Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાતીય આવેગો ઉત્પન્ન થાય ત્યારે પોતાની જાતને કંટ્રોલ કઈ રીતે કરવી એ પુરુષે શીખવાની જરૃર છે

ઓનલાઈન એબ્યૂઝ ઈઝ નોટ ઓકે!

વુમન્સ ડે ઉપર કલ્કી કોચલિનને દર્શાવતી શોર્ટ ફિલ્મ 'નેકેડ' યૂટયુબ ઉપર રિલીઝ કરાઈ હતી. જે હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. આ ફિલ્મમાં કલ્કી સન્ની નામની ફેમસ એકટ્રેસનો રોલ નિભાવે છે. સન્નીની કોઈ મુવીના ન્યુડ સિન્સ સોશિયલ મીડિયા પર લીક થઈ જાય છે જેને કારણે તેને અનેક ટીકાઓનો, ઓનલાઈન એબ્યૂઝનો ભોગ બનવો પડે છે. સન્નીનો ઈન્ટરવ્યૂ કરનારી રિપોર્ટર એને 'તને નેકેડ જોનારા તારા ફેન્સ શું હવે તને પહેલા જેવું રિસ્પેક્ટ આપશે' તેવા સવાલો પૂછે છે અને તારા જેવી એકટ્રેસને કારણે મહિલાઓ પર જાતિય અત્યાચારો વધ્યા છે તેવો આક્ષેપ પણ તેના પર મૂકે છે.

જો કે ફિલ્મના અંતે એ જ રિપોર્ટર આ સવાલોના જવાબ આપે છે અને ઓનલાઈન એબ્યૂઝ સામે કઈ રીતે ડિલ કરવું જોઈએ તે પણ સમજાવે છે. કલ્કિ અને રિતાંભરીને દર્શાવતી આ શોર્ટ ફિલ્મ ચાર દિવસમાં યૂટયુબ પર ચાર લાખ કરતા વધારે વાર જોવાઈ ચૂકી છે. સ્ત્રી પર જાતિય અત્યાચારો તેના વસ્ત્રોને કારણે થાય છે તેવો સવાલ પૂછતી અને ઓનલાઈન એબ્યૂઝ ઈઝ નોટ ઓકે એવો મેસેજ આપતી આ ફિલ્મમાં અમે શહેરની ગર્લ્સના ઓપિનિયન જાણવાનો પ્રયાસ કર્યો હતો જે અહિયાં પ્રસ્તૃત છે.

ગર્લ્સે પોતાના શોખ પૂરાં કરવા બીજાથી ડરવાની જરૃર નથી
ગર્લ્સે પોતાના શોખ પૂરા કરવા બીજાથી ડરવાની કે લોકો શું વિચારશે તે વિચારવાની જરૃર નથી. જ્યાં સુધી સુધરવાનો સવાલ છે તો પુરુષોની મેન્ટાલિટી સુધારવાની જરૃર છે. બોય્ઝને પહેલેથી એવું શિખવવામાં આવે છે કે બોય્ઝ ગર્લ્સ કરતા વધારે હકો ધરાવે છે જે ખોટું છે. વધુમાં કોઈ પણ પ્રકારનું હેરેસમેન્ટ થાય તો એને ઈગ્નોર કરવા કરતા તેની સામે પગલાં લેવા જરૃરી છે.
- પ્રિયેશા ઠાકર

એક્સપોઝીંગ વસ્ત્રો પહેરવાને કારણે મહિલાઓ પર અત્યાચારો થાય છે એ વાત ખોટી છે
એક્સપોઝીંગ વસ્ત્રો પહેરવાના કારણે મહિલાઓ પર અત્યાચારો થાય છે એ વાત ખોટી છે. સાડી પહેરેલી મહિલાઓ સાથે જાતીય અડપલાં નથી થતાં? સમાજના અમુક લોકોની હાયપોક્રીટીક મેન્ટાલીટી ધરાવે છે તેને સુધારવાની જરૃર છે. અને રહી વાત એબ્યૂઝની તો કોઈ પણ પ્રકારનું એબ્યૂઝ સહન ન જ કરવું જોઈએ. આ ફિલ્મ આપણને ઘણી વાત કહી જાય છે.
- ગૌરવી અધ્યારૃ

પુરુષોને પોતાની જાતને કંટ્રોલ કરતા શીખવવાની જરૃર છે
હું સેન્ડીની સાથે એ વાતે સહમત છું કે પુરુષોને પોતાની જાતને કંટ્રોલ કરતા શીખવવાની જરૃર છે. એને બદલે આપણે છોકરી જન્મે ત્યારથી એને પોતાની જાતને ઢાંકવાનું શીખવે છે. એક શર્ટ વગરના પુરુષને આપણો સમાજ હેન્ડસમ કહે છે જ્યારે ડીપ નેક બ્લાઉઝ પહેરેલી સ્ત્રીને 'વ્હોર'.જાતીય આવેગો ઉત્પન્ન થાય ત્યારે પોતાની જાતને કંટ્રોલ કઈ રીતે કરવી એ પુરુષે શીખવાની જરૃર છે.
-ડૉ. ફોરમ દવે કાચા

કોઈ પણ પ્રકારના એબ્યૂઝને ઈગ્નોર કરીને ન બેસી રહેવાય
જો ક્યારેય પણ કોઈ પણ પ્રકારના એબ્યૂઝનો ભોગ બન્યા હોવ તો તેને ઈગ્નોર કરીને બેસી ન રહેવું જોઈએ પણ સ્ટ્રોંગ બનીને તેનો સામનો કરવો જોઈએ. ગર્લ્સે ડરવાની જરૃર નથી. બી સ્ટ્રોંગ એન્ડ એન્જોય યોર લાઈફ!
- યાજ્ઞી રાણા

Post Comments