Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાવકી માતાએ સવાયો પ્રેમ આપી પારકા સંતાનોને પોતાના કર્યા

- મધર્સ ડે સ્પેશિયલ

અવકાશમાં જેનો કોઇ અંત નથી તેને સૌ આકાશ કહે છે અને પૃથ્વી પર જેના વાત્સલ્યનો ભંડાર કદી ખુટતો નથી તેને આપણે 'માતા' કહીએ છીએ. મા એ એવું વ્યક્તિત્ત્વ છે જેના વિષે જેટલું લખીએ એટલું ઓછું છે. પણ સંજોગો વસાત મધદરિયે જે જનેતા પોતાના કાળજાના કટકાને છોડીને આ દુનિયામાંથી વિદાય લે છે એવા મા વિહોણા થઇ ગયેલા બાળકોની વચ્ચે નવી મા આવીને પોતાના સંતાનને જન્મ આપતી હોય છે. પરિણામે જૂના નવીના સંતાનો એવી ભેદરેખા અંકાઇ જતી હોય છે.

પરંતુ આજે 'મધર્સ ડેના દિવસે આપણે એવી પારકી માની વાત કરીશું જે આ પ્રકારની ભેદરેખા ન અંકાય એટલે પતિની પૂર્વ પત્નીના સંતાનોને જ પોતાના માનીને તેમનું જતન કરે છે. આ કામ ખરેખર બહુ અઘરું છે.  સગી માની ગેરહાજરીમાં પારકી મા પણ સવાયો પ્રેમ આપી શકે છે. તેથી આવી માતાઓને હાંસિયામાં ધકેલવાને બદલે એપ્રિસેટ કરવી જોઇએ. 

ભાવનાએ ભાવનાઓ દ્વારા દીકરાઓને પ્રેમથી ભીંજવી દીધા

'આજથી ૧૯ વર્ષ પહેલાં બીમારીને કારણે મારી પત્ની પૂર્વીનું મૃત્યું થયું. એ વખતે મારો મોટો દિકરો ચોથામાં અને નાનો બીજા ધોરણમાં ભણતો હતો. બાળકો નાના હોવાથી તેમને માતાની હૂંફ મળે એ જરૃરી હતું. પરંતુ કોઇ અયોગ્ય પાત્ર મળી જાય તો તકલીફનો પાર ન રહે.

તેથી અમે બાળકોને માતા તરીકે સ્વીકારે એવી માયાળું ીની શોધમાં હતો. એક વર્ષ પછી ભાવના મળી. તેને પોતાની ભાવનાઓ દ્વારા દીકરાઓને અપનાવી લીધા. આજે બંને સંતાનો એન્જિનિયર બની ગયા છે. બધું સુયોગ્ય રીતે ગોઠવાઇ ગયું છે.' ભાવનાબહેન કહે છે, 'અમે એકબીજા સાથે ખુશ છીએ.' - કરસનભાઇ નકુમ (ઇન્ટિરિયર ડિઝાઇનર)

સંતાનો મોટા હોઈ વાતચીત કરવામાં જીભ ઉપડતી નહોતી

'મારે પત્ની ભાવનાનું અચાનક મૃત્યુ થવાથી હું ફસ્ટ્રેશનમાં આવી ગયો હતો. એ સમયે દીકરી ૨૧ વર્ષની અને દીકરો ૧૬ વર્ષનો હોવાથી બીજા લગ્ન કરવાનો તો કોઇ પ્રશ્ન જ નહોતો. પણ મારા સાસુ અને પરિવારના સભ્યોએ ભવિષ્યને ધ્યાનમાં રાખી મને લગ્ન કરવા સમજાવ્યો અને તેમણે સુશીલા સાથે મારા લગ્ન કરાવી દીધા.

સંતાનો સમજણા હોય એટલે કોઇ તેમની માની જગ્યા લે તો એ સહન ન કરી શકે એ હકીકત છે. તેથી શરૃઆતમાં થોડી તકલીફ પડી પણ સંતાનો સાથે મારું વર્તન મિત્રો જેવું રહ્યું હોવાથી અમે એકમેક સાથે સેટ થઇ ગયાં. અત્યારે તો દીકરીના લગ્ન થઇ ચૂક્યા છે.

દીકરો એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. સુશીલાબહેન કહે છે,'બાળકો મોટા હતાં તેથી એકબીજા સાથે વાત કરવામાં શરૃઆતમાં જલદી જીભ ઉપડી નહોતી. પણ હવે બધુ સેટ થઇ ગયું છે.' - સતિષભાઇ ઘચેલીયા (બિઝનેસમેન)

બાળકોને પ્રેમ આપવામાં આવે તો પારકાં પોતાના થઈ જાય છે

'મારી પત્ની સવિતા પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી. કેન્સર થવાથી તે મૃત્યુ પામી. જ્યારે તેનું મૃત્યું થયું ત્યારે મારો દીકરો ૧૧માં અને દીકરી નવમાં ધોરણમાં હતાં. સવિતાના મૃત્યુથી અમે અનાથ જેવા થઇ ગયા હતાં. મારા માટે ટીનએજ બાળકો, ઓફિસ આ બધુ મેનેજ કરવું અઘરું હતું.

અમારા વિખરાઇ ગયેલા પરિવારને એક તાંતણે બાંધે એવી વ્યક્તિની શોધ મારા મધરે અને નજીકના લોકોએ કરવાનું શરૃ કર્યું. એકાદ વર્ષ પછી મંજૂ મળી ગઇ. તેની સાથે કોર્ટ મેરેજ કર્યા. શરૃઆતમાં અમને બધાને એકબીજા સાથે સેટ થતાં સમય લાગ્યો પણ હવે બધુ સેટ થઇ ગયું છે.

તેણે મારા બંને બાળકોને પોતાના સંતાનો જેવો જ પ્રેમ આપ્યો છે. અત્યારે તો બંને લગ્ન કરી ઠરીઠામ થઇ ગયાં છે. જ્યારે મંજૂબહેન કહે છે, 'બાળકો સમજણા હોય એટલે બીજી ીને જલ્દી માતા તરીકે ન સ્વીકારે એ સ્વાભાવિક છે. પરંતુ તેમને પ્રેમ આપવામાં આવે તો પારકા પોતાના થઇ જતાં હોય છે. (નોંધ અહીં પાત્રોના નામ બદલવામાં આવેલ છે.) - રાજુભાઇ પટેલ (રિયાયર્ડ ગર્વમેન્ટ ઓફિસર)

Keywords Mother's,Day,Special,

Post Comments