લૉ સ્ટુડન્ટ્સ જરૃરિયાતમંદ લોકોને વિનામૂલ્યે કાયદાકીય સહાય કરશે
- એલ.જે.સ્કૂલ ઓફ લૉ દ્વારા 'મફત કાનૂની સહાય ક્લિનિક'ની શરૃઆત
ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના અમલ હેઠળ એલ.જે.સ્કૂલ ઓફ લૉ દ્વારા 'ફ્રી લીગલ એઈડ ક્લિનિક' એટલે કે મફત કાનૂની સહાય ક્લિનિક શરૃ કરી રહી છે. જેનું ઉદ્ધાટન ૧૭મી મે, બુધવારે ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ જજ એમ.આર. શાહ હસ્તે અનેક જજ અને વકીલો, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
આ કેન્દ્રમાં કોઈ પણ નાતજાતના ભેદભાવ વગર જરૃરિયાતમંદ લોકોને નિઃશુલ્ક કાયદાની સહાય મળશે જેવી કે, જમીનની સમસ્યા, વૈવાહિક, મજૂર મુદ્દાઓ, નોટિસ લિસ્ટિંગ, વીલ, એફિડેવિટ વગેરે જેવા નાનામાં નાનાથી મોટા તમામ કાયદા કાનૂનની સમસ્યાઓ માટે મફતમાં કાનૂની મદદ પૂરી પાડવામાં આવશે. દર શુક્રવાર અને શનિવારે સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ વચ્ચે નિષ્ણાત એડવોકેટ્સ, લૉ ફેકલ્ટી અને સ્ટુડન્ટસ તેઓને માર્ગદર્શન આપશે. આ સિવાય તેઓની બીજી એક પહેલ 'લોયર ઓન વ્હીલ'માં કોલેજના સ્ટુડન્ટ્સ દર રવિવારે વિવિધ ગામડાઓમાં જઈ એડવોકેટ સાથે ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ તો લાવશે જ સાથો સાથો લોકોને અવેર પણ કરશે. આ સિવાય જો કોઈને વધુ જરૃર હોય તો તે વ્યક્તિ કોલેજમાં આવીને કેન્દ્ર પરથી માહિતી પણ મેળવી શકશે અને સ્ટુડન્ટ્સ પણ ઘણુ નવું શીખશે.
Post Comments
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
ટીમના માળખામાં છેડછાડ વિના ખેલાડીઓની ફેરબદલ જોવા મળશે
ટચૂકડા પડદાની અભિનેત્રી અમિતા ઉદ્રાતાનું નિધન
નાના પડદાના એક રિયાલિટી શોમાં માધુરી દીક્ષિત ફરી નિર્ણાયક બનશે
કંગના રનૌત પ્રથમ વખત કાન્સ ફેસ્ટિવલમાં રેડકાર્પેટ પર ચાલશે
દીપિકા અને ઇરફાન ખાન જે ફિલ્મ સાથે કરવાના હતા તે આજ હોવાનો આડકતરો ઇશારો
કેનેડામાં રાહદારીઓ પર વાહન ચઢાવી હત્યા કરનાર યુવક પર ખુનનો આરોપ
Trailer: 'વીરે દી વેડિંગ'માં જોવા મળ્યો Female Bondingનો નજારો
રિતિક બાળકલાકારોને પ્રોત્સાહિત કરે છે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News