Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદના ઓછાં જાણીતાં સ્થળો

- કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ : પ્રાચીન કલા અને મોડર્ન કન્ટેમ્પરરી આર્ટનો સમન્વય

- - અજાણ્યા અમદાવાદમાં આજે જાણીએ અમદાવાદના નવા બનેલા મ્યુઝિયમ કસ્તુરભાઈ લાલભાઈ અંગે

Visit Guide

આ ઓપન ફોર ઓલ મ્યુઝિયમ શાહીબાગ અંડરબ્રીજ પાસે આવેલું છે. બુધવારે બંધ રહે છે.

૧૦ વાગ્યે અને ૪ વાગ્યે શરૃ થતી  ગાઈડેડ ટૂરમાં જ નિહાળી શકાય છે જેનું એડવાન્સ બુકિંગ કરાવવું અનિવાર્ય છે


લાલભાઈ પરિવારે શહેરને આપેલી કેટલીક જાણીતી સંસ્થાઓના લિસ્ટમાં આ વર્ષની શરૃઆતમાં અન્ય એક નામ જોડાઈ ચૂક્યું છે અને તે છે કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ. જાણીતા ઉદ્યોગપતિ અને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત એવા સ્વ. કસ્તુરભાઈ લાલભાઈના ૧૧૨ વર્ષ જૂના સુંદર ઘરને તેમના વારસદાર સંજયભાઇ અને તેમના પત્ની જયશ્રીબહેન લાલભાઈએ મ્યુઝિયમનું સ્વરૃપ આપ્યું છે.

આ મ્યુઝિયમની અનોખી વાત એ છે કે અહીયાં પ્રાચીન ભારતીય કલાની સાથે મોડર્ન કટેમ્પરરી આર્ટનો સમન્વય જોવા મળે છે.  આ મ્યુઝિયમ બે ભાગમાં વહેંચાયેલું છે. ૧૯૦૫માં બંધાયેલા મકાન કે જેનો લાલભાઈ પરિવાર દ્વારા રહેઠાણ તરીકે ઉપયોગ થતો ત્યાં એન્ટીક કલેક્શન રાખવામાં આવ્યુ છે. અને ૧૯૩૫માં બનાવવામાં આવેલા ક્લાઉડ બેટલી હાઉસમાં જયશ્રીબહેન અને સંજયભાઇ લાલભાઈએ કલેક્ટ કરેલું મોડર્ન ક્ટેમ્પરરી આર્ટ કલેક્શન પ્રદર્શિત કરાયું છે. આ મકાનનું રિનોવેશન કરનાર આર્કિટેક્ટ રાહુલ મલ્હોત્રાએ 'ઘર' તરીકે વપરાતા મકાનને 'મ્યુઝિયમ' બનાવતી વખતે શક્ય એટલી ઓરિજનાલિટી જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.

ટાગોર અને એન્ટીક ક્લેક્શન
કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ પાસે ૧૫મી થી ૧૮મી સદી સુધીમાં રચાયેલા મુગલ, રાજપૂત, પહારી અને રાજસ્થાની શૈલીના ચિત્રોનું સુંદર કલેકશન છે. મુગલ શૈલીના ચિત્રોમાં સૌથી ધ્યાનાર્ષક ખામસા ઓફ નિઝામી છે. પાંચ પર્શીયન કવિતાઓના ચિત્રો સાથેની ખામસા ઓફ નિઝામીની આ હસ્તપ્રત પહેલાં બીજાપુરના રાજાના, મહમ્મદ આદીલ શાહના અને ઔરંગઝેબના કલેક્શનનો ભાગ હતી. સ્ટોન વર્ક, તિબેટીયન આર્ટ અને કર્ણાટકના બીડરી આર્ટની ઝલક આપતા કેટલાક એન્ટીક્સ અહીયાં જોવા મળે છે. ૧૯મી સદીની શરૃઆતમાં જ્યારે ફોન નહોતા ત્યારના સંદેશાવ્યવહારની ઝલક આપતા કેટલાક સુંદર પોસ્ટકાર્ડ અહીયાં સચવાયેલા છે. અબનીન્દ્રનાથ, ગગનેન્દ્રનાથ તેમજ શાંતિનિકેતનના અન્ય શિક્ષકો-વિદ્યાર્થીઓને સંબોધીને લખાયેલા આ પોસ્ટકાર્ડની ખાસિયત એ છે કે તે હાથેથી દોરીને તૈયાર કરવામાં આવ્યા છે.

મોડર્ન કન્ટેમ્પરરી આર્ટ ગેલેરી
૧૯૩૫માં બનાવવામાં આવેલા ક્લાઉડ બેટલી હાઉસમાં સંજયભાઇ અને જયશ્રીબહેન લાલભાઈએ સંકલન કરેલા મોડર્નએજના કન્ટેમ્પરરી આર્ટ પીસને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. જેમાં રામકુમાર રઝા, એમ. એફ. હુસેન, મનજીત બાવા, ભૂપેન ખખ્ખર, અમૃતા શેરગીલ, અકબર પદમશી સહિતના કેટલાક જાણીતા કલાકારોના ચિત્રો, આર્ટપીસનો સમાવેશ થાય છે.
 

Post Comments