Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માઈકાના બે સ્ટુડન્ટ ફિનલેન્ડમાં થિસિસ અંગે ટ્રેનિંગ લેશે

- માઈકાના રિસર્ચ સ્કોલર્સ સિંધુ સાહદેવન અને શરણ્ય સ્ટેન્લી આગામી ૭થી ૧૮ ઓગસ્ટ સુધી ફિનલેન્ડ ખાતે યોજ

- સિંધુ અને શરણ્ય મેનેજમેન્ટ કોમ્યુનિકેશન(એફપીએમ-સી)માં ફેલો પ્રોગ્રામના સહભાગી છે, જે માઈકાનો ડોક્ટ

માઈકાના રિસર્ચ સ્કોલર્સ સિંધુ સાહદેવન અને શરણ્ય સ્ટેન્લી આગામી ૭થી ૧૮ ઓગસ્ટ સુધી ફિનલેન્ડ ખાતે યોજાનારી સમર સ્કૂલમાં ભાગ લેશે. સિંધુ અને શરણ્ય મેનેજમેન્ટ કોમ્યુનિકેશન(એફપીએમ-સી)માં ફેલો પ્રોગ્રામના સહભાગી છે, જે માઈકાનો ડોક્ટરલ લેવલનો કોર્સ છે. આ સમર સ્કૂલ યુનિવર્સિટી ઓફ ટમ્પેરે, ફિનલેન્ડની તાલીમ હેઠળ યોજવામાં આવે છે. જેના માટે યુકે, ફ્રાન્સ, કેન્યા, સિંગાપોર, વિયેતનામ જેવા ઘણા દેશોના વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. આ સ્પર્ધાત્મક કાર્યક્રમ માટેની પસંદગી તેમના વર્તમાન સંશોધન ડોમેન પર આધારિત અરજદારોના નિવેદન(એસઓપી)ની સખત સમીક્ષાના આધારે કરવામાં આવી હતી. આ બે અઠવાડિયાના સમયગાળામાં સિંધુ અને શરણ્ય 'ફંડામેન્ટલ્સ ઓફ હ્યુમન-ટેકનોલોજી ઇન્ટરેક્શન' અને 'એ વર્કશોપ ઈન મીડિયા લિટરસીસ ઃ ફિલ્મ લીટરસી એજ્યુકેશન' નામનો કોર્સની ટ્રેનિંગ લેશે. આ અંગે વાત કરતા માઈકાના ડીન ડૉ. પ્રીતિ શ્રોફ કહે છે કે, આ પ્રિતિષ્ઠિત સમર સ્કૂલમાં ભાગ લેવો એ માઈકાના ઉભરતા સ્કોલર્સને બહુ સાંસ્કૃતિક વાતાવરણમાં છતુ કરશે. આ તેમને વૈશ્વિક પરિપ્રેક્ષ્યો મેળવવા માટે મદદ કરશે, જે તેમના એફપીએમ થિસિસમાં કૌશલ્ય ઉમરશે.

Post Comments