Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માઈકાના સ્ટુડન્ટ્સની UN સાથે ઈન્ટર્નશિપ

મુદ્રા ઈન્સ્ટિટયૂટ ઓફ કોમ્યુનિકેશન અમદાવાદના પીજીપી-૨ બેચના સ્ટુડન્ટ્સે સમર કોર્સ દરમિયાન સ્ટ્રેટેજિક માર્કેટિંગ એન્ડ કોમ્યુનિકેશન સંબંધિત વિવિધ કંપનીઓ સાથે સમર ઈન્ટર્નશિપનો પ્રારંભ કર્યો હતો. તેમાંના કેટલાંકને એક મહિનાની બીજી ઈન્ટર્નશિપ કરવાની તક મળી છે. બેેચમાંથી બે સ્ટુડન્ટ્સ શ્રેયા રામક્રિષ્ન અને રશ્મી મોતીઆનીને તેમની બીજી ઈન્ટર્નશિપમાં યુએન એજન્સી સાથે કામ કરવાની તક મળી છે.

શ્રેયાને ફિલિપાઈન્સમાં મનિલા સ્થિત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની વેસ્ટર્ન પેસિફિક રિજનલ ઓફિસ સાથે ઈન્ટર્નશિપ કરવાની તક મળી છે. તેણીનીએ ડબલ્યૂએચઓને માઈકાના આઈડિયાથી વધુ સારી રીતે એક્સપ્લોર કરવાનું પસંદ કર્યું. શ્રેયાની ઈન્ટર્નશિપ ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન સેક્ટરને એપ્લીકેશન ઓફ માર્કેટિંગ એન્ડ કોમ્યુનિકેશન સ્ટ્રેટેજીસનો ઉપયોગ કરવા માટે મદદ કરશે. જ્યારે રશ્મી મોતીઆનીને નવી દિલ્હીમાં યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં કામ કરવાની તક મળી છે.

મલ્ટી કલ્ચર એન્વાયરમેન્ટમાં કામ કરવાની એક મહાન તક છે
આ કોમ્યુનિકેશન ઈન્ટર્ન વૈશ્વિક આરોગ્ય અધિકાર તરીકે તમામ હિસ્સેદારોને વાતચીત કરવા માટે ડબલ્યૂએચઓ ડબલ્યૂપીઆરઓસના પ્રયાસોના સહયોગને કેન્દ્રમાં રાખે છે. મને વિઝિટર પ્રોફાઈલ મુજબ વેબસાઈટ ફરીથી ડિઝાઈન કરી અને ડોનર રિપોર્ટસનો નમૂનો બનાવવાની તથા  સ્ટુડન્ટ્સ માટે કન્ટેન્ટના ડ્રાફ્ટિંગ કરવાની તક મળી છે. વધુમાં, ઈન્ટર્નશિપમાં ડબલ્યૂએચઓ ખાતે ગ્લોબલ કોમ્યુનિકેશન ઓફિસર્સ સાથે ૩ દિવસનો રિજનલ કોમ્યુનિકેશન્સ વર્કશોપનો પણ સમાવેશ છે, જે અન્ય દેશો કરતા અહિં મલ્ટી કલ્ચર એન્વાયરમેન્ટમાં કામ કરવાની એક મહાન તક છે.  - શ્રેયા રામક્રિષ્ન

તેલંગણાના એગ્રીકલ્ચરલ પર કામ કરવાની તક મળી
ડેવલપમેન્ટ સેકટરની શોધ અને પ્રોજેક્ટ પ્રોસેસને સમજવી એ એક વિશાળ ક્ષેત્ર છે. જેના તરફ હંમેશા હું કંઈ કરવા માંગતી હતી. યુએનડીપીમાં પ્રોજેક્ટના ભાગરૃપે મને તેલંગણાના એગ્રીકલ્ચરલ સીનારીયાને સમજવા પર કામ કરવાની તક મળી છે. મેં રિસર્ચ, ડોક્યુમેન્ટેશન, પ્રપોઝલ નોટ તૈયાર કરી છે અને ઈમ્પ્લીમેન્ટિંગ એજન્સીસ સાથે વાતચીત પણ કરી હતી.  - રશ્મી મોતીઆની
 

Post Comments