Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લીન ઓન સિટીંગ મોડેલ તૈયાર કર્યું

બસમાં ઊભા રહેવા કરતાં વધારે કમ્ફર્ટ રહે અને બેસવા કરતા ઓછી જગ્યા રોકે તેવું

સેપ્ટની સ્ટુડન્ટસ અદિતીએ સતત એક મહિના સુધી લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ કરી ખાસ શહેરની બસોમાં પેસેન્જર માટે ઊભા રહેવા કરતા વધારે કમ્ફર્ટ રહે અને બેસવા કરતા ઓછી જગ્યા રોકે તેવું 'લીન ઓન સિટીંગ' મોડેલ તૈયાર કર્યુ. સામાન્ય રીતે જ્યારે બસમાં મુસાફરી કરવાનો ચાન્સ મળે ત્યારે આપણે ઘણા એવા લોકોને નોટિસ કરીએ છીએ કે જે સીટના બન્ને તરફની વચ્ચે ઊભા રહેલા હોય છે. તેમાં ઘણા લોકો તો એવા હોય છે કે જે સીટમાં બેસવા માટે જગ્યા હોય છતા બેસવાની તસદી ન લેતા બસના પોલ અને વિન્ડો પર શરીર ટેકવીને ઊભા રહે  છે.

આવી વ્યક્તિઓને બ્રેકનો જર્ક લાગતા પડી જવાના કેટકેટલાય કિસ્સા બન્યા છે ત્યારે સેપ્ટ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરતી ભોપાલની અદિતી તિવારી એ આ સમસ્યાને સુવિધામાં ફેરવવાનો રસ્તો શોધી કાઢ્યો. અદિતીએ સતત એક મહિના સુધી લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ કરી ખાસ શહેરની બસો માટે ઊભા રહેવા કરતા વધારે કમ્ફર્ટ રહે અને બેસવા કરતા ઓછી જગ્યા રોકે તેવુ'લીન ઓન સિટીંગ' મોડેલ તૈયાર કર્યુ.

વિવિધ હાઇટના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે

ફ્યુચર બેઝ્ડ આ મોડેલને એ.એમ.ટી.એસ અને બી.આર.ટી.એસ. બસના પોલ અટેચ કરવામાં આવશે. આ સિટીંગમાં અંદરની તરફ મોં રાખીને બેસવાનું હશે જેનાથી સોશિયલ ઇન્ટરેક્શન વધે તેમજ આ સીટ એવી રીતે મૂકવામાં આવશે કે તમે પાછળના એંગલ પર ઊભા હોવ અને બ્રેક વાગે તો આગળની તરફ પડીશું નહી અને પીઠને લીન ઓન સિટનો સપોર્ટ રહેશે. આ લીન ઓન સિટને ગ્રીપનો પુરતો સપોર્ટ, હેન્ડ રેસ્ટ, સફિશિયન્ટ વેન્ટિલેશનની સુવિધા છે સાથે આ સિટને વિવિધ હાઇટના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જેમાં ઊંચી વ્યક્તિ વળીને બેસી શકશે તેમજ ઓછી હાઇટ વાળા સમાન હાઇટ પર ટેકો રાખી શકશે આ સીટ રિપેરેબલ પણ છે.

વિશેષતા

= પૂરતો સપોર્ટ અને બસમાં ટ્રાવેલ કરતી વખતે સરળ મૂવમેન્ટ

= મેક્સિમમ બોડી ટાઇર માટે ઉપયોગી

= સોશિયલી અને ફિઝીયોલોજીકલ કમ્ફર્ટેબલ

= મેક્સિમમ વેઇટ

= આકસ્મિક સુવિધા

= બસ સેવાનો ઉપયોગ ન કરતા પ્રવાસીઓને આકર્ષિત કરશે.

Keywords Lynn,On,Setting,Model,

Post Comments