Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓફિસમાં સાડીનું સ્થાન આંચકી લીધું પશ્ચિમી પોશાકે

એક સમય એવો હતો જ્યારે કેમ્પસ પ્લેસમેન્ટ વખતે મોટા ભાગના યુવકો સુટ પહેરીને આવતાં અને યુવતીઓ વ્યવસ્થિત સાડીમાં સજ્જ થઈને આવતી. પણ હવે સમય બદલાઈ ગયો છે. આજની તારીખમાં કોઈપણ યુવતી સાડી પહેરવા તૈયાર નથી થતી. એક તરફ મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દે બિરાજતી માનુનીઓ જાજરમાન વ્યક્તિત્વ માટે માત્ર સાડી જ પહેરે છે, ત્યારે બીજે તરફ યુવાન કર્મચારીઓ મોટાભાગે વેસ્ટર્ન આઉટફીટમાં જોવા મળે છે.

છેલ્લા બે દશક દરમિયાન આ ટ્રેન્ડ ઝપાટાભેર ફેલાયો છે. આનું કારણ જણાવતાં નિષ્ણાતો કહે છે કે વિદેશમાં અભ્યાસ કરવા જવાનો ટ્રેન્ડ શરૃ થયો પછી ત્યાંથી આવેલી યુવતીઓએ ભારતમાં પણ વેસ્ટર્ન આઉટફીટ પહેરવાનું જારી રાખ્યું. અને તેની દેખાદેખી અન્ય યુવાન મહિલા કર્મચારીઓ પણ સાડીથી દૂર થવા લાગી. સાડીના સ્થાને પશ્ચિમી પોશાક કે પંજાબી સુટ પહેરવાનું ચલણ લોકપ્રિય બન્યું તેનું એક કારણ એ પણ છે કે સાડી કરતાં આવા પરિધાન સાચવવામાં આસાન હોય છે. મહાનગરોમાં માનુનીઓએ નોકરી પર જવું હોય કે નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જવું હોય ત્યારે બસ કે ટ્રેન પકડવા દોડધામ કરવી પડે છે.

આવી સ્થિતિમાં સાડી પગમાં અટવાય છે, જ્યારે સલવાર-કમીઝ કે પેન્ટ-ટોપમાં તમે આસાનીથી ઝડપથી ચાલી શકો છો. વળી સાડી પહેરવામાં વધુ સમય લાગે છે. જ્યારે અન્ય પરિધાન પહેરતાં તેના કરતાં અડધા ભાગનો સમય પણ નથી ફાળવવો પડતો.  માનુનીઓ કહે છે કે સાડી સાથે થોડીઘણી જ્વેલરી પહેરવી પડે છે. જ્યારે વેસ્ટર્ન આઉટફીટમાં તમે માત્ર ઘડિયાળ પહેરો કે કાનમાં નાની બુટ્ટી પહેરેલી હોય તોય પૂરતું થઈ રહે. જોકે કેટલાંક નિષ્ણાતોના મત મુજબ ભારતમાં મલ્ટીનેશનલ કંપનીઓના આગમન સાથે પશ્ચિમી પોશાકના વાયરાને વેગ મળ્યો. અહીં કામ કરતી યુવતીઓને એમ લાગ્યું કે ગ્લોબલ કંપનીમાં કામ કરતી વખતે પોશાક પણ ગ્લોબલ જ હોવો જોઈએ.

જોકે સાડી પ્રત્યે લગાવ ધરાવતી મહિલાઓને આજે પણ આપણા આ પરંપરાગત પરિધાન પ્રત્યે ભારે ગર્વ છે. તેઓ કહે છે કે તમે નાની જરી બોર્ડરવાળી સિલ્કની સાડી પહેરીને જાઓ ત્યારે ઓફિસમાં તમારા વ્યક્તિત્વનો જે પ્રભાવ પડે તે અન્ય કોઈ પરિધાનમાં ક્યારેય ન જ પડે. તેમાં તમે વધુ શાલીન, આત્મવિશ્વાસુ, પ્રભાવશાળી અને પ્રોફેશનલ દેખાઓ. જ્યારે ઉચ્ચ હોદ્દે બિરાજતી માનુનીઓ કહે છે કે જેમ જેમ મહિલા કર્મચારીનો હોદ્દો વધતો જાય તેમ તેમ તે સાડી તરફ વળતી જાય, જ્યારે સલવાર-કમીઝ અને પેન્ટ-ટોપ જુનિયર કર્મચારીઓનું ડ્રેસિંગ ગણાય. વાસ્તવમાં સાડી તમારા ઉચ્ચ હોદ્દા અને મોભાનું પ્રતિક બની રહે છે.
 

Post Comments