Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચરખો ચલાવું ત્યારે મને વિશ્વ શાંતિનો અહેસાસ થાય છે : મરિયમ

હોલેન્ડના મરીયમ ચરખા પર કાંતણ કરી મહાત્મા ગાંધીજીને અંજલિ આપે છે

કોઇપણ વ્યકિતના જીવનમાં અમુક ચોક્કસ સમય મર્યાદામાં પરિવર્તન આવતું હોય છે. જેવી રીતે ગાંધીજીએ સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો સંદેશો આપ્યો છે જેનાથી ગાંધીજી મોહનજીથી મહાત્મા બન્યા. ગાંધીજીના જીવનથી  પ્રભાવિત થઇને હોલેન્ડની મરિયમ છેલ્લાં ૨૦ વર્ષથી ભારતના આંધ્રપ્રદેશ  તેમજ ગુજરાતમાં ગાંધી આશ્રમમાં બે વર્ષથી આવી રહ્યા છે.

ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા ચરખાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થઇને તેના પર કાંતણ કરીને જીવનમાં શાંતિની અનુભૂતિ કરે છે. મરિયમ તેમના વતન હોલેન્ડમાં આધ્યાત્મિક સર્વાંગી યોગ શિક્ષક તરીકે કામ કરીને બાળકોને તેનું જ્ઞાાન આપે છે. ગાંધીજીના જીવનના વિવિધ  પ્રસંગોના પુસ્તકોનું વાંચન કર્યા પછી મને  ઘણી પ્રેરણા મળી છે.

ગાંધીજી વિશે વાત તેઓ કહે છે કે, ગાંધીજીના વિચારોમાં સત્ય, અહિંસા અને સામાજિક ન્યાય જાણવા મળે  છે  આ બધાની મધ્યમાં  જે છે તે ચરખો છે.  ચરખાંની તાકાત દરેક વ્યકિતના જીવનમાં શાંતિ આપવાનું કામ કરે છે. ચરખો એ અહિંસક પ્રવૃતિનું પ્રતિક છે. ગાંધીજીના જીવન વિશે વાંચ્યાં પછી જ્યાં સુધી ચરખો નહિ ચલાવું તો તેની સાચી અનુભૂતિ મને ન થાય.

આપણું માનવ શરીર અને આત્માને  પ્રભાવિત કરવાનું કામ ચરખો ચલાવવાથી થઇ શકે છે જેથી ચરખો ચલાવીને તેની નોંધ રાખવાનું કામ કરું છું. ચરખો એ ધ્યાનનું માધ્યમ છે તેમજ ચરખો ચલાવવાથી આત્મવિશ્વાસમાં ઘણો જ વધારો થાય છે એટલા માટે ઘણા વર્ષોથી ચરખો ચલાવું છું. મરિયમ ચરખાંને જીન અને આત્મા સાથે  જોડે છે જે એક સાચી એક પ્રાર્થના છે.

ચરખો એ બહું ઊંડી તપસ્યા છે. આ અંગે તેણીએ કહ્યું કે, ગાંધીજીનો અક્ષરદેહ, આત્મકથા, ઉપર સવિશેષ વાંચન કરીને તેમાંથી ઘણી પ્રેરણા મળી છે. નારાયણભાઇ દેસાઇના વિવિધ પુસ્તકો તેમજ મારું જીવન એજ મારી વાણી પુસ્તકનું વાંચન કર્યું છે.

જે પુસ્તકો વાંચે છે તેના કરતા વારંવાર ચરખો ચલાવે છે ત્યારે ગાંધીજીના વિચારોને સમજે છે. ગાંધી આશ્રમના અતુલભાઇ પંડયા કહે છે કે, આનંદ આવે છે કે અનેક વિદેશીઓ ગાંધી આશ્રમમાં આવીને તેમના જીવનની વિવિધ પ્રવૃતિઓનો અનુભવ કરીને તેઓ શાંતિ મેળવે છે.

Post Comments