Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાઈટ ફેસ્ટિવલને કાઈટ મ્યુઝિયમ સાથે કંઈ કનેક્શન નથી એ બહુ નવાઈભર્યું છે

અમદાવાદમાં છેલ્લાં કેટલાય વર્ષોથી યોજાતા
કાઈટ ફેસ્ટિવલને કાઈટ મ્યુઝિયમ સાથે કંઈ કનેક્શન નથી એ બહુ નવાઈભર્યું છે
મ્યુઝિયમ ડિઝાઈનર અને ભારત સરકાર સાથે મ્યુઝિયમના વિકાસ માટે કામ કરી રહેલા શેખર બાડવે અમદાવાદના વિદ્યાર્થીઓ સાથે મ્યુઝિયમ ડિઝાઈન ફિલોસોફી અંગે ચર્ચા કરવા અમદાવાદ આવ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે,'ભારતમાં મ્યુઝિયમ ડિઝાઈન અને એક્ઝિબિશન ડિઝાઈન ક્ષેત્રે ઘણું બધુ થઈ શકે એમ છે. અત્યારે મ્યુઝિયમ તરફ લોકો ઓછો રસ ધરાવતા થઈ ગયા છે ત્યારે નવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા મ્યુઝિયમને ઈન્ટરેક્ટિવ બનાવી શકાય છે
અમદાવાદના પતંગ મ્યુઝિયમનું ઉદાહરણ આપતા તેમણે સમજાવ્યું કે,'અમદાવાદમાં આટલા વર્ષોથી કાઈટ  ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે પરંતુ નવાઈની વાત એ છે કે એ કાઈટ ફેસ્ટિવલને અને એશિયાના બીજા નંબરના ગણાતા પતંગ કાઈટ મ્યુઝિયમને કંઈ લેવા દેવા જ નથી! કાઈટને ધ્યાનમાં રાખીને કેટલીયે ઈન્ટરેક્ટિવ એન્ગેજિંગ એક્ટિવિટી જેમ કે કાઈટ એન્ડ ક્રાફ્ટ, કાઈટ એન્ડ ટેકનોલોજી, કાઈટ એન્ટ આર્ટ વગેરેનું આયોજન કરીને આ મ્યુઝિયમને આકર્ષક બનાવી શકાય. આ પ્રકારની એક્ટિવિટી દરેક મ્યુઝિયમમાં થઈ શકે છે. અમદાવાદ હવે વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન પામ્યું છે અને અમદાવાદમાં આટઆટલી અમેઝીંગ જગ્યાઓ છે. અમદાવાદના મ્યુઝિયમો ઓગમેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ કરી મ્યુઝિયમને ડેવલપ કરી શકે છે. મ્યુઝિયમની અંદર લોકોને જો સ્ટોરી ટેલિંગની જેમ ઈતિહાસ દર્શાવવામાં આવે તો વધારેમાં વધારે લોકોને સાંકળી શકાય. પશ્ચિમના દેશોમાં આ ક્ષેત્રે ઘણી ટેકનોલોજી વિકસી છે. એમાંથી આપણા દેશમાં કઈ ટેકનોલોજી વાપરી શકાય તે સંશોધન કરીને તેને એપ્લાય કરી શકાય છે.
 

Post Comments