Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદના ૧૨ બાઈકર્સની બરફીલા પહાડો પર દુર્ગમ રાઇડ

ગઈકાલે બાઈકર્સની ટીમ અમદાવાદથી નીકળી બદ્રીનાથ જવા રવાના થઈ, આ ટીમ ૪૨૦૦ કિલોમીટરનું અંતર ૧૨ દિવસમાં પૂર્ણ કરશે
અમદાવાદના ગન રાઈડર મોટરસાયકલ ક્લબ સાથ જોડાયેલા ૧૨ પ્રોફેશનલ બાઈકર્સે ગઈકાલે અમદવાદાથી બદ્રીનાથની ૪૨૦૦ કિ.મી.ની સ્નોરાઈડનો વહેલી સવારે પ્રારંભ કર્યો છે જેઓ બાઈક લઈને અમદાવાદથી બદ્રીનાથ જશે અને પરત અમદાવાદ ફરશે. આ અંગે માહિતી આપતા પ્રકાશ પટેલ કહે છે કે, નોર્મલી બાઈક રાઈડ કરતા સ્નો બાઈક રાઈડ ઘણી અઘરી અને રિસ્કી હોય છે આ રાઈડ બરફવાળા વિસ્તારોમાં થતી હોય છે સ્નોફોલ થયેલા રોડ પર  બરફની ચાદર પથરાઈ જાય અને રાઈડ કરવામાં આવે તેને સ્નો રાઈડર્સ કહેવાય છે આ રાઈડ દરમિયાન બાઈક સ્લીપ થવાનો ભય વધી જતો હોય છે અને બાઈક સ્લીપના થઈ જાય તેના માટે મોટાભાગના રાઈડર્સ પહેેલા અને બીજા ગીયરમાં જ બાઈક ચલાવવાનું પસંદ કરે છે. બરફના કારણે ઘણીવાર ટાયરની રોડ સાથેની પકડ નબળી થઈ જવાના કારણે બ્રેક પણ કામ કરતી બંધ થઈ જતી હોય છે તેવા સમયે રાઈડર્સે ઘણી ચાલાકી પૂર્વક તે રોડ પૂરો કરવાનો હોય છે. વિશાલ મેની કહે છે કે આ ઘણી અઘરી રાઈડ હોવાથી અમારી સાથે મદદમાં કાર ચાલક પણ હશે. આ પ્રકારની રાઈડ કરવા માટે રાઈડર્સે ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રોગ પણ તૈયાર રહેવાનું હોય છે. જો બરફમાં કોઈ પ્રકારની શારીરિક આફત આવે તો આખું ગુ્રપ હેરાન થતું હોય છે.
 

Post Comments