Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પછાત મહિલાઓના વિવિધ પ્રશ્રો અને શિક્ષણ માટે અથાગ પ્રયત્ન કરનાર ભગિની નિવેદિતા

ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી દરમિયાન વ્યાખ્યાન

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)ના વિદૂષી ગાર્ગી સેન્ટર ફોર વુમન ડેવલેપમેન્ટ ખાતે એક સમાજ  સેવક, લેખક અને સ્ત્રી શિક્ષણમાં નોંધપાત્ર ફાળો આપનાર એવા ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, આ વિશે વાત કરતાં મહીપતભાઇ કહે છે કે, 'એક વિદેશી મહિલા ભારત દેશમાં આવીને  ભારતના રંગમાં ડૂબી જાય છે.

એક સારા સમાજની રચના કરવા માટે પોતાનું જીવન સમાજ સેવામાં અને પછાત મહિલાઓના વિવિધ પ્રશ્રો અને શિક્ષણ માટે અથાગ પ્રયત્ન કરનાર એટલે ભગિની નિવેદિતા.' તેમનો જન્મ ૧૮૬૭માં  આયરલેન્ડમાં થયો હતો અને તેમને શાળા અને કોલેજનું શિક્ષણ લંડનમાં  લીધું હતું. તેમનું મૂળ નામ માર્ગેટ એલિઝાબેથ નોબેલ હતું.

પરંતુ જ્યારે તેઓ ૧૮૯૫માં  તેમની મુલાકાત સ્વામી વિવેકાનંદ સાથે થઇ હતી અને તે દિવસથી જ તેઓ ભારતની ભારત આવવાનું નક્કી કર્યું હતું. ભગિની નિવેદિતા ભારત આવીને તેમને સ્વામી વિવેકાનંદ સાથેની મુલાકાતથી ભારત દેશની પરંપરા અને તેની સંસ્કૃતિ વિશેની જાણકારી મેળવીને તથા બહોળો અભ્યાસ કરીને સ્વામી વિવેકાનંદની સૂચના અનુસાર એમણે ભારતીય સ્ત્રીઓને શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું.

ખૂબ જ વિષમ સામાજિક સ્થિતિમાં જ્યારે સ્ત્રીઓને શિક્ષણ આપવાની મનાઇ હતી એવા સંજાગોમાં પણ એમણે ઘરે-ઘરે જઇને પુરુષવર્ગને સમજાવીને પ્રૌઢ અને વિધવા મહિલાઓને પણ શિક્ષણ આપવાની હિમાયત કરી હતી. સમય જતાં ભગિની નિવેદિતાએ કલકત્તામાં ૧૮૯૮માં  કન્યાઓ માટે શાળાની સ્થાપના કરી હતી અને કન્યાઓને શિક્ષણ પ્રત્યે જાગુ્રત કરીને તેમને શિક્ષણ આપવાનું કામ કર્યું હતું.

ભારતીય સંસ્કૃતિ અને પ્રણાલીનું એમને મન ખૂબ મહત્વ હતું.  રામકૃષ્ણ પરમહંસ  અને તેમના પત્ની શારદાદેવીના વિચારોની પ્રબળ અસર ભગિની ઉપર પડી હતી. દેશમાં જ્યારે પ્લેગ જેવી બિમારીઓ ફાટી નિકળી હતી ત્યારે  તેમને ઘણી મોટી સામાજિક સેવા કરી હતી. 

આ  વિશે વાત કરતાં ડૉ. ઉષ્મા આણેરાવ કહે છે કે, ભગિની નિવેદિતાના જીવન વિશે અને તેમના  વિચારો આવનારી પેઢી જાણે  તેમજ ભારતીય પરંપરા અપનાવી ભારતીય નારી જેવી બનીને  દેશના શિક્ષણ, જાહેર આરોગ્ય વગેરે ક્ષેત્રે ખૂબ પ્રયત્ન કરનાર  ભગિની નિવેદિતાના જીવનમાંથી ઘણી પ્રેરણા મળી શકે છે. આ હેતુથી વિદૂષી ગાર્ગી સેન્ટરમાં  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Post Comments