવામાં ન આવે તો કોઇપણ વિષયના ગુણો નબળા પડે છે. ચેતના પદાર્થની શોધ સાથે સંકળાયેલા છે. જેના પરથી જાણી શકીયે કે અચેતના શું છે? સભાન બનવું તે અસભાન બનવા જેવું છે. - ડૉ.એ.વી. શ્રીનિવાસ, એમજીઆર મેડીકલ યુનિવર્સિટી, તામિલનાડુ

 

કોન્શિયસનેસના બે ફોર્મ છે જેમાં કોસ્મિક અને યુનિવર્સલ  છે

કોન્શિયસનેસ એ એનિમેટેડ વસ્તુઓ સાથે સંબંધિત છે, જેમાં જીવંત અને મૃત વસ્તુઓનો સમાવેશ થાય છે. કોન્શિયસનેસના બે ફોર્મ છે જેમાં કોસ્મિક અને યુનિવર્સલ તો છે જ સાથે ઇન્ડિવિઝ્યુઅલ, કન્ડિશનલ અને બોડી કોન્શિયસનેસનો સમાવેશ પણ થાય છે. - પ્રો. એસ.આર. ભટ્ટ, ચેરમેન-આઇસીપીઆર

Post Comments